GSTV
Home » News » 48 કલાક ભાજપ ચિંતામાં: હાર્દિકના ઉપવાસ બાદ ભાજપને ઘેરવા કોંગ્રેસનો માસ્ટરપ્લાન

48 કલાક ભાજપ ચિંતામાં: હાર્દિકના ઉપવાસ બાદ ભાજપને ઘેરવા કોંગ્રેસનો માસ્ટરપ્લાન

મંગળવારથી ગુજરાત વિધાનસભાનું બે દિવસીય સત્ર મળવા જઇ રહ્યું છે. ત્યારે આ ટૂંકા સત્રમાં વિપક્ષ કોંગ્રેસ દ્વારા ખેડૂતોના દેવા માફી સહિતના વિવિધ મુદ્દે વિધાનસભાની અંદર અને વિધાનસભાની બહાર આક્રમક રીતે વિરોધ પ્રદર્શન યોજવામાં આવશે. પ્રદેશ કોંગ્રેસના ટોચના નેતાઓએ ખેડૂતોને સાથે રાખીને સરકારને ઘેરવાની રણનીતિ અપનાવી છે.

મંગળવારથી શરૂ થતું ગુજરાત વિધાનસભાનું બે દિવસીય ટૂંકુ સત્ર તોફાની બને તેવા પૂરેપૂરા એંધાણ છે. સત્ર દરમ્યાન વિપક્ષ કોંગ્રેસે વિધાનસભાની અંદર અને બહાર સરકારને આક્રમક રીતે ઘેરવા વ્યૂહરચના બનાવી અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કર્યું છે. જે મુજબ સત્રના પ્રથમ દિવસે ગાંધીનગર સ્થિત સત્યાગ્રહ છાવણી ખાતે ખેડૂત આક્રોશ રેલી યોજાશે.આ રેલીમાં ગુજરાતના ગામેગામથી ખેડૂતો ઉપસ્થિત રહે તેવા પ્રયાસો કોંગ્રેસ દ્વારા હાથ ધરાઇ રહ્યા છે. વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે જ્યાં સુધી સરકાર દ્વારા સંપૂર્ણપણે ખેડૂતોના દેવા માફ નહીં કરાય ત્યાં સુધી લડત ચાલુ રાખવામાં આવશે.

કોંગ્રેસે રેલી યોજવા ઉપરાંત વિધાનસભાનો ઘેરાવ પણ કરશે. આ માટે 100 કિમી નજીકના જિલ્લાને વિશેષ જવાબદારી સોંપાઇ છે. કોંગ્રેસ દ્વારા અમદાવાદ અને ગાંધીનગરથી વધુ ખેડૂતોને લાવવા આદેશ અપાયા છે. તો ખેડા, આણંદ, અરવલ્લી, મહેસાણા, મહીસાગર, અને સાબરકાંઠા જિલ્લાને પણ ખેડૂતો લાવવા ટાસ્ક સોંપાયા છે. ધારાસભ્યો ઉપરાંત જિલ્લા અને તાલુકાના સભ્યોને પણ ખેડૂતોને લાવવા જણાવાયું છે. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ પર નિશાન સાધી સત્યાગ્રહ છાવણીથી પગપાળા જઇ વિધાનસભાનો ઘેરાવ કરવાની જાહેરાત કરી છે.

ખેડૂતોના દેવા માફી અને બેરોજગારી સહિતના વિવિધ મુદ્દે કોંગ્રેસ સરકાર પર પસ્તાળ પાડશે. સત્ર દરમ્યાન ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ફરી ઘર્ષણની સ્થિતિ સર્જાશે. ત્યારે કોંગ્રેસના વિરોધનો સામનો કરવા ભાજપ સરકારે પણ કમર કસી છે.

Related posts

ગુજરાતમાં મોદી લહેર, આ બેઠકો પર ભાજપ આગળ

Bansari

ગુજરાત : શરૂઆતના ટ્રેન્ડમાં આ બેઠકો પર કોંગ્રેસ કરતાં ભાજપ આગળ, ગાંધીનગરમાં અમિત શાહ આગળ

Bansari

ગુજરાતમાં અભેદ સુરક્ષા વચ્ચે થશે મતગણતરી, જાણો અત્યાર સુધી કેવી છે સ્થિતિ ?

Arohi
Do NOT follow this link or you will be banned from the site!