GSTV

પહેલી માર્ચથી આ સરકારી ટેલિકોમ કંપની લોન્ચ કરી શકે છે દેશમાં 4G સર્વિસ

સરકારી કંપની ભારત સંચાર નિગમ લિમિટેડ 1 માર્ચે 4જી સેવા લોન્ચ કરવા જઈ રહી છે. તેના માટે કંપનીએ ટેલિકોમ વિભાગની પાસે સ્પેક્ટ્રમની માંગ કરી છે. બીએસએનએલે વિભાગે પત્ર લખીને 1 માર્ચથી 4જી સેવાઓ શરૂ કરવા માટે સ્પેક્ટ્રમ રિલીઝ કરવા માટે કહ્યુ છે. કંપનીએ 2017માં પહેલીવાર 4જી સ્પેક્ટ્રમની માંગ કરી હતી. પરંતુ તેને હજી સુધી આપવામાં આવ્યુ નથી.

આવતા સપ્તાહે કર્મચારીઓને ડિસેમ્બરની સેલેરી આપશે કંપની

અહેવાલ મુજબ, કંપની તરફથી 4જી સેવા લોન્ચ, તેના રિવાઈવલ પ્લાનમાં મહત્વનો પડાવ છે. જેકે, કંપનીની સ્પર્ધામાં બની રહેવા માટે જરૂરી છે. દેવામાં ડૂબેલી બીએસએનએલ આવતા સપ્તાહે પોતાના કર્મચારીએને ડિસેમ્બરમાં સેલેરી આપવા માટે તૈયાર કરી રહી છે. કંપનીએ પોતાના 3000 કરોડ રૂપિયાની લોનમાંથી વેંડર અને ક્લીનર પેમેન્ટ કરવાનું શરૂ કરી દીધુ છે.

MTNLની પાસે પણ નથી 4G સ્પેક્ટ્રમ

બીએસએનએલ અને એમટીએનએલની પાસે 4જી સ્પેક્ટ્રમ નથી. જોકે, બીએસએનએલ ઘણા ક્ષેત્રોમાં હાઈએન્ડ બેસ ટ્રાંસીવર સ્ટેશન્સ (બીટીએસ)નો ઉપયોગ કરીને 4જી સેવાઓ પ્રોવાઈડ કરાવી રહ્યા છે. આ સેવા 3જી સ્પેક્ટ્રમ દ્વારા આપવામાં આવી રહી છે. પરંતુ કંપનીને એક ફક્ત બીટીએસ દ્વારા કવર કરાઈ રહેલાં ક્ષેત્રોમાં 3જી અને 4જી સેવાઓ પ્રોવાઈડ કરવવા માટે 4જી સ્પેક્ટ્રમની જરૂર છે.

READ ALSO

Related posts

કાંકરેજ : અંગત અદાવતમાં બે જૂથ વચ્ચે અથડામણ થતા 6 લોકો ઘાયલ, બેની હાલત ગંભીર

Nilesh Jethva

અમદાવાદના ઓઢવમાંથી 16 બાળ મજૂરોને મુક્ત કરાવવામાં આવ્યા, ફેક્ટરીના માલિકની ધરપકડ

Nilesh Jethva

વડોદરા કોર્પોરેશને પોતાની માલિકીની જમીનોની કરશે જાહેર હરાજી, 4૦૦ કરોડની આવક થવાની આશા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!