GSTV
Home » News » 4G સિમ હોવા છતા સ્પીડ નથી આવતી? આટલું વાંચીને જોઈ લો, પરેશાની થઈ જશે દૂર

4G સિમ હોવા છતા સ્પીડ નથી આવતી? આટલું વાંચીને જોઈ લો, પરેશાની થઈ જશે દૂર

કાર્ડ અને વોલ્ટી નેટવર્ક છતાં હાલમાં દરેક મોબાઈલ યુઝર્સ ઈન્ટરનેટ સ્પીડના કારણે ખૂબ પરેશાન છે. ઘરની બહાર તો સારી સ્પીડ મળે છે પરંતુ ઘરની બહાર અથવાતો અમુક સ્થાનો પર પુરતા સિગ્નલ છતા સ્પીડ 2જી કરતા પણ ઓછી થઈ જાય છે. જો તમે પણ આ પરેશાનીનો શિકાર છો તો અમે તમને અહીં એક એવી ટિપ આપવા જઈ રહ્યા છીએ જેની મદદથી તમે અમુક જ સેટિંગ્સની મદદથી ફોનની ઈન્ટનેટ સ્પીડને વધારી શકશો.

આ છે પ્રમુખ કારણ

ટેલીકોમ કંપનીઓ કોપર કેબલ અથવા વાયર્ડ નેટવર્કની મદદથી ટાવરને કનેક્ટ કરે છે. આવામાં આ ટાવર્સ સાથે કનેક્ટ થયેલા મોબાઈલ સર્વર પર ઈન્ટરનેટની સ્પીડ સ્લો થઈ જાય છે. ત્યાંજ ઓપ્ટિકલ ફાઈબર સાથે જોડાયેલા ટાવર સાથે કનેક્ટ મોબાઈલ ડિવાઈસ પર ઈન્ટરનેટની સ્પીડ સારી આવે છે. હાલમાં મોટા ભાગની ટેલીકોમ કંપનીઓ પોતાના ટાવરને ઓપ્ટિકલ ફાઈબર સાથે જ કનેક્ટ કરી રહી છે.

મોબાઈલ ફોનમાં આ રીતે કરો સેટિંગ્સ

તમે તમારા સ્માર્ટફોનના નેટવર્ક સેટિંગ્સમાં જઈને પ્રિફર્ડ નેટવર્ક પર 4G અથવા LTE સિલેક્ટ કરી લો. ત્યાર બાદ નેટવર્ક સેટિંગ્સમાં જ એક્સેસ પ્વાઈન્ટ નેટવર્ક એપીએનના સેટિંગમાં જઈને, તેને ચેક કરી લો. એપીએન સેટિંગના મેનુમાં જઈ સેટિંગને ડિફોલ્ટ સેટ કરી લો.

આ વસ્તુ પણ કરી લો ચેક

આટલું કર્યા બાદ તમારા ઈન્ટરનટની સ્પીડ વધી જશે. આ ઉપરાંત તમે ફોનમાં ઉપયોગ થતા સોશિયલ મીડિયા એપને પણ એક વખત ચેક કરી લો કે તેમાં વીડિયોમાં ઓટો પ્લેડ મોડ તો ઓન નથીને કારણ કે, ફેસબુક, ઈન્સ્ટ્રાગ્રામ અને ટ્વીટર જેવી એપ્સ બેકગ્રાઉન્ડમાં ચાલતી રહે છે અને તે ઈન્ટનેટની સ્પીડને ધીમી કરી દે છે. ફોનમાં ઉપયોગ કરવામાં આવતા બ્રાઉઝરમાં ડેટા સેવિંગ મોડને પણ ઓન કરી દો. આના કારણે પણ ફોનમાં ઈન્ટરનેટની સ્પીડ વધી જશે.

Read Also 

Related posts

રાજકોટ: આવાસ યોજનામાં હેરાફેરીની ઉઠતી ફરિયાદ, મનપા દ્વારા સઘન ચેકિંગ કરાતા ફફડાટ

Riyaz Parmar

ટીએમસીને વધુ એક ઝટકો, એક ધારાસભ્ય સહિત દિનાજપુર જિલ્લા પંચાયતના સભ્યો ભાજપમાં જોડાયા

Nilesh Jethva

હાઈકોર્ટમાં આર.ટી.ઇ હેઠળ પ્રીસ્કૂલથી જ બાળકોને પ્રવેશ મળે, રાજ્ય સરકાર પાસે માંગ્યો જવાબ

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!