GSTV

ગુજરાત : 45 ડિગ્રી તાપમાનથી ટોર્ચર કરતો ઉનાળો, લોકો પરસેવે રેબઝેબ

Last Updated on June 2, 2019 by Mayur

દેશના અનેક રાજ્યોમાં કાળઝાળ ગરમી પડી રહી છે. જેથી ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યુ. ઉત્તર પ્રદેશ, હરિયાણા, રાજસ્થાન અને દિલ્હીમાં ગરમી સાથે લૂનો પ્રકોપ સતત વધ્યો છે. જેથી લોકોને બપોરના સમયે ઘરની બહાર ન નિકળવાની સૂચના આપવામાં આવી છે. ગરમીના કારણે દેશમાં 3૨ લોકોનો મોત થયા છે. જેમાથી તેલંગાણામાં સૌથી વધારે 17 લોકોના મોત, મહારાષ્ટ્રમાં આઠ અને આંધ્ર પ્રદેશમાં ત્રણ લોકોના મોત થયા છે. હવામાન વિભાગને જણાવ્યા પ્રમાણે આગામી બે દિવસ સુધી ગરમીનું પ્રમાણ વધશે જે બાદ ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં ગરમીમાંથી આંશીક રાહત મળી શકે છે.

45 ડિગ્રીનું ટોર્ચર

રાજ્યમાં 45 ડીગ્રીનું ટોર્ચર જાણે આખાયે ગુજરાતને શેકી રહ્યુ છે. રવિવારે પણ સમગ્ર ગુજરાતમાં કાળઝાળ ગરમીનો લોકોને અહેસાસ થયો. આજે રાજ્યમાં સૌથી વધુ તાપમાન 45.3 ડીગ્રી સુરેન્દ્રનગર ખાતે નોંધાયુ. તો ગાંધીનગર પણ 45 ડીગ્રીના ટોર્ચરમાં શેકાયુ. આ ઉપરાંત અમદાવાદમાં 44.4 ડીગ્રી. રાજકોટમાં 44.5 ડીગ્રી તાપમાને લોકોને ત્રાહિમામ પોકારવા મજબૂર કરી નાખ્યા છે. ત્યારે નજર કરીએ રાજ્યના મહત્વના શહેરોના તાપમાન પર

ગુજરાતીઓ ગરમીથી ત્રસ્ત

ચારેબાજુ કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. આ વર્ષે દેશમાં રેકોર્ડ બ્રેક ગરમીનો અહેસાસ થયો છે. ત્યારે ગરમીથી વચવા માટે વૃક્ષોના છાંયડાનો લોકોએ સહારો લીધો હતો. લોકો ગરમીના ઉકળાટથી બચવા ઝાડની છત્રછાયામાં બેઠેલા જોવા મળ્યા હતા. તો કેટલાક લોકોએ ઠંડા પાણીનો સહારો લીધો હતો. કેટલાક લોકોએ ઠંડુ પાણી કે છાશ પીને પોતાના શરીરનું ટેમ્પરેચર જાળવવાનો પ્રયત્ન કર્યો હતો. અમદાવાદમાં કેટલાક સ્થળે જીએસટીવીના સંવાદદાતાએ ગરમીથી બેહાલ લોકોનો અહેસાસ જાણવાનો પ્રયત્ન કર્યો હતો.

બનાસકાંઠામાં લૂનો કહેર

બનાસકાંઠા એક અઠવાડિયાથી ગરમીનો પારો ઉચકાયો છે. દિવસ દરમ્યાન અસહ્ય ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. તો ડીસામાં મહત્તમ તાપમાનનો પારો ૪૨ ડીગ્રી પાર પહોંચી ગયો છે. જેના કારણે ડીસાના નગરજનો ગરમ લૂનો એહસાસ કરી રહ્યા છે.હવામાન વિભાગ દ્વારા પણ હિટવેવની આગાહી કરવામાં આવી છે. જિલ્લામાં સવારના દસ વાગ્યા બાદ સાંજના છ વાગ્યા સુધી ગરમ લૂનો એહસાસ થઇ રહ્યો છે.આગામી સમયમાં લોકોએ હજુ પણ વધારે ગરમીનો સામનો કરવો પડે તેવી શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

