GSTV

4G ઈન્ટરનેટ સ્પિડ અંગે રિપોર્ટ જાહેર : આ કંપની આપી રહી છે ડાઉનલોડ-અપલોડમાં સારી સર્વિસ

સ્પીડ

મુકેશ અંબાણીની રિલાયન્સ જીયોએ સરેરાશ 4G ડાઉનલોડ સ્પીડમાં ફરી વાર પોતાનો જલવો બનાવી રાખ્યો છે. જ્યારે અપલોડમાં વોડાફોન આઈડિયા નંબર વન પર છે.

ભારતીય દૂરસંચાર નિયામક પ્રધિકરણના ડિસેમ્બરના આંકડા અનુસાર, જીયોની સરેરાશ ડાઉનલોડ સ્પીડ 20.2 એમબીએસ મપાઈ છે. ગત બે મહિનામાં રિલાયન્સ જીયોની સરેરાશ 4G ડાઉનલોડ સ્પીડ 20 એમબીપીએસથી વધુ બનેલ છે.

ગત ત્રણ વર્ષો કરતા પણ વધુ સમયથી રિલાયન્સ જીયો ડાઉનલોડ સ્પીડ મામલે સરેરાશ 4G ઓપરેટર બનેલ છે.

સૂત્રો અનુસાર, ડિસેમ્બરમાં ભારતીય એરટેલના પ્રદર્શનમાં મામલુ ઘટાડો નોંધાયો છે. એરટેલની સરેરાશ 4G ડાઉનલોડ સ્પીડ નવેમ્બરના 8.0 એમબીપીએસ અનુસાર ડિસેમ્બરમાં 7.8 એમબીપીએસ રહી છે. એરટેલના મુકાબલે રિલાયન્સ જીયોની સ્પીડ 2.5 ગણી કરતા પણ વધુ છે.

વોડાફોન અને આઈડિયા સેલ્યુલરે હાલ પોતાના કારોબારને મર્જ કર્યો છે. અને વોડાફોન આઈડિયાના રૂપમાં કામ કરી રહ્યો છે. પરંતુ ટ્રાઈ બંન્નેના આંકડાઓ અલગ અલગ જોવે છે. વોડાફોન અને આઈડિયા નેટવર્કની સરેરાશ 4G ડાઉનલોડ સ્પીડમાં ગત માસના મુકાબલાં અંતર જોવા મળ્યું છે. જેમાં વોડાફોનની સ્પીડ નવેમ્બરના મુકાબલામાં પણ જેમની તેમ 9.8 એમબીપીએસ રહી છે. ત્યાં આઈડિયાની સ્પીડ નવેમ્બરના 8.8 એમબીપીએસ વધીને 8.9 એમબીપીએસ પહોંચી ગઈ છે. વોડાફોન અને આઈડિયા બન્નેની સ્પીડ ડિસેમ્બરમાં એરટેલથી થોડી વધુ રહી પણ જીયોના મુકાબલે અડધાથી પણ ઓછી થઈ ગઈ.

ડિસેમ્બરમાં 6.5 એમબીપીએસ સાથે વોડાફોન સરેરાશ 4G અપલોડ સ્પીડ ચાર્ટમાં સૌથી ઉપર રહ્યું છે. નવેમ્બરમાં વોડાફોનની સ્પીડ 6.5 એમબીપીએસ જ હતી. બીજા નંબર પર આઈડીયા રહ્યું છે, તેની અપલોડ સ્પીડ 6.0 એમબીપીએસ રહી છે. તેમજ રિલાયન્સ જીયો અને એરટેલની ડિસેમ્બર માસમાં સરેરાશ અપલોડ સ્પીડ ક્રમશ: 3.8  અને 4.1 એમબીપીએસ માપવામાં આવી છે.

ટ્રાઈ સરેરાશ ગતિની ગણના માઈસ્પીડ એપ્લિકેશનની સહાયતાથી એકત્ર રિયલ ટાઈમ આંકડાના આધાર પર કરવામાં આવે છે.

મહત્વનું છે કે, નવા વર્ષથી રિલાયન્સ જીયોએ પોતાના ઉપભોક્તાઓ માટે બધી નેટવર્ક પર ફ્રી વોઈસ કોલિંગ વાળી સુવિધા ફરીથી શરૂ કરી દીધી છે.

READ ALSO

Related posts

ઓછું પેટ્રોલ કે ડિઝલ આપવા પર રદ્દ થઈ શકે છે પેટ્રોલ પંપનું લાઈસન્સ, અહીં કરી શકો છો ફરિયાદ

Ali Asgar Devjani

કરોડોના લોન કૌભાંડ આચરનારી ગેંગના પાંચ સભ્યોની સુરત ક્રાઈમ બ્રાન્ચે કરી ધરપકડ

Pravin Makwana

14 વર્ષીય સગીરા સાથે આચરવામાં હેવાનિયત, બંધક બનાવી 4 દિવસ સુધી કરતા રહ્યાં ગેંગરેપ

Ali Asgar Devjani
Do NOT follow this link or you will be banned from the site!