GSTV
Home » News » જિઓ કે વોડાફોન…4G સ્પીડ આપવામાં સૌથી નંબર 1 કોણ, ટ્રાઈએ જાહેર કર્યા આંકડા

જિઓ કે વોડાફોન…4G સ્પીડ આપવામાં સૌથી નંબર 1 કોણ, ટ્રાઈએ જાહેર કર્યા આંકડા

ઈન્ટનેટ સ્પીડને લઈ કંપનીઓ અલગ અલગ દાવોએ કરી રહી છે, ત્યારે હવે ટ્રાઈએ આજે 4જી સ્પીડની રેકીંગ જાહેર કરી છે. ટ્રાઈના લિસ્ટમાં જણાવ્યા પ્રમાણે જોઈએ તો, 4જી સ્પીડ ડાઉનલોડની બાબતે સ્પીડમાં સૌથી આગળ રિલાયંસ જિઓ છે. તો વળી અપલોડ સ્પીડની બાબતમાં વોડાફોને બાજી મારી છે.

ટ્રાઈ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ જોઈએ તો, રિલાયંસ જિઓની સરેરાશ 4જી સ્પીડ 20.9 mbps રહી છે. જો કે જાન્યુઆરીમાં નોંધાયેલી ડાઉનલોડ સ્પીડ નવેમ્બરની સરખામણીએ ઓછી રહી છે. ડાઉનલોડની યાદીમાં બીજુ સ્થાન ભારતી એરટેલનું આવે છે. જેણે ગ્રાહકોને 7.9 mbpsની સરેરાશ સ્પીડ આપી છે. 7.6 mbpsની સ્પીડ સાથે વોડાફોન ત્રીજા નંબરે રહ્યું છે અને 6.5 mbps સ્પીડ સાથે આઈડીયા ચોથા નંબરે આવ્યું છે. જો કે, વોડાફોન અને આઈડીયા વચ્ચે જોડાણ થઈ ગયું છે.

બીજી બાજુ અપલોડ સ્પીડના મામલે વોડાફોન નંબર વન રહ્યું છે. જાન્યુઆરી દરમિયાન વોડાફોનની સરેરાશ સ્પીડ 6 mbps રહી છે. ત્યાર બાદ આઈડીયાની સ્પીડ 5.6 mbps, રિલાયંસ જિઓની સ્પીડ 4.6 mbps અને એરટેલની સ્પીડ 3.8 mbps સ્પીડ રહી.

READ ALSO

Related posts

PSL વિવાદ: ડગઆઉટમાં મોબાઈલનો ઉપયોગ કરીને ફસાયો આ પાક ક્રિકેટર

pratik shah

ફરી સાથે જોવા મળશે ‘બાગી’ સ્ટાર, સાજિદ નડિયાદવાળાના પ્રોડક્શન હેઠળ બનશે એક્શનપેક્ડ ફિલ્મ

Arohi

જે રૂટ પરથી ટ્રમ્પ પસાર થવાના છે તે જ ગેટ પવનના કારણે પડ્યો

Mayur
Do NOT follow this link or you will be banned from the site!