GSTV
World

Cases
7066882
Active
12271724
Recoverd
735674
Death
INDIA

Cases
639929
Active
1583489
Recoverd
45257
Death

એમેઝોનમાં લાગેલી આગ ઇન્ટરનેશનલ સંકટ, આગ પર કાબુ મેળવવા સેનાના 44 હજાર સૈનિકો મેદાને

દુનિયાને ઓક્સિઝન પુરા પાડનારા એમેઝોનના જંગલમાં લાગેલી ભિષણ આગ પર કાબુ મેળવવા માટે અંતે બ્રાઝીલના રાષ્ટ્રપતિ બોલ્સોનારોએ સેના મોકલવાનો આદેશ કર્યો છે. અહીં આગ પર કાબુ મેળવવામાં વિલંબના પગલે બ્રાઝીલના રાષ્ટ્રપતિની વૈશ્વિક સ્તરે પણ ટીકા થઇ. તેમના પર આગને રોકવા માટે યોગ્ય ઉપાયો ન કરવાના આરોપ લાગ્યા.

બ્રાઝીલના રાષ્ટ્રપતિ જાયેર બોલ્સોનારોએ જંગલોમાં આગ પર કાબુ મેળવવા માટે સેનાના 44 હજાર સૈનિકોને મેદાનમાં ઉતાર્યા છે. બોલ્સોનારોએ આ આદેશ ત્યારે આપ્યો કે જ્યારે યુરોપિયન યુનિયનના નેતાઓ દ્વારા એમેઝોનના જંગલમાં લાગેલી આગ પર કાબુ મેળવવા માટે દબાણ વધારવામાં આવ્યું. ફ્રાન્સ અને આયરર્લેન્ડે તો સ્પષ્ટ કહી દીધુ હતુ કે તેઓ બ્રાઝીલ સાથે ત્યાં સુધી વેપારી કરારને મંજૂરી નહીં આપે જ્યાં સુધી તે એમેઝોનના જંગલમાં લાગેલી આગ અંગે કંઇ નહીં કરે.

બીજી તરફ બ્રાઝીલના જંગલોમાં લાગેલી આગનો ધૂમાડો અને રાખ શહેરો સુધી પહોંચી ગઇ. જેથી રાષ્ટ્રીય ઇમરજન્સી જાહેર કરવામાં આવી.

જો કે બ્રાઝીલના રાષ્ટ્રપતિ બોલ્સોનારોએ તે વાતને સ્વિકારવાનો ઇન્કાર કરી દીધો કે તેમની નીતિઓ એમેઝોનના જંગલમાં લાગેલી આગના કારણે જવાબદાર છે. બોલ્સોનારોએ સુકા વાતાવરણને આગ માટે જવાબદાર ઠેરવતા કહ્યું કે હું આગ લાગવાની ઘટનાનો બચાવ નથી કરી રહ્યો કારણ કે આવી ઘટનાઓ હંમેશાથી બનતી રહી છે. દુર્ભાગ્યથી એમેઝોનના જંગલમાં આવું હંમેશાથી બનતું રહ્યું છે. તેમણે મીડિયા પર આરોપ લગાવ્યો કે મને કેપ્ટન નીરો કહીને તેઓ બ્રાઝીલના હિતોને નુકસાન પહોંચાડી રહ્યા છે. મને જવાબદાર ઠેરવવો તે બ્રાઝીલની વિરૂદ્ધ એક અભિયાન છે.

કેપ્ટન નીરોનું ટેગ રોમના રાજા નીરો પરથી આવ્યું છે. રોમ સળગી રહ્યું હતુ ત્યારે નીરો વાંસળી વગાડી રહ્યા હતા. બોલ્સોનારો અગાઉ બ્રાઝીલની સેનામાં કેપ્ટન રહી ચુક્યા છે.

બીજી તરફ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને તો ટ્વિટ કરીને આ મુદ્દાને આંતરરાષ્ટ્રીય સંકટ ગણાવ્યું. મેક્રોને કહ્યું હતુ કે એમેઝોનના જંગલમાં લાગેલી આગ એક આંતરરાષ્ટ્રીય સંકટ છે. આપણું ઘર સળગી રહ્યું છે. એમેઝોન વર્ષા વન આપણા ફેફસા છે. જે પૃથ્વી પર 20 ટકા ઓક્સીઝનનું ઉત્સર્જન કરે છે. તેમાં આગ લાગી છે તે એક આંતરરાષ્ટ્રીય સંકટ છે.

જેના પર બ્રાઝીલના રાષ્ટ્રપતિ બાલ્સોનારોએ પલટવાર કરતા કહ્યું કે મેક્રોનનું સૂચન ઉપનિવેશવાદી માનસિકતા દર્શાવે છે. આ પહેલા સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે પણ આગ પર ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી.

જ્યારે કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બ્રાઝીલને મદદની ઓફર કરી હતી. ટ્રમ્પે ટ્વિટ કરીને કહ્યું હતું કે તેમણે બાલ્સોનારો સાથે વાત કરી છે અને કહ્યું છે કે બંને દેશોની વચ્ચે વેપારની સંભાવનાઓ અત્યાર જેટલી પહેલા ક્યારેય ન હતી. અમેરિકા એમેઝોનના વર્ષા વનમાં લાગેલી આગથી મદદ કરી શકે છે. અને અમે મદદ માટે તૈયાર છીએ.

બ્રાઝીલ તેમજ વિશ્વના અન્ય દેશોમાં એમેઝોનના જંગલોમાં લાગેલી આગને લઇને જોરદાર વિરોધ પ્રદર્શન થયા. બ્રાઝીલમાં ઠેર ઠેર રેલીઓ કાઢવામાં આવી. અને બ્રાઝીલ સરકાર સામે પોતાનો રોષ વ્યક્ત કરવામાં આવ્યો.

READ ALSO

Related posts

આઝાદી પછી પહેલીવાર દેશનો જીડીપી સૌથી નીચા સ્તરે જવાની ભીતિ: નારાયણમૂર્તિ

pratik shah

જન્માષ્ટમી પર્વ: જાણો ગુજરાતમાં કયા મંદિરો છે આજે બંધ, શું છે નવા નિયમો

pratik shah

અંતિમ ક્લિનિકલ ટ્રાયલ બાકી છતાં રશિયાએ કોરોના વેક્સીન તૈયાર કર્યાની જાહેરાત, શંકા-કુશંકાઓ વચ્ચે ઓક્ટોબરથી રસીકરણ થશે શરૂ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!