GSTV

હાંફી ગઈ સરકાર/ મોદી ફરી ચીનની કંપનીઓના શરણે, ૪૫ દરખાસ્તોને મંજૂરીનો તખ્તો તૈયાર

મોદી સરકારે મોટા ઉપાડે ‘આત્મનિર્ભર ભારત અભિયાન’ હેઠળ ચીનની કંપનીઓને ભારતમાં રોકાણની મંજૂરી નહીં આપવાનું એલાન કરાયું હતું. ચીનની એપ્સ પર પ્રતિબંધ મૂકાયા હતા અને ચીનની કંપનીઓનો કોન્ટ્રાક્ટ્સ રદ કરાયા હોવાની જાહેરાત કરાઈ હતી.

ભારતમાં ચીનની કંપનીઓ માટે લાલ જાજમ પાથરી દેશે

હવે મોદી સરકાર ચીનની કંપનીઓને ભારતમાં પ્રવેશની મંજૂરી આપવાની તૈયારીમાં લાગી છે અને ચીનની કંપનીઓની રોકાણની ૪૫ દરખાસ્તોને મંજૂરીનો તખ્તો તૈયાર છે. ગ્રેટ વોલ મોટર અને એચએઆઈસી મોટર કોર્પ જેવી કંપનીઓના પ્રોજેક્ટને મંજૂરી મળી જશે. મોદી સરકાર એકાદ અઠવાડિયામાં જ આ દરખાસ્તોને મંજૂરી આપીને ભારતમાં ચીનની કંપનીઓ માટે લાલ જાજમ પાથરી દેશે એવું સૂત્રોનું કહેવું છે.

મોદી સરકાર આર્થિક મોરચે હાંફી ગઈ તેથી છેવટે ચીનના શરણે જવું પડયું

મોદી સરકારે પોતાના બચાવ માટે એવી દલીલ તૈયાર રાખી છે કે, ભારત-ચીન વચ્ચે હવે સરહદે તણાવ ઘટયો છે તેથી આ હકારાત્મક પગલું ભરી રહ્યા છીએ.  જો કે સૂત્રોનું કહેવું છે કે, મોદી સરકાર આર્થિક મોરચે હાંફી ગઈ છે તેથી છેવટે ચીનના શરણે જવું પડયું છે. બીજી કંપનીઓ ભારતમાં રોકાણ માટે આવતી નથી તેથી મોદી સરકારનો છૂટકો નથી.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

‘સરકારનું અનાજ ખાધું છે માટે ઋણ તો ચૂકવવું પડે’ કહી મતદારને તગેડી મૂક્યો, સંખેડાના ધારાસભ્યનો બફાટ

Pravin Makwana

પાકિસ્તાનને સૌથી મોટો ઝટકો: ઈમરાન ખાનના ધમપછાડા છતાં એક પણ ન ચાલી, હમણા રહેશે ગ્રે લિસ્ટમાં

Pravin Makwana

લીંબ ગામે જાનૈયા પર અસામાજીક તત્વોએ પથ્થરમારો કરતા અફરાતફરી, ખડકી દેવાયો પોલીસનો કાફલો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!