GSTV
Fashion & Beauty Life Trending

Anti-aging Treatments: 30ની ઉંમરમાં જ હાથ પર દેખાવા લાગી છે કરચલીઓ? સુંદરતા બગડતા પહેલા જ ફોલો કરો આ 5 ટિપ્સ

સુંદર દેખાવા માટે માત્ર ચહેરાની સુંદરતા જ પૂરતી નથી, પરંતુ તમારા હાથ સુંદર દેખાવા જરૂરી છે. ચહેરા માટે તો આપણે આપણા સ્કિન કેર રૂટીનમાં ઘણી બધી વસ્તુઓનો સમાવેશ કરીએ છીએ, પરંતુ હંમેશા આપણે આપણા હાથને ભૂલી જઇએ છે. જ્યારે સત્ય એ છે કે, હાથ આપણા શરીર કરતાં ઝડપથી વૃદ્ધ થવા લાગે છે.

એક્સપર્ટ જણાવે છે કે, જેમ-જેમ તમારી ઉંમર વધે છે, તેમ ત્વચા પાતળી થતી જાય છે અને હાથના પાછળનાં ભાગની ચરબી ઓછી થવા લાગે છે. ખાસ કરીને ઉનાળામાં હાથ સૂર્યનાં સંપર્કમાં આવવાથી અથવા હાથને વારંવાર ધોવાથી તેમાં ડ્રાયનેસની સમસ્યા વધવા લાગે છે અને કરચલીઓ દેખાવા લાગે છે.

તેમજ હાથનો કલર પણ ડલ પડવા લાગે છે, પરંતુ હાથને યંગ રાખવા માટે અત્યારથી જ તેની સારસંભાળ રાખવાનું શરૂ કરી દેવું પડશે. અહીં કેટલાંક ઉપાય આપવામાં આવ્યા છે જેની મદદથી હાથ પહેલાંની જેમ યંગ અને બ્યુટીફૂલ બની શકે છે.

ગ્લોવ્ઝ પહેરો

તમારા હાથ તમારા બધા કામમાં મદદ કરે છે. તેથી તેની સંભાળ રાખવાની તમારી ફરજ છે. હંમેશા ધૂળ-માટી લાગવાથી અને ખરાબ વાસણ ધોવાથી તમારા હાથ ડ્રાય થઇ જાય છે, જેના કારણે હાથની ત્વચા ફાટવા લાગે છે. તેનાથી બચવા માટે જ્યારે પણ તમે ઘરનું કોઇ પણ કામ કરો છો, જેમાં પાણી અને ડિટર્જન્ટનો ઉપયોગ થઇ રહ્યો હોય, તો બંને હાથમાં ગ્લોવ્ઝ પહેરવાની આદત પાડો.

​એન્ટી એજિંગ હેન્ડ ક્રીમ

30 પછી ચહેરાની સંભાળ માટે એજિંગ ક્રિમનો ઉપયોગ તમે જરૂર કરતા હશો, પરંતુ તમે ક્યારેય અનુભવ્યું છે કે પોતાને યંગ રાખવા માટે હાથની પણ કાળજી લેવાની જરૂર છે. રોજ મોઈશ્ચરાઈઝ કરવા સિવાય તમારા હાથ પર સનસ્ક્રીન લગાવવું જોઈએ. કારણ કે હાથ શરીરનો એવો ભાગ છે, જેને સૂર્યના યુવી કિરણોના સંપર્કમાં આવવું પડે છે. આ કિસ્સામાં SPF ક્રીમ તમારા હાથને સન ડેમેજ અને ટેનિંગથી બચાવે છે.

​નિયમિત તેલ લગાવો

શું તમે જાણો છો કે, તમારી આંગળીઓ તમારું વ્યક્તિત્વ દર્શાવે છે? પરંતુ છોલાયેલી ક્યુટિકલ્સવાળી ત્વચા પણ તમારા વ્યક્તિત્વને બગાડી શકે છે. આ કિસ્સામાં ક્યુટિકલ બેડને પોષણ અને ટાઇટ કરવા માટે તેલ લગાવવાથી આંગળીઓનાં સ્વાસ્થ્યમાં સુધારો આવે છે તેમજ ત્વચામાં ચમક પણ આવે છે. ઉલ્લેખનિય છે કે, તળિયામાં રહેલા હર્બલ ગુણો નખને મજબૂત અને લાંબા કરે છે

​નખને રાખો નાના

તમારા હાથની ઉંમરને વધતી રોકવા માટે નખને હંમેશા નાના રાખો. જોકે, નાના નખમાં ક્યારેય ગંદકી જમા થતી નથી અને તમારા હાથ ચોખ્ખા દેખાય છે. આ ગંદકી અને નખને તૂટવાથી બચાવવાનો સૌથી સારો ઉપાય છે.

​સલ્ફેટ ફ્રી નેલ પોલિશનો કરો ઉપયોગ

નેલ પોલિશ અને નેલ રિમૂવર બંને કેમિકલથી ભરપૂર હોય છે, જે વાસ્તવમાં નખની ચમક અને બનાવટને ખરાબ કરવા માટે જવાબદાર છે. તેથી ધ્યાન રાખો કે તમે જે નેલ પોલિશ અને નેલ રિમૂવરનો ઉપયોગ કરો છો તે સલ્ફેટ ફ્રી હોવું જોઇએ. જો તમારી નેલ પોલિશ ચોંટી જાય છે તો નેલપેઇન્ટનો બીજો કોટ લગાવીને ઓવર પેઇન્ટ ન કરો. તેના કરતા એસીટોનની એક બોટલ લઇ તેને હટાવી, બીજો ફ્રેશ કોટ લગાવવો. આવી રીતે લગાવવાથી તમારા નખ હાથને સાફ અને પોલિશ લૂક આપશે.

MUST READ:

Related posts

રાખી સાવંતે હવે હેમા માલિનીને આપ્યો જવાબ, કહ્યું- હું બીજી સ્મૃતિ ઈરાની બનીશ

GSTV Web Desk

આધારકાર્ડ મુદ્દે UIDAIએ જારી કરી અપડેટ, કરોડો લોકો પર થશે અસર

Hemal Vegda

Ration Card: આ સ્થિતિમાં કેન્સલ થઈ જશે તમારૂં રાશન કાર્ડ, જાણો સરકારના લેટેસ્ટ નિયમ

Hemal Vegda
GSTV