GSTV
Home » News » G-7 સમિટ શું છે? ભારત તેનું સભ્ય નથી છતાં પીએમ મોદીને અપાયું આમંત્રણ

G-7 સમિટ શું છે? ભારત તેનું સભ્ય નથી છતાં પીએમ મોદીને અપાયું આમંત્રણ

જી-7  સમૂહ દેશોનું 45મું શિખર સંમેલન ફ્રાંસના બિયરિઝમાં મળી રહ્યું છે. આ સંમેલનમાં ભારતને પણ વિશેષ રૂપથી આમંત્રિત કરવામાં આવ્યું છે. ત્યારે આ સંમેલનમાં દુનિયાના ટોપ લીડર્સ વચ્ચે કાશ્મીરના મુદ્દે પણ ચર્ચા થવાની શક્યતા છે. પહેલી વખત ભારતને વર્ષ 2003માં જી-7 સંમેલન માટે આમંત્રિત કરાયું હતું ત્યારે પણ આ સંમેલન ફ્રાંસમાં જ આયોજિત કરાયું હતું. ત્યારે સવાલ છે કે આ જી-7 શું છે? જી-7 સમિટ શું છે? કયા કયા દેશ તેના સભ્ય છે?

જી-7 વિશ્વના સાત સૌથી વિકસિત અને ઔધોગિક મહાશક્તિઓનું સંગઠન છે. જેને ગ્રુપ ઓફ-7ના નામથી પણ ઓળખવામાં આવે છે. આ સંગઠનાં જે દેશ સામેલ છે, તેમાં અમેરિકા, ફ્રાંસ, યુનાઈટેડ કિંગડમ, કેનેડા, ઈટાલી, જર્મની અને જાપાન છે. જી-7 શિખર સંમેલનમાં યુરોપિય સંઘ પણ પ્રતિનિધિત્વ કરે છે.

1970ના દશકામાં જ્યારે વૈશ્વિક આર્થિક મંદી અને ઓઈલ સંકટ વધી રહ્યું હતું ત્યારે ફ્રાંસના તત્કાલીન રાષ્ટ્રપતિ બેલેરી જિસ્કોર્ડ ડી એસ્ટેઈંગે જી-7ની આધારશીલા રાખી હતી. 1975માં જી-7નું ગઠન થયું, ત્યારે તેમાં માત્ર 6 સંસ્થાપક દેશ હતા. કેનેડા તેમા સામેલ ન હતું. આ સંમેલન પહેલી વખત 1975માં ફ્રાંસની રાજધાની પેરિસની પાસે સ્થિત રમ્બોઈલેમાં મળ્યું હતું. 1976માં કેનેડા આ ગ્રુપમાં સામેલ થયું, ત્યારે આ ગ્રુપનું નામ જી-7 રાખવામાં આવ્યું હતું. જી-7 એક અનૌપચારિક સંગઠન છે. તેનું કોઈ મુખ્યાલય, ચાર્ટર કે સચિવાલય નથી.

જી-7ની પરંપરા રહી છે, જે દેશમાં સંમેલન આયોજિત કરાય છે તે દેશ તેની અધ્યક્ષતા કરે છે. સાથે જ યજમાન દેશ જ કયા કયા મુદ્દે ચર્ચા થશે તે પણ નક્કી કરે છે. સામાન્ય રીતે જી-7 સંમેલનમાં વિશ્વના અલગ અલગ કરન્ટ મુદ્દાઓ પર ચર્ચા થાય છે. સાથે જ તેના સમાધાનના પ્રયાસ પણ કરવામાં આવે છે.

જી-7માં જે દેશ સામેલ છે તે અનેક મામલે વિશ્વમાં ટોચના પોઝિશન પર છે. મોટા ભાગે આ ગ્રુપ સામેલ દેશ વિશ્વના સૌથી મોટા નિકાસકાર છે. આ દેશની પાસે સૌથી મોટું ગોલ્ડ રિઝર્વ છે. આ દેશ યુએનના બજેટમાં સૌથી વધુ યોગદાન આપે છે. આ તમામ સાત દેશ વિશ્વમાં સૌથી મોટા સ્તરે પરમાણુ ઉર્જાનું ઉત્પાદન કરે છે.

જી-7 બન્યાં બાદ તેના શરૂઆતી સમયમાં તેમાં સામેલ સાત દેશ જ આ સંમેલનમાં ભાગ લેતા હતા. પરંતુ 1990ના દશકામાં એક નવી પરંપરા શરૂ થઈ. જી-7ના સંમેલનમાં અન્ય સંસ્થાઓને પણ બોલાવવામાં આવી, જેમાં IMF, વર્લ્ડ બેંક, ઈન્ટરનેશનલ એનર્જી એજન્સી, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન, યુનાઈટેડ નેશન્સ, આફ્રિકન યુનિયન છે. આ ઉપરાંત જી-7 સંમેલન સમયસમયે અન્ય દેશોને પણ આમંત્રિત કરવામાં આવ્યા છે, તેમાં એવા દેશને બોલાવાય છે જે આર્થિક રૂપે પ્રગતિ કરતા હોય.

ત્યારે 2003 બાદ 2019માં ભારતને જી-7માં સામેલ થવા આમંત્રિત કરાયું છે. ત્યારે આ સંમેલનમાં કાશ્મીર મુદ્દો, ગ્લોબલ કોર્પોરેટ ટેક્સ કોડ, ઈરાન-અમેરિકા વચ્ચેનો તણાવ, ગ્લોબલ વોર્મિગ, ભારતનો પરમાણુ પ્રોજેક્ટ, આતંકવાદ, યુક્રેન મામલે સમાધાન સહિતના મુદ્દે ચર્ચા થઈ શકે છે.

READ ALSO

Related posts

છત્રી-રેઇનકોટ માળિયે મૂકી દીધાં હોય તો પાછા કાઢી લેજો, કારણ કે આ તો હજુ ટ્રેલર હતુ…પિક્ચર તો…

Bansari

લાખો ફ્લૈટ ખરીદારોનાં સપના થશે પૂર્ણ, મોદી સરકાર કરશે 10 હજાર કરોડની લ્હાણી

Riyaz Parmar

આતંકવાદ વિરૂદ્ધ કાર્યવાહી નહીં કરે તો તેના ટુકડે-ટુકડા થઈ જશે:પાકિસ્તાનને રાજનાથ સિંહની ચેતવણી

Bansari
Do NOT follow this link or you will be banned from the site!