GSTV
World

Cases
3375127
Active
2872721
Recoverd
391234
Death
INDIA

Cases
110960
Active
109462
Recoverd
6348
Death

ફિલ્મોમાં ખલનાયિકાનું કિરદાર નિભાઈ ચૂકી છે આ 5 બૉલીવુડ એક્ટ્રર્સ, એક છે હૉલીવુડમાં પણ ફેમસ

હિંદી સિનેમામાં શરૂઆતના સમયથી જ પર્દા પર હંમેશા કોઈ અભિનેતા વિલન તરીકેની ભૂમિકામાં જોવા મળ્યા છે. મદન પુરી, જીવન, અમરીશ પૂરી અને હવે બૉલિવૂડમાં નવાઝુદ્દીન સિદ્દીકી પોતાની ખલનાયિકીની છાપ છોડવામાં સફળ સાબિત થયા છે. જૂના જમાનામાં અભિનેત્રી લલિતા પવાર નેગેટિવ કેરેક્ટરના લીધે ખૂબ જ પોપ્યુલર થઈ હતી. તે એકલી એવી નેગેટિવ મહિલા કેરેક્ટર હતી. જેની ફિલ્મોમાં ખૂબ જ ડિમાન્ડ હતી. આ દરમિયાન વાત કરીશું બૉલીવુડની એ 5 અભિનેત્રીઓની જે ફિલ્મોમાં ખલનાયિકાના કિરદારમાં છવાઈ હતી. આ કડીમાં સૌથી પહેલા વાત કરીશું વિશ્વ સુંદરી એશ્ર્વર્યા રાયની.

રાજકુમાર સંતોષી નિર્દેશિત ફિલ્મ ખાખી (2004)માં અભિનેત્રી એક નેગેટીવ ભૂમિકામાં જોવા મળી હતી. એશના ફિલ્મ કરિયરમાં પહેલી વાર હતું કે તે ફિલ્મમાં નેગેટીવ કેરેક્ટરમાં દેખાઈ હતી. ફિલ્મમાં તેની આ ભૂમિકાને ખૂબ તાળીઓ પણ મળી હતી. અમિતાભ બચ્ચન, અજય દેવગન, અક્ષય કુમાર અને તુષાર કપૂર ફિલ્મમાં લીડ રોલમાં હતા.

90ના દશકમાં પોતાના શ્યામ રંગથી ચર્ચાનું કેન્દ્ર બનેલી અભિનેત્રી કાજોલ પણ ફિલ્મ કરિયરના શરૂઆતના સમયમાં નેગેટિવ રોલ કરી છવાઈ ગઈ હતી. વર્ષ 1997માં રિલીઝ થયેલી થ્રિલર ફિલ્મ ‘ગુપ્ત’માં કાજોલે ઈશા નામની એક છોકરીની નેગેટિવ ભૂમિકા ભજવી હતી. ફિલ્મમાં બોબી દેઓલ અને મનીષા કોઈરાલા લીડ રોલમાં દેખાયા હતા. ફિલ્મમાં કાજોલની ભૂમિકા ખૂબ જ ખતરનાક બતાવવામાં આવી હતી. જેમાં તેમના પર ઘણા લોકોનું મર્ડર કરવાનો આરોપ હોય છે અને અંતે તે પોલીસની ગોળીથી મરી જાય છે.

બૉલીવૂડની દેશી ગર્લ પ્રિયંકા ચોપડા આજે હિંદી સિનેમામાં જ નહીં પરંતુ હૉલીવૂડમાં પણ પોતાની ઓળખ સ્થાપિત કરવામાં સફળ થઈ છે. ફિલ્મ ધ હીરો (2003)માં એક સપોર્ટિંગ રોલ કરીને પ્રિયંકાએ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પગ મૂકયો હતો. ત્યાં જ આગામી વર્ષ 2004માં ફિલ્મ એતરાજમાં પ્રિયંકાએ નેગેટીવ કિરદારમાં સાબિત કરી દીધું કે તે હવે રોકાશે નહીં. જોકે, આ ફિલ્મમાં તે સપોર્ટિંગ રોલમાં હતી પરંતુ પોતાની ભૂમિકાથી તેમણે કરીના કપૂરના સ્ટારડમને રાતોરાત ડગમગાવી દીધુ હતું. જણાવી દઈએ કે ફિલ્મમાં અક્ષય કુમાર અને કરીના કપૂર મુખ્ય ભૂમિકામાં હતા.

‘એક થી ડાયન’ વર્ષ 2013માં રિલીઝ થઈ જે એક સુપર નેચરલ થ્રિલર ફિલ્મ છે. જેનું નિર્દેશન કાનન અય્યરે કર્યુ હતું. ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં ઈમરાન હાશમી, હુમા કુરેશી, કોંકણા સેન શર્મા અને કલ્કિ કોચ્લિન પણ દેખાયા હતા. ફિલ્મ એકતા કપૂર, શોભા કપૂર, વિશાલ ભારદ્રાજ અને રેખા ભારદ્રાજ દ્રારા સહ નિર્મિત હતી. જણાવી દઈએ કે ફિલ્મમાં કોંકણા એક નેગેટિવ કિરદારમાં દેખાઈ હતી. જોકે, બોક્સ ઑફિસ પર કમાલ કરી શકી ન હતી પરંતુ કોંકણા પોતાના અભિનયથી એક વાર ફરી તારીફ લાયક બની હતી.

અંતમાં વાત કરીશું 80ના દશકની સુપરહિટ ફિલ્મ બેતાબ (1983)થી પોતાના અભિનયનું ઉદ્દગાટન કરનાર અભિનેત્રી અમૃતા સિંહની અમૃતાએ ફિલ્મી કરિયરમાં એકથી વધુ હિટ ફિલ્મો કરી છે અને આજે પણ તે ફિલ્મોમાં અહમ ભૂમિકા નિભાવતી નજર આવે છે. તેઓ છેલ્લી ફિલ્મ હિંદી મિડિયમ (2017)માં દેખાઈ હતા. આની વચ્ચે વાત કરીશું અમૃતાના એ કિરદારોની જેમાં તે ખલનાયકની ભૂમિકા નિભાવી રહી છે. આ કડીમાં ફિલ્મ સૂર્યવંશી (1992) અને કળયુગ (2005) શામેલ છે.

Read Also

Related posts

કોરોના વાયરસના કારણે દેશના અર્થતંત્ર પર અંદાજ કરતા ઘણી વધારે થઈ અસર

Nilesh Jethva

મમતા બેનર્જીએ ગૃહપ્રધાન અમિત શાહના નિવેદન બાદ કેન્દ્ર સરકાર પર કર્યા આકરા પ્રહારો

Nilesh Jethva

પક્ષપલટુ ધારાસભ્યોને પ્રજાએ જાહેરમાં મારવા જોઇએ, બનાસકાંઠાના ધારાસભ્યો ગુજરાતમાં જ રહેશે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!