GSTV
Home » News » IPL 2019: આ 5 ખેલાડીઓએ ફટકારી સૌથી લાંબી સિક્સર, રસેલ નહી આ ભારતીય છે અસલી ‘સિક્સર કિંગ’

IPL 2019: આ 5 ખેલાડીઓએ ફટકારી સૌથી લાંબી સિક્સર, રસેલ નહી આ ભારતીય છે અસલી ‘સિક્સર કિંગ’

ઇન્ડિયન્સ ટી-20 લીગનો રોમાંચ હાલ ચરમ સીમા પર છે. શુક્રવાર સુધી રમાયેલી 26 મેચમાં અત્યાર સુધી ખૂબ છક્કા-ચોગ્ગાનો વરસાદ જોવા મળ્યો. સિક્સર ફટકારવાના મામલે હાલ કેરેબિયન ખેલાડી ટૉપ પર છે.  આ જ કારણ છે કે સીઝનમાં અત્યાર સુધી 300થી વધુ સિક્સર ફટકારાઇ છે.

આંદ્રે રસેલ

દિલ્હી સામેની મેચમાં રસેલે ઇનિંગમાં 6 સિક્સર ફટકારી. આ જ મેચની 16મી ઓવરમાં રસેલે હર્શલ પટેલના બોલ પર 98 મીટર લાંબી સિક્સર ફટકારી.

ક્રિસ ગેલ

30 માર્ચે મુંબઇ સામેની મેચમાં મિચેસ મેક્કલેંઘનની સતત બે બોલ પર ગેલે બે લાંબી સિક્સર ફટકારી. તેમાં પ્રથમ સિક્સર ડીપ-મિડ વિકેટની ઉપરથી 101 મીટરના અંતર હતો. આ જ મેચમાં ગેલે ઇન્ડિયન ટી-20 લીગમાં 300 સિક્સર ફટકારવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો.

ઉમેશ યાદવ

31 માર્ચે હૈદરાબાદ સામેની મેચમાં ઉમેશ યાદવે આ સિક્સર ફટકારી. સંદીપ શર્માની 16મી ઓવરના 5મા બોલ પર ઉમેશે લોન્ગ ઓન પર 101 ટર લાંબી સિક્સર ફટકારી. જો કે આ મેચમાં તેની ટીમે બેંગલોર સામે 118 રને હારનો સામનો કરવો પડ્યો હતો.

ક્રિસ લીન

બેંગલોર સામેની મેચમાં કલકત્તાના ઓપનર લિને 31 બોલમાં 4 ચોગ્ગા અને બે સિક્સરની મદદથી 43 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી. આ દરમિયાન તેમણે ફિરકી બોલર યુજવેન્દ્ર ચહલના બોલ પર ઇનિંગની છઠ્ઠી ઓવર પર 102 મીટર લાંબી સિક્સર ફટકારી.

હાર્દિક પંડ્યા

બેંગલોર સામે હાર્દિકે 14 બોલ પર અણનમ રહીને 32 રન ફટકાર્યા અને પોતાની ઇનિંગમાં તેણે ત્રણ ધૂંઆધાર સિક્સર ફટકારી. તેમાંથી એક સિક્સર 104 મીટર લાંબી હતી. જે સીઝનની સૌથી મોટી સિક્સર હતી.

Read Also

Related posts

પીએમ મોદીના જન્મદિવસે અમદાવાદીઓને મળી આ નવી ભેટ, જાણશો તો ખુશ થઈ જશો

Mayur

ભારતને યુદ્ધની ધમકી આપનાર પાકના મંત્રીની ખુલી પોલ, કારનાં નાણાં ચૂકવવાનાં છે ફાંફા

Mayur

પ્રધાનમંત્રીના વારાણસીના આ ફેને જે કર્યું તે સાંભળીને તો નરેન્દ્ર મોદી પણ અચંબિત થઈ જશે

Mayur
Do NOT follow this link or you will be banned from the site!