GSTV
World

Cases
5058620
Active
6847690
Recoverd
560141
Death
INDIA

Cases
283407
Active
515386
Recoverd
22123
Death

રોહિતે ચોથા ક્રમે ધોનીની ફેવર કરતાં વિરાટે કર્યો આ બચાવ, આ ખેલાડી છે સૌથી સફળ

ભારતે છેલ્લી ૧૧માંથી ૧૦ વન-ડે શ્રેણીમાં વિજય મેળવ્યો છે. જોકે, આ શાનદાર દેખાવ છતાં ભારત માટે બેટિંગમાં ચોથા ક્રમે કોને ઉતારવો તે પરેશાનીનો વિષય છે. ચેમ્પિયન્સ ટ્રોફી ૨૦૧૭ બાદ ભારતે ૯ બેટ્સમેનોને ચોથા ક્રમે અજમાવ્યા છે. જેમાં ૫૬ની એવરેજ-૯૩ની સ્ટ્રાઇક રેટ સાથે અંબાતી રાયડુ સૌથી સફળ રહ્યો છે. ગત વર્ષના અંતે વિરાટ કોહલીએ ચોથા ક્રમે રાયડુને ટેકો આપ્યો હતો. બીજી તરફ આ વર્ષના પ્રારંભે વાઇસ કેપ્ટન રોહિત શર્માના મતે ધોની ચોથા ક્રમે શ્રેષ્ઠ વિકલ્પ છે. હવે આ ચર્ચાએ ફરી ત્યારે વેગ પકડયો છે જ્યારે ન્યૂઝીલેન્ડ સામેની ત્રીજી વન-ડે બાદ કોહલી દ્વારા એવું નિવેદન કરવામાં આવ્યું છે કે ચોથા ક્રમ માટે હજુ અનેક દાવેદાર છે.

રાયડુ સારું રમે તો બેટિંગ લાઇનઅપ અંગે તમને વિશ્વાસ થવા લાગે છે

વિરાટ કોહલીએ જણાવ્યું હતું કે, ‘ભારતની છેલ્લી પાંચ મેચ જોતાં જણાશે કે અમે હજુ ચોથા ક્રમ માટે વિવિધ વિકલ્પ અજમાવી રહ્યા છીએ. રાયડુ સારું રમે તો બેટિંગ લાઇનઅપ અંગે તમને વિશ્વાસ થવા લાગે છે. દિનેશ કાર્તિક પરિસ્થિતિ અનુસાર કોઇપણ ક્રમે બેટિંગ કરી શકે છે. એમએસ સારી રીતે બોલ ફટકારી રહ્યો છે. આમ, દરેક બેટ્સમેન સારી રીધમમાં છે.

બોલરો પણ ખૂબ જ સારો દેખાવ કરી રહ્યા છે

ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ ત્રણ વન-ડે બાદ મને નથી થતું લાગતું કે અમારે વધારે કંઇ ચિંતા કરવાની જરૂર છે. તમે રન ચેઝ કરી રહ્યા હોવ ત્યારે તમને કેટલા રન કરવાના છે તેનાથી વાકેફ હોવ છો. પરંતુ પ્રથમ બેટિંગ હોય ત્યારે હરીફ ટીમને કેટલું લક્ષ્યાંક આપવું તે એ વખતે બેટિંગ કરનારા પર મદાર રાખે છે. ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડ સામે 3-૦ની લીડ બાદ પણ જે પ્રકારની આક્રમક્તા જાળવી રાખી તેનો સંતોષ છે. બોલરો પણ ખૂબ જ સારો દેખાવ કરી રહ્યા છે. ‘

Related posts

સચિન પાયલટનું મોટુ નિવેદન : 30 થી વધુ ધારાસભ્યો મારી સાથે, અલ્પમતમાં છે ગહેલોત સરકાર

Nilesh Jethva

આ દુનિયામાં કંઈ પણ અશક્ય નથી, અહીંના વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યુ મનુષ્યની ઉંમર વધારવાનો રસ્તો

Pravin Makwana

જ્યોતિરાદિત્ય સિંધીયા સાથે સચીન પાયલોટની મુલાકાત બાદ રાજકીય ગરમાવો, શું રાજસ્થાનમાં પણ થશે MP વાળી ?

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!