GSTV
World

Cases
2953049
Active
2287105
Recoverd
350446
Death
INDIA

Cases
83004
Active
64426
Recoverd
4337
Death

વિશાખપટ્ટનમ ગેસ લીક થયા અગાઉ ભારતને હચમચાવી દેનાર આવી 5 દુર્ઘટનાઓ

ગેસ

આજે આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં ગેસ લીકની ઘટના ઘટી હતી, જેમાં 10 લોકોના મૃત્યુ થઈ ગયા છે. આ દુર્ઘટનાઓ અગાઉ 5 સૌથી વધુ વિનાશક ઘટના ઘટી હતી, જે 5 સૌથી પીડાજનક ઔદ્યોગિક દુર્ઘટનાઓમાં સામેલ છે.

ભોપાલ ગેસ દુર્ઘટના, 1984

2-3 ડિસેમ્બર, 1984ની રાત કોઈ ભૂલ્યું નથી, જેની સવાર અતિ દર્દનાક હતી. એ રાતે મધ્યપ્રદેશના ભોપાલમાં યુનિયન કાર્બાઇડ ઇન્ડિયા લિમિટેડની કંપનીના પ્લાન્ટમાંથી મિથાઇલઆઇસોસાઇનેટ ગેસની સાથે અન્ય રાસાયણિક પદાર્થો લીક થયા હતા. આ કારણે હજારો લોકો મરણને શરણ થયા હતા. જ્યારે આ દુર્ઘટનાઓમાં લગભગ 8000 લોકો માર્યા ગયા હતા, ત્યારે 40,000 લોકો ઘાયલ થયા હતા. અત્યાર સુધી આ કરુણાંતિકાને પગલે અંદાજે 16,000 લોકોએ અત્યાર સુધી પોતાનો જીવ ગુમાવ્યાં છે.

ઊંચાહાર એનટીપીસી પ્લાન્ટ દુર્ઘટના, 2017

1 નવેમ્બર, 2017ના રોજ ઉત્તરપ્રદેશ ઊંચાહારમાં સ્થિત એનટીપીસીના એક પ્લાન્ટમાં દુર્ઘટના ઘટી હતી, જેમાં લગભગ 43 લોકો માર્યા ગયા હતા અને અંદાજે 100 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. 1 નવેમ્બરે સવારે લગભગ 3.30 વાગે એનટીપીસીના પ્લાન્ટમાં બૉઇલરમાં મોટો વિસ્ફોટ થયો હતો. ઘટના દરમિયાન લગભગ 200 લોકો ડ્યુટી પર હતા. ઘટનાના વિસ્ફોટની એવી તસ્વીરો સામે આવી હતી, જેને જોતા જ રુંવાડા ઊભા થઈ ગયા હતા.

ચાસનાલા ખાન દુર્ઘટના, 1975

આ દુર્ઘટના 27 ડિસેમ્બર, 1975ના રોજ ઝારખંડના ધનબાદમાં સ્થિત ચાસનાલામાં ઘટી હતી. અહીં કોલસાની ખાણમાં પહેલો વિસ્ફોટ થયો હતો અને પછી એમાં પાણી ભરાઈ ગયું હતું. એમાં લગભગ 380 મજૂરો માર્યા ગયા હતા. અમિતાભ બચ્ચન, શશી કપૂર અને શત્રુઘ્ન સિંહાની મલ્ટિ-સ્ટારર ફિલ્મ કાલા પત્થર આ સત્યઘટના પર આધારિત હતી.

જયપુર ઑઇલ ડેપોમાં આગ, 2009

29 ઓક્ટોબર, 2009ના રોજ રાજસ્થાનના જયપુરમાં સ્થિતિ ઇન્ડિયન ઓઇલના એક ડેપોમાં આ દુર્ઘટના ઘટી હતી. આ ઘટનામાં લગભગ 8000 કિલોમીટર પેટ્રોલની ટાંકી ફાટી ગઈ હતી, જેમાં 12 લોકો માર્યા ગયા હતા. એમાં 300 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. આ ઘટનાને કારણે અગનજવાળાઓને લગભગ એક અઠવાડિયા સુધી દૂરદૂરથી જોઈ શકાતી હતી. આ ઘટનાની ગંભીરતાને જોઈને લગભગ 5 લાખ લોકોને ખસેડવામાં આવ્યા હતા.

કોરબા ચિમની દુર્ઘટના, 2009

કોરોના

છત્તિસગઢના કોરબામાં 23 સપ્ટેમ્બર, 2009ના રોજ એક મોટી દુર્ઘટના થઈ હતી. જ્યારે ઔદ્યોગિક દુર્ઘટનાની વાત આવશે, ત્યારે આ દુર્ઘટનાને યાદ કરવામાં આવશે. ભારત એલ્યુમિનિયમ કંપની લિમિટેડ એક ચિમની બનાવતી હતી, જે 240 મીટર બની ગઈ હતી. પણ એકાએક ચિમની લગભગ 100 મજૂરો પર તૂટી પડી. એમાં 45 મજૂરો એની નીચે દટાઈને મરી ગયા હતા અને અન્ય લોકોને ઇજા થઈ હતી.

Read Also

Related posts

આ તો કેવો અંધવિશ્વાસ! ટીમની જીત માટે આ ખેલાડી મેદાન પર કરતો પેશાબ, આ ભાઇની તો વાત જ ના થાય

Bansari

હિરોઇનોને ટક્કર મારે એટલી ગ્લેમરસ છે મિથુન ચક્રવર્તીની લાડલી, બોલીવુડમાં ડેબ્યૂ માટે છે તૈયાર

Bansari

સદીના સૌથી મોટા તોફાન પછી, આ શહેરમાં આકાશનો રંગ ગુલાબી થઈ જવાનું રહસ્ય જાણો

Dilip Patel
Do NOT follow this link or you will be banned from the site!