ઝીરો બેલેન્સ સેવિંગ્સ એકાઉન્ટ એક એવુ ખાતુ છે જેમાં તમારે મિનિમમ બેલેન્સ મેન્ટેન કરવાની ઝંઝટ નથી હોતી. આ એકાઉન્ટ્સમાં તમારે કોઇ ચાર્જ આપવાનો નથી હોતો અને સાથે જ તેના ડિએક્ટિવેટ થવાનો ભય પણ નથી હોતો. આજે અમે તમને 5 બેન્કના ઝીરો બેલેન્સ એકાઉન્ટ વિશે જણાવી રહ્યાં છીએ, જેમાં તમને શાનદાર વ્યાજ મળશે. એકાઉન્ટ ખોલાવતા પહેલા આ ખાતાની લિસ્ટ ચેક કરી લો…
IDFC First Bank, ફર્સ્ટ સેવિંગ એકાઉન્ટ:

આ ઝીરો બેલેન્સ સેવિંગ એકાઉન્ટમાં, તમને કોઈપણ એટીએમથી અનેક ટ્રાન્ઝેક્શનનો લાભ મળે છે. તમે મોબાઇલ બેન્કિંગ અને નેટબેંકિંગની સેવાઓ પણ મફતમાં મેળવી શકો છો. જરૂરી દસ્તાવેજો સાથે, તમે કોઈપણ નજીકની શાખામાં જઈને આ એકાઉન્ટ ખોલાવી શકો છો. આ બેંકનું ઝીરો બેલેન્સ એકાઉન્ટ પર 6 થી 7% ના દરે વ્યાજ મળે છે.
SBI -બેઝિક સેવિંગ્સ બેંક ડિપોઝિટ એકાઉન્ટ:

તમે માન્ય કેવાયસી દસ્તાવેજની મદદથી આ એકાઉન્ટ ખોલી શકો છો. બેંક તમને રૂપે એટીએમ કમ ડેબિટ કાર્ડ પણ આપશે, જેની મદદથી એટીએમમાંથી પૈસા ઉપાડી શકાય છે. તેમાં દર મહિને, તમને એસબીઆઈના એટીએમ અથવા અન્ય બેંકોના એટીએમમાંથી 4 કેશ વિડ્રોઅલ ફ્રી મળશે. ઉપરાંત, તમને આ બેંક ખાતામાં રાખેલા નાણાં પર વાર્ષિક 2.75 ટકાના દરે વ્યાજ પણ મળશે.
IndusInd Bank- ઈન્ડસઇન્ડ ઓનલાઇન સેવિંગ એકાઉન્ટ:

ઓનલાઇન બચત ખાતામાં પણ અમર્યાદિત એટીએમ ટ્રાન્ઝેક્શનનો લાભ મળે છે. ઉપરાંત, મોબાઇલ બેન્કિંગ અને ઇન્ટરનેટ બેંકિંગની સેવાઓ ફ્રી છે. તમે ઓનલાઇન અરજી દ્વારા તમારા આધાર અને પાન આપીને ઝીરો બેલેન્સ સેવિંગ એકાઉન્ટ ખોલી શકો છો. આમાં તમને 4 થી 6 ટકા જેટલું વ્યાજ મળશે.
Kotak Mahindra Bank – 811 ડિજિટલ બેંક એકાઉન્ટ:

આ બેંક એકાઉન્ટમાં તમારે કોઈ પણ મિનિમમ બેલેન્સ રાખવાની જરૂર રહેશે નહીં. તમે આ એકાઉન્ટ ડિજિટલ બેંકિંગનો ઉપયોગ કરીને ખોલાવી શકો છો. આમાં, તમને 811 વર્ચુઅલ ડેબિટ કાર્ડ પણ મળશે, જેનો ઉપયોગ તમે ઓનલાઇન શોપિંગ, બિલ પેમેન્ટ અને ડીટીએચ રિચાર્જ માટે કરી શકો છો. તમને આ બેંક એકાઉન્ટમાં 4 ટકા જેટલું વ્યાજ મળે છે.
HDFC Bank – બેસિક સેવિંગ્સ બેંક ડિપોઝિટ એકાઉન્ટ:

એચડીએફસી બેંકમાં બેસિક સેવિંગ્સ બેંક ડિપોઝિટ એકાઉન્ટ ખોલી શકાય છે, જેમાં તમારે કોઈ મિનિમમ બેલેન્સ રાખવાની જરૂર રહેશે નહીં. એકાઉન્ટ ધારકોને એટીએમ કમ ડેબિટ કાર્ડ, ફ્રી પાસબુક, ફ્રી ડિપોઝીટ, વિડ્રોઅલ તેમજ ચેકબુક, ઇમેઇલ સ્ટેટમેન્ટ, ડિમાન્ડ ડ્રાફ્ટ જેવી સેવાઓ ફ્રી મળશે. ઉપરાંત, નેટબેંકિંગ, ફોન બેંકિંગ અને મોબાઇલ બેંકિંગ જેવી સેવાઓ પણ ઉપલબ્ધ થશે. દર મહિને 4 રોકડ ઉપાડની મર્યાદા હોય છે. આ એકાઉન્ટ પર તમને 3 થી 3.5% ના દરે વ્યાજ મળે છે.
Read Also
- રાજસ્થાનમાં ડિઝનીલેન્ડમાં મોટી દુર્ઘટના, 30 ફૂટ ઉપરથી પડી રાઈડ, ઘણા લોકો ઈજાગ્રસ્ત, જુઓ વિડીયો
- જમ્મુ કાશ્મીરમાં વિદેશી મૂડી રોકાણ વધ્યું, રેકોર્ડ તોડ દોઢ કરોડથી વધુ પ્રવાસીઓએ લીધી મુલાકાત
- અમદાવાદમાં પૂર્વ અને પશ્ચિમના ઘણા વિસ્તારોમાં અનુભવાયા ભૂકંપના આંચકા, લોકો ઘર બહાર દોડી આવ્યાં
- SCOની બેઠકમાં ખોટો નકશો લઈને આવ્યું પાકિસ્તાન, ભારતે કહ્યું ‘નકશો સુધારો, નહીં તો દૂર રહો’
- તૂટેલા દાંતવાળી કોમેડી સર્કસની નાનકડી ગંગુબાઇ યાદ છે ? ફોટો જોઇને ઓળખી પણ શકશો નહી