GSTV
Gujarat Government Advertisement

કામની વાત/ વર્ક ફ્રોમ હોમ માટે આ છે 5 સૌથી સસ્તા બ્રોડબેન્ડ પ્લાન્સ, ઓછા ખર્ચે મળશે હાઇ ઇન્ટરનેટ સ્પીડ

બ્રોડબેન્ડ

Last Updated on April 13, 2021 by Bansari

દેશમાં વધતા કોરોના કેસ વચ્ચે ફરી એકવાર લૉકડાઉન જેવો માહોલ ઉભો થયો છે. મોટાભાગની કંપનીઓએ વર્ક ફ્રોમ હોમ ફરીથી શરૂ કરી દીધું છે. કોરોનાના વધતાં કેસને જોતાં સ્કૂલોમાં પણ ઑનલાઇન ક્લાસિસ શરૂ થઇ ગયા છે. તેવામાં સૌકોઇ ઘરમાં ઇન્ટરનેટ કનેક્શન લગાવવા માગે છે. જાણો આ સમયે માર્કેટમાં રહેલા 5 સૌથી સસ્તા બ્રોડબેન્ડ પ્લાન્સ વિશે…

BSNL 449 Fiber Basic Plan

સરકારી ટેલીકોમ કંપની BSNL આ સમયે માત્ર 449 રૂપિયામાં એક શાનદાર બ્રોડબેન્ડ કનેક્શન ઑફર કરી રહી છે. આ પ્લાનમાં યુઝરને 30 mbpsની સ્પીડથી કુલ 3300 GB ડેટા મળે છે.

Excitel 399 બ્રોડબેન્ડ પ્લાન

જો તમે એક સસ્તુ બ્રોડબેન્ડ કનેક્શન લેવા માંગતા હોય તો Excitel વિશે પણ વિચારી શકો છો. કંપની માત્ર 399 રૂપિયામાં તમને શાનદાર ઇન્ટરનેટ કનેક્શન આપે છે. તેમાં તમને 100 mbps સુધીની સ્પીડ મળે છે. જો કે આ પ્લાન માટે તમારે એક વર્ષનું સબ્સ્ક્રિપ્શન લેવુ પડશે.

બ્રોડબેન્ડ

Airtel Xtreamનો 499 વાળો પ્લાન

ટેલીકોમ કંપની એરટેલ પણ દેશના લગભગ તમામ શહેરોમાં બ્રોડબેન્ડ કનેક્શન ઉપલબ્ધ કરાવી રહી છે. તમે એરટેલના 499 રૂપિયા વાળા પ્લાન વિશે વિચારી શકો છો. આ પ્લાનમાં યુઝર્સને 40 mbpsની સ્પીડ મળે છે. સાથે જ અનલિમિટેડ કૉલિંગની સુવિધા પણ આપવામાં આવી રહી છે.

Jio Fiberનો 399 રૂપિયાનો પ્લાન

જિયો પણ આ સમયે સસ્તો ઇન્ટરનેટ પ્લાન ઑફર કરી રહી છે. 399 રૂપિયા વાળા પ્લાનમાં તમને 30 mbpsની સ્પીડ મળે છે. સાથે જ OTTના બેનેફિટ પણ આપવામાં આવી રહ્યાં છે.

Jioનો 699 રૂપિયા વાળો પ્લાન

JioFiberમાં જ તમને એક 699 રૂપિયા વાળો પ્લાન પણ ઑફર કરવામાં આવી રહ્યો છે. કંપની આ પ્લાનમાં 100mbpsની સ્પીડ આપે છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

સાવધાન/ શું ગૌમૂત્ર અને ગાયના ગોબારથી સારો થઇ જશે કોરોના ? ડોક્ટરે આપી ચેતવણી, તમે પણ જાણી લેવો

Damini Patel

જાણવું જરૂરી/ શું ગૌમૂત્ર અને ગાયના છાણથી કોરોનાને આપી શકાય છે મ્હાત? ડોક્ટરોએ આપી આ ગંભીર ચેતવણી

Bansari

ખાસ વાંચો / બ્લેક ફંગસ અથવા મ્યુકરમાઇકોસિસથી બચવા માટે શું કરવું અને શું ના કરવું? જાણો સરકારે શું કહ્યું

Bansari
Do NOT follow this link or you will be banned from the site!