GSTV
Gujarat Government Advertisement

હોન્ડાની જન્માષ્ટમી અોફર, રૂ. 3,999 ભરો અને સ્કૂટર ઘરે લઈ જાઅો

Last Updated on September 3, 2018 by Karan

દેશની ટૂ – વ્હીલર ઉત્પાદક કંપની હૉન્ડા ટૂ -વ્હીલર્સ ઇન્ડિયાએ પોતાના બજેટ સ્કૂટર CLIQ પર ખાસ ઓફર રજૂ કરી છે. જેને લઈને તેને ખરીદવી હવે વધુ સરળ થઇ ગયું છે. ચાલો જાણીએ શું છે ઓફર અને ગ્રાહકોને તેમાં કેટલો ફાયદો થશે.

આ છે ઓફર: આ હોન્ડાની તરફથી ઓછા બજેટવાળું સ્કૂટર છે. તેના બે વેરિએન્ટ્સ તમને મળશે. જેમાં  CLIQ selfની કિંમત 44,364 રૂપિયા છે જ્યારે CLIQ DX ની કિંમત 44866 રૂપિયા છે. CLIQ માં તમને 4 નવા રંગો પણ મળશે. હવે તમે આ સ્કૂટર ખરીદી કરી શકો છો અને તમારે માત્ર 3,999 રૂપિયાના ડાઉન પેમન્ટ ભરવાનું રહેશે અને સ્કુટર તમે તમારા ઘરે લઇ જઈ શકો છો. આ સાથે જ 0 પ્રોસેસિંગ ફી અને બાકીનું પેમેન્ટ તમે સરળ EMI માં ચૂકવણી કરી શકો છો. વધુ માહિતી માટે તમે હોન્ડા ડીલરશીપનો સંપર્ક કરી શકો છો.

લૂક્સ અને ફીચર્સ: ડિઝાઇનના કિસ્સામાં, નવી ક્લિક થોડી અલગ છે.  સ્ટાઇલિશની સાથે તે સ્પોર્ટી પણ છે. એક વિશિષ્ટ સ્કૂટર હોવાને કારણે, તે મેલ કકૅ ફિમેલ કોઈપણ સરળતાથી ચલાવી શકે છે. તેનો લૂક્સ યુથને ઘણો પસંદ આવશે. એમ પણ આ સ્કૂટર ઓછા બજેટમાં સારું સ્કૂટર ઇચ્છતા ગ્રાહકોને વધુ ટાર્ગેટ બનાવેક છે. તેનો દૈનિક ઉપયોગ માટે કરી શકાય છે. ફીચર્સ વિશે ચર્ચા કરીએ તો તેમાં તમને ,મોબાઈલ ચાર્જિંગ સોકેટ, સીટની નીચે 14 લિટરની જગ્યા, વધુ લેગરૂમ, આરામદાયક સીટ જેવા ઘણા ફીચર્સ મળશે.

એન્જિન: નવી ક્લિકમાં પણ હોન્ડાએ તેનું 110 સીસી એન્જિનને ઇન્સ્ટોલ કર્યું છે અને તે જ એન્જિન કંપની તેના એક્ટિવા મોડેલમાં પણ  ઉપયોગ કરે છે. આ એન્જિન 8 બીએચપી અને 8.94 એનએમ ટોર્ક આપે છે અને એક લિટરમાં આ સ્કૂટર 60 કિલોમીટર માઇલેજ આપે છે. સેફટી અને સારી બ્રેક માટે તેમાં કોમ્બી બ્રેક સિસ્ટમ પણ સુવિધામાં મળશે. આની સાથે છે સ્પર્ધા હોન્ડા ક્લિની સીધી સ્પર્ધા ટીવીએસ ઝેસ્ટ અને હિરો ડ્યુએટ સાથે હશે, જે બંને સ્કૂટર 110 સીસી એન્જિનથી સજ્જ છે અને બંને સારી માઇલેજનું વચન આપે છે. ટીવીએસ ઝેસ્ટ એક લિટરમાં 62 કિલોમીટરનું માઇલેજ આપે છે, જ્યારે હીરો ડોએટ એક લિટરમાં 63 કિલોમીટર માઇલેજ આપે છે.

Gujarat Government Advertisement

Related posts

તબાહી/ ગોપાલગંજમાં મંદિર-મસ્જીક સાથે સ્કૂલ-મદરેસા પણ ડૂબ્યા, 700થી વધુ પરિવારોને રેસ્ક્યુ કરી બહાર કઢાયા

Damini Patel

કાળું નાણું આયું કે ગયું? કોરોના કાળમાં સ્વિસ બેન્કોમાં ભારતીયોનું ભંડોળ વધીને રૂ. 20 હજાર કરોડે પહોંચ્યુ, 13 વર્ષનો તૂટ્યો રેકોર્ડ!

pratik shah

શું તમારા લાઈસન્સ કે આરસીબુકની વેલીડીટી પૂર્ણ થઈ ગઈ છે તો જલ્દી કરો આ છે છેલ્લી તારીખ, પછી રહી જશો!

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!