GSTV

મોદી સરકારે બેન કરેલ 47 ચાઈનીઝ એપ્સમાં વધારે પડતી ક્લોન, માત્ર આટલી જ છે નવી

ભારત સરકારે લગભગ 10 દિવસ પહેલા ચીન પર બીજી ડિજિટલ સ્ટ્રાઈક કરતા વધુ 47 એપ્સ બેન કર્યા હતા. ખાનગી મીડિયાની રીપોર્ટ્સ પ્રમાણે આ 47 એપ્લીકેશમાં બાઈટડાન્સની વીડિયો એડિટિંગ એપ CapCut અને શાઓમીની બ્રાઉઝર એપ સહીત લગભગ 15 એપ્સ એવી છે જે નવી હતી. આ લિસ્ટમાં બાકી બધી એપ્સ સરકાર તરફથી બેન કરવામાં આવેલ જૂની એપના Lite અથવા Pro વર્ઝન હતા. ઉલ્લેખનીય છે કે, જૂનમાં સરકારે દેશની સુરક્ષાને ખતરો જણાવતા ટિકટોક, હેલો સહીત 59 ચાઈનીઝ એપ્સને બેન કરી હતી. જે બાદ ઘણી એપ્સના લાઈટ વર્ઝન આવી ગયા છે.

આ છે બેન કરવામાં આવેલી 15 નવી એપ

બેન કરવામાં આવેલી 47 એપ્સની લિસ્ટમાં ફોટો એડિટર AirBrush, શોર્ટ વીડિયો ટૂલ Meipai, કેમેરા એપ BoXxCa, જેવી નવી એપ સામેલ છે. જે ચીનની સ્માર્ટફોન અને સેલ્ફી એપ બનાવનારી કંપની Meitu ના સ્વામિત્વવાળી એપ છે. આ કંપનીની Meitu એપ જૂનમાં બેન કરવામાં આવી હતી. તે સિવાય ઈમેલ સર્વિસ એપ NetEase, QuVideo Inc ના ગેમિંગ એપ Heroes War અને SlidePlus જેવી એપ્લીકેશન પણ સામેલ છે. Mi Community એપને બ્લોક કર્યા બાદ શાઓમીનું મી બ્રાઉઝર પ્રો પણ બેન કરવામાં આવ્યુ હતુ. આ પ્રકાર Baidu Search અને Search Lite પણ બેન કરવામાં આવ્યા હતા.

બેન કરેલા ક્લોનિંગ એપ્સ

47 એપ્સમાં મહત્તમ ક્લોનિંગ એપ હતા. એકલા Parallel Space એપ્સના જ લગભગ 7 વર્ઝન હટાવવામાં આવ્યા છે. આ એપ એન્ડ્રોયડ યૂઝર્સને વોટ્સએપ અને ફેસબુક જેવા એપ્સ પર એક જ ડીવાઈસમાં બે એકાઉન્ટ ચલાવવાની સુવિધા આપે છે. પ્રખ્યાત ચાઈનીઝ મીડિયા પ્લેટફોર્મ Weibo ને પણ બ્લોક કરવામાં આવ્યા છે. જેમાં Tiktok Lite, Helo Lite, SHAREit Lite, BIGO LIVE Lite, અને VFY Lite સામેલ છે.

READ ALSO

Related posts

અમદાવાદમાં ચણિયાચોળીના વેપારીઓની હાલત કફોડી બની, ઘરનું ગુજરાન ચલાવવા આ વેપારી પીપીઈ કીટ બનાવવા લાગ્યા

Nilesh Jethva

મહિલા ક્રિકેટ/ લાંબા સમય બાદ જાહેર થઈ મહિલા ક્રિકેટની સિલેક્શન કમિટી, નીતૂ ડેવિડ બન્યા ચીફ સિલેક્ટર

Pravin Makwana

પશ્ચિમ બંગાળમાં આ તારીખથી ખુલી રહ્યા છે સિનેમા અને થિયેટર, આવી ગયો મુખ્યમંત્રીનો આદેશ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!