GSTV
World

Cases
5345964
Active
7395056
Recoverd
578562
Death
INDIA

Cases
319840
Active
592032
Recoverd
24309
Death

મહારાષ્ટ્રમાં કોરોનાથી ભયંકર ખરાબ સ્થિતિ, આજે પણ 4,878 કેસો નોંધતાં ફફડાટ જ ફફડાટ

Corona

સમગ્ર દેશમાં કોરોના વાયરસના સંક્રમિતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. તો આ સાથે દેશમાં સૌથી વધુ પ્રભાવિત રાજ્યમાં મહારાષ્ટ્ર છે. અહીં આજે પણ કોરોના દર્દીઓની સંખ્યા 4,500ને પાર પહોંચી પહોંચી છે. મહારાષ્ટ્રમાં આજે વધુ 4,878 કોરોના કેસો નોંધાયા છે. અહીં કુલ કોરોના કેસોની સંખ્યા 1,74,761 છે, જેમાંથી કુલ 75,979 સક્રિય કેસો નોંધાયેલા છે. અહીં સતત કોરોના દર્દીઓની સંખ્યા વધતી જઈ રહી છે. તો આજે કોરોના વાયરસને વધુ 245 (95 નવા, 150 અગાઉના મૃત્યુ) લોકોનો જીવ લીધો છે. અહીં આજે વધુ 1951 દર્દીઓ સાજા થયા છે.

મહારાષ્ટ્રમાં કુલ 90,911 દર્દીઓ સાજા થયા

અત્યાર સુધીમાં મહારાષ્ટ્રમાં કુલ 90,911 દર્દીઓ સાજા થયા છે. તો સ્વસ્થ થવાના દરની વાત કરીએ તો અહીં આ દર 52.02 ટકા છે. કોરોના ટેસ્ટની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં કુલ 9,66,723 કોરોના ટેસ્ટ કરાયા છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમિતોની આંકડો 1,74,761 પર પહોંચી ગયો છે.

મહારાષ્ટ્રમાં કુલ મૃત્યુઆંક 7,855 પર પહોંચ્યો

મહારાષ્ટ્રમાં કુલ મૃત્યુઆંક 7,855 પર પહોંચ્યો છે. મુંબઈમાં આજે 893 કોરોના કેસ નોંધાયા તો મુંબઈની વાત કરીએ તો મુંબઈમાં છેલ્લા 24 કલાકમાં 893 કોરોના કેસ નોંધાયા છે. અહીં કુલ કેસોની સંખ્યા 77,658 પર પહોંચી, જ્યારે સક્રિય કેસોની સંખ્યા 28,924 છે. મુંબઈમાં અત્યાર સુધીમાં કુલ 4,556 લોકોના મૃત્યુ નિપજ્યા છે, જ્યારે મુંબઈમાં અત્યાર સુધીમાં કુલ 44,170 દર્દીઓ સાજા થયા છે.

READ ALSO

Related posts

ખાનગી હોસ્પિટલમાં સારવારનો દર નક્કી કરવા અંગે ડ્રાફ્ટ તૈયાર કરવા કેન્દ્રને સુપ્રીમ કોર્ટનો આદેશ કહ્યું, “ગુજરાત મોડલ અપનાવો”

pratik shah

દરરોજ માત્ર 7 રૂપિયા બચાવી મેળવો 60 હજારનુ પેંશન, મોત બાદ પણ પરિવારને મળશે મદદ

Ankita Trada

માર્શલ આર્ટ સ્ટાર હનુમાનનો રોલ કરવા માગતા હતા, વિદ્યુતના આ શોમાં કર્યો ખુલાસો

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!