રાજસ્થાનના લોકો બેહાલ

દેશના મોટા ભાગના વિસ્તારોમાં રવિવારે પણ આકરી ગરમી યથાવત રહી. ખાસ કરીને રાજસ્થાનમાં લોકોના હાલ બેહાલ છે. અહીં ગરમીનો પારો સતત ઉંચો નોંધાઇ રહ્યો છે. જો કે શનિવાર કરતાં રાજસ્થાનમાં ગરમીથી આંશિક રાહત રહી. રવિવારે રાજસ્થાનના ચુરૂમાં 48.9 ડિગ્રી તાપમાન નોંધાયું. જે દેશમાં સૌથી ઉંચુ તાપમાન હતુ. આ ઉપરાંત રાજસ્થાનના જ શ્રીગંગાનગરમાં 48.6 ડિગ્રી ગરમી નોંધાઇ. બિકાનેરમાં 48.1 ડિગ્રી, જૈસલમેરમાં 47.8 ડિગ્રી, કોટામાં 47.5 ડિગ્રી, બાડમેરમાં 47.2 ડિગ્રી સુધી પારો ઉંચકાયો હતો. આ ઉપરાંત મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના વિદર્ભમાં પણ પારો ઉંચકાયો છે. વિદર્ભમાં નાગપુર અને બ્રહ્મપુરીમાં 47 ડિગ્રી, જ્યારે કે મધ્યપ્રદેશના નાવગોંગમાં 47.7 ડિગ્રી.. ખજુરાહોમાં 47.5 ડિગ્રી, ગ્વાલિયરમાં 46.8 ડિગ્રી, દમોહમાં 46.5 અને ગુનામાં 46.2 ડિગ્રી સુધી તાપમાન વધ્યું હતુ.

દિલ્હીમાં હાઈએલર્ટ જાહેર

રાજધાની દિલ્હીમાં ભયંકર ગરમીના કારણે લોકો સન સ્ટ્રોક અને લૂનો ભોગ બની રહ્યા છે. દિલ્હીમાં ૪5 ડિગ્રી તાપમાન નોંધવામાં આવ્યુ છે. જેથી હવામાન વિભાગે દિલ્હીમાં રેડ એલર્ટ જાહેર કર્યુ છે. કાળઝાળ ગરમીથી લોકો બચવા માટે લીબુ પાણી સહિતના પીણાનું સેવન કરી રહ્યા છે. ગરમીના કારણે દિલ્હીમાં સન સ્ટ્રોકના કેસમાં પણ સતત વધારો થયો છે. જેથી હવામાન વિભાગે બપોરના સમયે લોકોને બહાર ન નિકળવાની સલાહ આપી છે.

મહારાષ્ટ્રમાં 45 ડિગ્રીનો ભડકો

મહારાષ્ટ્રના નાગપુરમાં પણ ભીષણ ગરમી પડતા લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે. અહીં છેલ્લા એક સપ્તાહથી ગરમીનું પ્રમાણ સતત વધ્યુ છે. રવિવારે નાગપુરમાં 45 ડિગ્રી તાપમાન નોંધવામાં આવ્યુ.. જેથી ગરમ પવન સાથે લૂનું પ્રમાણ વધતા લોકો લીંબુ પાણી અને છાશનું સેવન કરી રહ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી બે દિવસ સુધી ગરમીમાંથી રાહત મળવાની નથી. જેથી ઉત્તર ભારત સહિત પશ્વિમ ભારતના રાજ્યોને ગરમીનો સામનો કરવો પડશે.

ઉત્તર પ્રદેશમાં 41 ડિગ્રી

ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં ભીષણ ગરમી પડી રહી છે. લખનઉમાં રવિવારે 41 ડિગ્રી તાપમાન નોંધવામાં આવ્યુ છે જ્યારે ગોરખપુરમાં પણ 40 ડિગ્રી તાપમાન નોંધવામાં આવ્યુ છે. જોકે, આ ગરમીમાંથી રાહત મળવાની આગાહી કરવામાં આવી રહી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે બંગાળની ખાડીમાંથી આવતા પવન ગરમીમાંથી રાહત આપશે.. યુપીમાં હવામાન વિભાગના નિદેશક જેપી ગુપ્તાએ જણાવ્યુ કે, ઈરાનથી આવતા પવનના કારણે માર્ચ અને જૂન માસમાં લૂ સાથે ભયંકર ગરમી પડી રહી છે. ગરમીના કારણે અને લોકો હિટ સ્ટ્રોક, સન બર્ન અને સ્કિન એલર્જીનો ભોગ બની રહ્યા છે. જેથી હવામાન વિભાગે લોકોને બપોરના સમયે ઘરની બહાર ન નિકળવાની સૂચના આપી છે.

READ ALSO

Related posts

ડ્રેગનની દગાખોરી / એક તરફ વાતચીતનો ઢોંગ, બીજી તરફ સરહદી વિસ્તારમાં સતત કરી રહ્યું છે નિર્માણ કાર્ય

Zainul Ansari

યોગીનો માસ્ટરસ્ટ્રોક / વિધાનસભા ચૂંટણી પહેલા જ આ નિર્ણય લઈને ખેડૂતોને આકર્ષવાનો પ્રયાસ

Pritesh Mehta

PHOTOS / નવા સંસદ ભવનના નિર્માણ સ્થળે વડાપ્રધાન મોદીની સરપ્રાઇઝ એન્ટ્રી, ચાલી રહેલા કાર્યોનું કર્યું નિરીક્ષણ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!