GSTV
Home » News » દરિયાકાંઠા માટે 48 કલાક ભારે, વાયુ વધુ વિકરાળ બન્યું : રાતના 8 વાગે ગુજરાત પહોંચશે

દરિયાકાંઠા માટે 48 કલાક ભારે, વાયુ વધુ વિકરાળ બન્યું : રાતના 8 વાગે ગુજરાત પહોંચશે

વેરાવળના દરિયા કિનારેથી વાયુ વાવાઝોડુ ગુજરાતમાં પ્રવેશવાનું છે. સૌરાષ્ટ્રથી કંડલા પહોંચી શકે છે.ત્યારે કચ્છના દરિયા કિનારા વિસ્તારોને પણ એલર્ટ કરાયા છે. ખાસ કરીને કંડલા બંદરે તંત્રએ એનડીઆરએફની ટીમને તૈનાત કરી છે. કોઈ જાનહાની ન થાય તે માટે અગમચેતીના ભાગરૂપે એનડીઆરએફની ટીમ કંડલા પોર્ટ વિસ્તારમાં રહેણાંક વિસ્તારોમાં લોકોને સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરી રહ્યા છે. તો માછીમારોની બોટોને પણ વિસ્થાપિત કરાઈ રહી છે. તો એનડીઆરએફની બે ટીમ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. કચ્છના નલિયા અને કંડલા ખાતે એનડીઆરએફ ટીમ તૈનાત કરવામાં આવી છે. આજે રાતે 8 વાગે જ આ વાવાઝોડું ગુજરાતને ધમરોળવાનું ચાલુ કરશે. સવારે 5 વાગ્યે દીવ, ઉના અને કોડિનારથી 165 કિમીની ઝડપે ત્રાટકશે. જે માંગરોળ, પોરબંદર અને દ્વારકા સહિતના વિસ્તારોમાં અસર કરીને 15મીએ વહેલી સવારે 3 વાગ્યે દ્વારકાથી વાવાઝોડું દરિયા તરફ જશે. જ્યાં 16મીએ સાંજે સમુદ્રમાં આ વાવાઝોડું શમી જશે. વાયુ ચક્રવાત વેરાવાળ નજીક આવી રહ્યું છે. પવનની ગતિ પ્રતિકલાક 140-150  કિલોમીટરનીથી વાવાઝોડું ત્રાટકી શકે છે. તો ગુજરાતના દરિયાકાંઠાની નજીક આવતાં વાવાઝોડાની ગતિ 170 કિલોમીટર પ્રતિકલાક થઈ શકે છે. 13 જૂને વહેલી સવારે વાવાઝોડું વેરાવળ, પોરબંદર અને દીવમાં ત્રાટકી શકે છે. જેને કારણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થવાની શકયતા છે. દીવમાં 3 મિલિમિટર વરસાદ વરસી ચુક્યો છે.

૧૬૦ થી ૧૬૫ની ઝડપે પવન ફુંકાવાની આગાહી

ગુજરાતના જામનગર, વલસાડ, અમરેલીના દરિયા કિનારા પર એલર્ટ

વાયુ વાવાઝોડું જેમ જેમ આગળ વધી રહ્યું છે તેમ તેમ ખતરનાક બની રહ્યું છે. ૧૬૦ થી ૧૬૫ની ઝડપે પવન ફુંકાવાની આગાહી છે. વાયુ વાવાઝોડુ રાત્રે આઠ વાગ્યાની આસપાસ ગુજરાતના દક્ષિણ દરિયા કિનારે પહોંચવાની સંભાવના છે. ત્યારે દરિયામાં દોઢથી બે મીટર ઉંચા મોજા ઉછળી શકે છે. ગુજરાતના જામનગર, વલસાડ, અમરેલીના દરિયા કિનારા પર એલર્ટ અપાયું છે. ગીર સોમનાથ જિલ્લાના 40 ગામમાં તંત્ર એલર્ટ પર છે. ભાવનગરના તટીય વિસ્તારોમાં 34 ગામોને એલર્ટ કરાયા છે. આર્મીની 10 કોલમ તૈનાત કરાશે. પોરબંદર, રાજકોટ અમરેલી, ભાવનગરમાં આર્મી તૈનાત કરાશે. ગુજરાતમાં એનડીઆરએફની કુલ 36 ટીમો તૈનાત રહેશે. આર્મી, એનડીઆરએફસ કોસ્ટ ગાર્ડ, ફાયર વિભાગની ટીમ સજ્જ છે. માછીમારોને દરિયો ન ખેડવા અને સહેલાણીઓને દરિયાકિનારે ન જવા સૂચના અપાઈ છે. સૌરાષ્ટ્રના 10 જિલ્લામાં બે દિવસ શાળા કોલેજ બંધ રાખવા આદેશ કરાયા છે. વાયુ વાવાઝોડું જ્યારે ગુજરાતમાં ટકરાશે ત્યારે દરિયાઈ વિસ્તારોમાં 8 ઈંચ વરસાદ થવાની સંભાવના છે. રાજ્ય સરકારના વિવિધ પ્રધાનોને વિવિધ જિલ્લાની જવાબદારી સોંપાઈ છે. વાયુ ચક્રવાત વેરાવાળ નજીક આવી રહ્યું છે. પવનની ગતિ પ્રતિકલાક 140-150  કિલોમિટરનીથી વાવાઝોડું ત્રાટકી શકે છે. તો ગુજરાતના દરિયાકાંઠાની નજીક આવતાં વાવાઝોડાની ગતિ 170 કિલોમિટર પ્રતિકલાક થઈ શકે છે. 13 જૂને વહેલી સવારે વાવાઝોડું વેરાવળ,પોરબંદર, અને દીવમાં ત્રાટકી શકે છે. જેને કારણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થવાની શકયતા છે. દીવમાં 3 મિલિમિટર વરસાદ વરસી ચુક્યો છે .

