GSTV
Gujarat Government Advertisement

4G ફોન્સને કારણે સ્માર્ટફોન્સના વેચાણમાં ઘટાડો : રિપોર્ટ

Last Updated on January 27, 2018 by

જ્યારે વાત આવે છે સ્માર્ટફોનની તો વર્ષ 2017ની ફોર્થ ક્વાર્ટરમાં દેશમાં સ્માર્ટફોનના વેચાણમાં 3 ટકાનો ઘટાડો નોંધાયો છે.  આ ઘટાડોનું એક પ્રમુખ કારણ રિલાયન્સ જિયો ફોનની જેમ ઓછી કિંમતવાળા 4જી ફીચર્સ ફોનના વેચાણમાં વધારો છે. જર્મનીની રિસર્ચ કંપની જીએફકેએ આ જાણકારી આપી.

માર્કેટ રિસર્ચ કંપનીએ કહ્યું કે એશિયાના ઉભરતા માર્કેટમાં વર્ષ 2017ની ફોર્થ ક્વાર્ટરમાં 5.86 કરોડ સ્માર્ટફોન્સનું વેચાણ થયું, જેમા વર્ષેને વર્ષે 1 ટકાનો ઘટાડો થયો.

કંપનીએ કહ્યું છે કે તેનું મુખ્ય કારણ ભારતીય બજારમાં તેના વેચાણમાં આવેલ 3 ટકાનો ઘટાડો છે. કેમકે અહીં 4G ફીચર્સ ફોન્સનું વેચાણ થયું છે. જેના કારણે સ્માર્ટફોન્સના વેચાણમાં ઘટાડો નોંધાયો છે.

વર્ષ 2017માં એશિયામાં ઉભરતા બજારોમાં 23.27 કરોડ સ્માર્ટફોનનું વેચાણ થયું. જીએફકેએ આ બજારોમાં વર્ષ 2018માં સ્માર્ટફોનના વેચાણમાં 9 ટકાનો વધારો થયાનું અનુમાન લગાવ્યું છે.

જીએફકેના ઉત્પાદક પ્રમુખ (રૂજ્ઞાન) યોટાર નોગુચીએ જણાવ્યું કે 2018 સકારાત્મક રહેશે કેમકે સ્માર્ટફોનની વૈશ્વિક માંગમાં 2017ની તુલનામાં 3 ટકા વૃદ્ધિનું અનુમાન લગાવામાં આવ્યું છે. જે પ્રમુખ રીતે ઉભરતા એશિયા અને મધ્ય તથા પૂર્વી યૂરોપથી આવશે.

Gujarat Government Advertisement

Related posts

DRDO ભરતી 2021: અપરેંટિસના પદો પર અરજીની પ્રક્રિયા શરૂ, એક ક્લિકે જાણો તમામ ડિટેલ્સ

Bansari

લોકડાઉન/ ગૃહિણીઓના ખિસ્સાંનું બજેટ વિખરાયું, દરેક ઘરના ખર્ચમાં સરેરાશ પાંચ ટકા સુધીનો વધારો

Vishvesh Dave

એલર્ટ/ ચહેરો ઓળખતા આ સોફ્ટવેર પર ઉઠ્યા સવાલ, જાણો તેનો ઉપયોગ કેટલો છે ખતરનાક

Bansari
Do NOT follow this link or you will be banned from the site!