GSTV
India Religion ટોપ સ્ટોરી

જમ્મુ કશ્મીરના રાજ્યપાલે કરી જાહેરાત, પહેલી જુલાઇથી શરૂ થશે અમરનાથ યાત્રા

આ વર્ષના જુલાની પહેલીથી દક્ષિણ કશ્મીરમાં આવેલી અમરનાથ બાબાની યાત્રા શરૂ થશે એેવી જાહેરાત રાજભવન તરફથી કરવામાં આવી હતી.

રાજભવનમાં શ્રી અમરનાથજી શ્રાઇન બોર્ડની મિટિંગ મળી હતી. એમાં આર્ટ ઑફ લિવિંગના વડા શઅરી રવિશંકરજીએ હિન્દુ કેલેન્ડર  મુજબ સૂચવ્યા પ્રમાણે પહેલી જુલાઇથી 46 દિવસ માટે અમરનાથ યાત્રા યોજવાની ઔપચારિક જાહેરાત કરાઇ હતી.

પહેલી જુલાઇથી શરૂ થનારી આ યાત્રા શ્રાવણી પૂર્ણિમા એટલે કે રક્ષાબંધન ના દિવસ સુધી ચાલશે. આ વરસે રક્ષા બંધન 15મી ઑગષ્ટે આવનાર છે. અમરનાથ યાત્રા બોર્ડને આ બાબતમાં સલાહ આપવા શ્રી શ્રી રવિશંકરની આગેવાની હેઠળ એક સમિતિ રચવામાં આવી હતી. સમિતિએ આ સમયપત્રક બોર્ડને સોંપ્યું હતું.

અમરનાથ યાત્રા બોર્ડ પહેલગામ તરફથી અને ગંદેરબલ જિલ્લાના બાલટાલ તરફથી એમ બંને તરફથી અમરનાથ યાત્રા યોજે છે. બંને તરફથી દરેક કાફલામાં 7500 7500 યાત્રાળુઓને મોકલવાની જોગવાઇ કરવામાં આવશે એમ રાજભવનના પ્રવક્તાએ વધુમાં કહ્યું હતું.

Related posts

GUJARAT ELECTION / ‘ગુજરાતના પ્રગતિશીલ ભવિષ્ય માટે ભારે સંખ્યામાં કરો મતદાન’, રાહુલ ગાંધીની ટ્વિટ મારફતે લોકોને અપીલ

Kaushal Pancholi

LIVE! ડાંગ જિલ્લામાં 7.76 ટકા મતદાન, ઉચેડીયા-ઉપલેટામાં EVM ખોટકાયું

pratikshah

પરેશ ધાનાણીની અનોખી સ્ટાઈલ! સાઈકલ પર ગેસનો બાટલો બાંધીને મોંઘવારીનો સીધો વિરોધ મતદાનના દિવસે પણ નોંધાવ્યો

pratikshah
GSTV