સંભવિત આ પ્રકારે વાવાઝાડોની છે ટાઈમલાઇન

  • 12-06 સવારે 11 વાગ્યે મુંબઈ પહોંચ્યું, સૌરાષ્ટ્રથી 340 કિમી દૂર
  • 13-06 રાત્રે 3 વાગ્યે વલસાડ પહોંચશે
  • 13-06 સવારે 5 વાગ્યે 165 કિમીની ઝડપે- દીવ, ઉના, કોડિનાર, ગીર-સોમનાથ, તાલાલા, પીપાવાવમાં ત્રાટકશે
  • 13-06 સવારે 8 વાગ્યે વેરાવળ, માંગરોળ, માળિયા પહોંચશે
  • 13-06 સવારે 11 વાગ્યે વેરાવળમાં અસર કરશે
  • 13-06 રાત્રે 8 વાગ્યે માંગરોળમાં ત્રાટકશે
  • 14-06 રાત્રે 12 વાગ્યે કડાચ પહોંચશે
  • 14-06 સવારે 3વાગ્યે નવા બંદર
  • 14-06 સાંજે 6 વાગ્યે દ્વારકા પ્રવેશશે
  • 15-06 રાત્રે 3 વાગ્યે દ્વારકાથી બહાર નીકળશે
  • 16-06 રવિવાર સાંજે સમુદ્રમાં શમી જશે

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આવનાર વાયુ ચક્રવાતને  લઈને  તંત્ર સજ્જ થઇ ગયું  છે, ત્યારે વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ખાસ એક લાખ ફૂડ પેકેટ તૈયાર કરવામાં આવ્યા છે આ ફૂડ પેકેટો સૌરાષ્ટ્ર  કચ્છ સહીતના જિલ્લામાં મોકલવામાં આવશે. હાલ યુદ્ધના ધોરણે ફૂડ પેકેટો તૈયાર કરવામાં આવી રહ્યા છે, અને અસરગ્રસ્તોને મોકલવામાં આવશે. કલેક્ટર કચેરીમાં ખાસ વાહનોમાં ફૂડ પેકેટોની લગભગ એક લાખ જેટલી કીટ તૈયાર કરવામાં આવી રહી છે, ત્યાંથીજ જરુરિયાતવાળા વિસ્તારમાં મોકલી આપવામાં આવશે. ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં વાયુ ચક્રવાતને પગલે ત્રણ લાખ લોકો નું સ્થળાંન્તર  કરવામાં આવનાર છે અને તે લોકો માટે ફૂડ ની વ્યવસ્થા કરવી જરૂરી છે ત્યારે વડોદરામાંથી ખાસ એક લાખ ફૂડ પેકેટો તૈયાર કરીને મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી  છે.

Related posts

અમદાવાદ આવવા માટે ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાથી રવાના, જાણો મીનિટ-ટૂ-મીનિટનો કાર્યક્રમ

Pravin Makwana

ડોનાલ્ડ ટ્રમ્પની ભારત યાત્રાને લઈને 10 બિલિયન ડોલરની ડીલની ચર્ચાએ પકડ્યુ જોર

Nilesh Jethva

આવતીકાલે ઓફિસે જતા પહેલા આ જાહેરનામું વાચી લેજો, શહેરના કુલ 18 રસ્તા કરાયા છે બંધ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!