48MP કેમેરા વાળો સ્માર્ટફોન માત્ર 10,000 રૂપિયામાં થશે લૉન્ચ, 2 દિવસ સુધી ચાલશે બેટરી

Nokia 9 Pure View સ્માર્ટફોનની ચર્ચા ગત વર્ષે ટેક જગતમાં તે સમયે જ શરૂ થઇ ગઇ હતી જ્યારે તેની પહેલી તસવીર પાંચ રિયર કેમેરા સાથે લીક થઇ હતી. તે બાદ સ્માર્ટફોનના અનેક ઑનલાઇન લીક્સ સતત સામે આવી રહ્યાં છે. pure viewઆ જ કડીમાં હવે તેની સ્પેસિફિકેશન્સની જાણકારી સામે આવી છે. જો કે આ સ્માર્ટફોનની લીક તસવીરોમાં ફોનના 5 રિયર કેમેરાને સ્પષ્ટપણે જોઇ શકાય છએ. કંપની પોતાના આ સ્માર્ટફોનને આ મહિને આયોજિત થનાર મોબાઇલ વર્લ્ડ કોંગ્રેસ 2019માં લૉન્ચ કરી શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે દમદાર સ્માર્ટફોનની કિંમત માત્ર 10 હજાર રૂપિયા હોઇ શકે છે.

Nokiaના આવનારા ફ્લેગશિપ સ્માર્ટફોન Nokia 9 Pure Viewને લઇને ગયા વર્ષથી જ અમૂક લીક્સ તસ્વીર સામે આવી રહી છે. આ અગાઉ લીકથી પણ આ માહિતી સામે આવી હતી કે આ પાંચ રિયર કેમેરાવાળો સ્માર્ટફોન હશે.

લીક થયેલી તસ્વીરોની વાત કરીએ તો તેના રિયર પર હાલમાં પાંચ કેમેરા એક ગોળાના આકારમાં લાગ્યા છે. આ સ્માર્ટફોનમાં 12 મેગાપિક્સલના બે કેમેરા અને 16 મેગાપિક્સલના બે કેમેરા આપવામાં આવ્યા છે. તો ફોનના રિયર પર હાજર 5મો કેમેરો 8 મેગાપિક્સલનો હશે. સાથે જ સેલ્ફી અને વીડિયો કૉલિંગ માટે ફોનમાં 12 મેગાપિક્સલનો કેમેરો આપવામાં આવશે.


Nokia 9 Pure View ના લીક ફીચર્સ

નોકિયા પોતાના આ સ્માર્ટફોનમાં 8 જીબીની રેમ અને 256 જીબીની ઈનબિલ્ટ સ્ટોરેજ ઉપલબ્ધ કરાવશે. Nokia 9 એન્ડ્રોઈડ વન બેસ્ટ સ્માર્ટફોન હોઈ શકે છે. એવામાં આ સ્માર્ટફોનને લેટેસ્ટ એન્ડ્રોઈડ 9 પાઈની સાથે લોન્ચ કરી શકાય છે. આ સિવાય ફોનના અન્ય ફીચર્સની વાત કરીએ તો તેમાં 6.1 ઈંચની ડિસ્પ્લે હોવાની આશા છે, જેના પર ગોરિલ્લા ગ્લાસ 5 પ્રોટેક્શનનો સપોર્ટ આપી શકાય છે. ફોનમાં સ્નેપડ્રેગન 845 પ્રોસેસર હશે. પાવર માટે આ ફોનમાં 4000 એમએએચની બેટરી આપી શકાય છે.


Nokia 9 Pure View MWC 2019માં થશે લૉન્ચ

વધુ એક તસ્વીર સામે આવી છે. આ તસ્વીરમાં ફોનની સામે જોવાથી જાણવા મળે છે કે તેમાં 18:9 એક્સપેક્ટ રેશિયોની સાથે આવશે. તો નોકિયાની બ્રાન્ડિંગ ફોનના ડિસ્પ્લેના નીચેની જગ્યાએ ઉપર આપવામાં આવી છે. આ હેન્ડસેટની બેકની વાત કરીએ તો તેને ગ્લોસી બૉડીની સાથે રજૂ કરી શકાય છે. કંપની પોતાના લેટેસ્ટ ડિવાઈસને ચાલુ મહિને Barcelonaમાં યોજાનારા મોબાઈલ વર્લ્ડ કોંગ્રેસ MWC 2019માં લૉન્ચ કરી શકે છે.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter