GSTV
Home » News » અહીં માત્ર 7 પૈસામાં મળે છે 1 લીટર પેટ્રોલ, લોકો ઉઠાવે છે તેનો ભરપૂર લાભ

અહીં માત્ર 7 પૈસામાં મળે છે 1 લીટર પેટ્રોલ, લોકો ઉઠાવે છે તેનો ભરપૂર લાભ

આપણા દેશમાં પેટ્રોલ-ડિઝલના ભાવ આસમાને છે. મોંઘવારીના કારણે ઘણા લોકો પોતાનું વાહન હોવા છતાં સરકારી બસ કે ટ્રેનમાં સફર કરવાનું પસંદ કરે છે, આજે અમે તમને જણાવી રહ્યા છીએ દુનિયાના એક એવા દેશ વિશે, જ્યાં પેટ્રોલ એક રૂપિયા કરતાં પણ ઓછી કિંમતે મળે છે. સાથે-સાથે અમે તમને એ દેશો વિશે પણ જણાવી રહ્યા છીએ જ્યાં દુનિયાનું સૌથી સસ્તુ પેટ્રોલ મળે છે.

વેનેજુએલામાં મળે છે સૌથી સસ્તુ પેટ્રોલ
વેનેજુએલા દક્ષિણ મએરીકી મહાદ્વીપનો એક દેશ છે, જેની રાજધાની કારાકાસ છે. અહીં દુનિયાનું સૌથી સસ્તુ પેટ્રોલ મળે છે. વેનેજુએલામાં એક લીટર પેટ્રોલ માત્ર સાત પૈસામાં મળે છે.

ઈરાનમાં 10 રૂપિયા કરતાં પણ ઓછી કિંમતે મળે છે એક લીટર પેટ્રોલ
ઈરાન એશિયાના દક્ષિણ-પશ્ચિમ ખંડનો એક દેશ છે. ઈરાનમાં પેટ્રોલની કિંમત, પ્રતિ લીટર 8.55 રૂપિયા છે. ઉલ્લેખનિય છે કે, ઈરાનમાં ક્રૂડ ઓઇલનું ઉત્પાદન થાય છે. ઈરાન ભારત સહિત ઘણા દેશોમાં ક્રૂડ ઓઇલની નિકાસ પણ કરે છે.

સૂડાનમાં પણા બહુ સસ્તુ છે પેટ્રોલ
વેનેજુએલા અને ઈરાન બાદ સૌથી સસ્તુ પેટ્રોલ સૂડાનમાં મળે છે, સૂડાન ઉત્તર-પૂર્વ આફ્રીકામાં આવેલ સ્થલ-રૂદ્ધ દેશ છે, સૂડાનના લોકોને એક લીટર પેટ્રોલ માત્ર 12.11 રૂપિયામાં મળે છે.

અલ્ઝીરિયા
દુનિયામાં સૌથી સસ્તુ પેટ્રોલની બાબતમાં ચોથા નંબરે અલ્ઝીરિયાનું નામ આવે છે, અલ્ઝારિયામાં પણ સૂડાનની જેમજ 12.11 રૂપિયે લીટર પેટ્રોલ મળે છે.

કુવૈત
આગળના ચાર દેશોની જેમ જ કુવૈતમાં પણ સૌથી સસ્તુ પેટ્રોલ મળે છે, અહીં પણ એક લીટર પેટ્રોલનો ભાવ 12.11 રૂપોયા જ છે. ઉલ્લેખનિય છે કે, ઈરાનની જેમજ, કુવૈતમાં પણ ક્રૂડ ઓઇલનું ઉત્પાદન થાય છે. ઘણા દેશો કુવૈત પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદે છે.

Related posts

દીપિકાએ આ ડાયરેક્ટરને લબડાવ્યા, પહેલાં ફિલ્મ કરવા તૈયાર થઇ અને હવે હાથ ઉંચા કરી લીધાં

Bansari

સુરતની રઘુવીર માર્કેટમાં ભીષણ આગ, તસવીરોમાં જુઓ આગનું વિકરાળ સ્વરૂપ

Bansari

IRCTC દર મહિને 8 લાખ ટિકિટ કેન્સલ કરે છે,કારણ જાણીને લાગશે નવાઇ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!