GSTV
Home » News » Valentine Week: 5 એવા બોલીવૂડ સ્ટાર્સ, જે પત્નિ છોડીને ફરે છે ગર્લફ્રેન્ડ સાથે

Valentine Week: 5 એવા બોલીવૂડ સ્ટાર્સ, જે પત્નિ છોડીને ફરે છે ગર્લફ્રેન્ડ સાથે

અફેયર, લગ્ન અને પછી છુટાછેડા..બોલીવૂડ સ્ટાર્સ માટે આ કોઈ મોટી વાત નથી. કોણ ક્યારે અને ક્યા વળાંક પર આવીને ઉભો રહે તે કહિ ન શકાય. આજે પ્યાર છે તો કાલે તકરાર છે. ફિલ્મી સિતારાઓની તકરારમાં સમાધાન નહિ પણ છુટાછેડાની સંભાવના વધુ છે. એટલે જે છુટાછેડા લઈને અલગ થવું એ સિનેસિતારા માટે સાવ સામાન્ય વાત છે. હકિકતે એવું છે કે હાલમાં વેલેન્ટાઈન વિક ચાલે છે. તેવામાં આપણે એવા પાંચ બોલીવીડ સ્ટાર્સની વાત કરીશું. જે પોતાની પત્નિને છોડીને ગર્લફ્રેન્ડ સાથે જોવા મળે છે. આવો જાણીએ ફિલ્મી સિતારાનાં ઇલુ-ઇલુ વિશે.

ગર્લફ્રેન્ડ સાથે સમય પસાર કરવા વાળા અભિનેતાની યાદીમાં પહેલુ નામ હેન્ડસમ અને ટોલ અભિનેતા અર્જુન રામપાલનું આવે છે. હાલમાં અર્જુન પોતાની ફિલ્મો માટે ઓછો અને લવ લાઇફ માટે વધારે ચર્ચામાં રહે છે. અર્જુન રામપાલે વર્ષ 1998માં પોતાનાંથી બે વર્ષ મોટી સુપરમોડલ મેહર જેસિયા સાથે લગ્ન કર્યા. ઘણાં સમયથી જેસિયા અને અર્જુન વચ્ચે ખટરાગ ચાલે છે. ત્યારબાદ બન્ને અલગ થવાની જાહેરાત કરી ચુક્યા છે. આજકાલ અર્જુન રામપાલ સાઉથ આફ્રિકન મોડેલ ગૈબરીલાને ડેટ કરી રહ્યા છે. અર્જુન રામપાલે પોતાનાં ઇનસ્ટાગ્રામ એકાઉન્ટમાં એક ફોટો શેર કરી હતી. જે ફોટોમાં તે પોતાની ગર્લફ્રેન્ડ સાથે નજરે પડે છે. આ તસ્વીર કોઈનાં લગ્ન સમારંભની હતી. તસ્વીરનાં કેપ્શનમાં અર્જુને લખ્યું છે કે ..લગ્નમાં..પણ મારા નહિ.

અભિનેતા,ગાયક અને નિર્દેશક ફરહાન અખ્તરનું નામ પણ આ યાદિમાં સામેલ છે. તમને જણાવી દઈએ કે ફરહાન અખ્તરે વર્ષ 2000માં અધુરા ભબાની સાથે લગ્ન કર્યા હતાં. 17 વર્ષ પછી આ લગ્નજીવનમાં ભંગાણ થયું. ફરહાન અને અધુના છેલ્લા 2 વર્ષથી અલગ અલગ રહે છે. અધુનાને છોડ્યા પછી ફરહાન સિંગર શિવાની દાંડેકર સાથે મોજ કરે છે. છેલ્લા ઘણાં મહિનાથી ફરહાન અને શિવાનીની કેટલીય તસ્વીરો સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ છે. જે તસ્વીરો પરથી એવું લાગે છે કે બન્ને વચ્ચે કાંઈક ખિચડી રંધાઈ રહિ છે. શિવાની ફરહાનનાં જન્મદિવસની પાર્ટીમાં પણ હાજર રહિ હતી.

બોલીવૂડનાં દબંગ ખાન એટલે કે સલમાન ખાનનાં લઘુ બંધુ અરબાઝ ખાન પણ આ વાતમાં પાછળ નથી. મલાઈકા અરોરાથી અલગ થયા પછી તેમનું નામ જોર્જિયા એન્ડ્રિયાની સાથે જોડાઈ ગયું છે. જાણવા મળ્યું છે કે અરબાઝ ઘણી વખત પોતાની ગર્લફ્રેન્ડ જોર્જિયા એન્ડ્રિયાની સાથે ડેટ પર જતા ક્લિક થયા છે. મલાઈકા અરોરા સાથે લગ્ન કર્યાનાં 16 વર્ષ પછી બન્ને અલગ થયા હતાં. હવે અરબાઝ જોર્જિયા સાથે રિલેશનશીપમાં છે. હાલમાં જ આ પ્રેમી પંખીડા મુંબઈનાં એક રેસ્ટોરન્ટમાં સાથે જોવા મળ્યા હતાં.

પ્રેમી પંખીડાની યાદીમાં ફિલ્મ મેકર અનુરાગ કશ્યપનું નામ પણ પાછળ નથી. અનુરાગે ફિલ્મ દેવની લીડ હિરોઈન રહિ ચુકેલી કલ્કિ કોચલીન સાથે વર્ષ 2011માં સપ્તપદીનાં ફેરા ફર્યા હતાં. જો કે લગ્નનાં ચાર વર્ષ બાદ છુટછેડાની સ્થિતી આવી. જો કે હાલમાં તો અનુરાગ પોતાની ગર્લફ્રેન્ડ શુભાના શેટ્ટી સાથે ચર્ચાનાં ચકડોળે છે.

બોલીવૂડનાં વિખ્યાત ગીત છૈયા-છૈયાથી પોતાની ઓળખ બનાવનારી અભિનેત્રી મલાઈકા અરોરા એ 16 વર્ષ પહેલા અરબાઝ ખાન સાથે લગ્ન કર્યા હતાં. જો કે મલાઈકા અને અરબાઝનાં રસ્તા હવે અલગ-અલગ છે. તલાક થયા પછી અરબાઝ ખાન ગર્લફ્રેન્ડ જોર્જિયા સાથે મજા કરે છે, તો બીજી તરફ મલાઈકા અરોરા નવોદિત અભિનેતા અને પોતાનાંથી 12 વર્ષ નાના અર્જુન કપુર સાથે ખુબ ચર્ચામાં છે. મલાઈકા અરોરા અને અર્જુન કપુર ઘણી વાર એકસાથે કેમરાની નજરે કેદ થયા છે.

READ ALSO

Related posts

આ રાજ્યમાં સાંબેલાધાર વરસાદ, કેનાલમાં ફસાયેલી બે વ્યક્તિઓનું કરાયું રેસ્કયું

Path Shah

યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને નહી, આ દેશને આપી ગંભીર ચેતવણી

Path Shah

અમદાવાદ: જાણીતી બ્રાન્ડની બોટલોમાં સસ્તો દારૂ ભરીને વેચવાનુ કૌભાંડ ઝડપાયું

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!