GSTV
Gujarat Government Advertisement

તંત્રની કડક ફિલ્ડીંગ છતાં અમદાવાદમાં કોરોના ‘બેવડી’ સદી ફટકારવા તરફ : આજે નવા 44 કેસ નોંધાયા

Last Updated on April 11, 2020 by Karan

કોરોનાનો કહેર સતત વરસી રહ્યો છે. ગુજરાતમાં કોરોનાના કેસમાં છેલ્લા ચારેક દિવસથી સતત વધારો થઈ રહ્યો છે. કોરોનાનું સંક્રમણ એક જ દિવસમાં ગુજરાતના 55 કેસમાંથી 50 કેસ અમદાવાદના નિકળતાં હોટસ્પોટ બનેલા સેન્ટરોમાં વધુ તપાસ ધરાતાં આજે પણ સવારથી સાંજ સુધી નવા 44 કેસ નોંધાયા છે. અમદાવાદમાં હજુ પણ લોકોને કોરેન્ટાઈન કરાઈ રહ્યા છે. લોકોને સમજાવીને ટેસ્ટ કરાવી રહ્યા છે. છતાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે.

44 નવા કેસ નોંધાતા ફફડાટ

અમદાવાદમાં વધુ 44 નવા કેસ નોંધાયા છે. જેમાં 36 પુરુષો અને 8 સ્ત્રીઓનો સમાવેશ થાય છે. ગુજરાતમાં આજે નવા 70 કેસ નોંધાયા છે. આજે કોઈનું મૃત્યું થયું નથી. જ્યારે 3 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. વડોદરામાં 20 કેસમાં 11 પુરુષ અને 9 સ્ત્રીઓ છે. તો ભરૃચમાં 3 તથા સુરતમાં પણ 3 નવા કેસ સાથે રાજ્યમાં કુલ 70 કેસ નોંધાયા છે. જેમાં 53 પુરુષો અને 17 સ્ત્રીઓને કોરોના પોઝીટીવ આવ્યો છે. રાજ્યમાં અત્યાર સુધી કોરોના સંક્રમિતોનો આંક 378 પર પહોંચી ગયો છે. જેમાં 3 દર્દીઓ વેન્ટીલેટર પર છે અન્ય 323 દર્દીઓ સ્ટેબલ છે. 33 લોકોને ડિસ્ચાર્જ આપી દેવાયું છે. રાજ્યમાં અત્યાર સુધી 19 લોકોના મૃત્યુ થયા છે.
છેલ્લા 24 કલાકમાં 1519 ટેસ્ટ કરાયા જેમાં 116 પોઝીટીવ અને 1300 નેગેટીવ છે. તો હજુ 103 ટેસ્ટ પેન્ડિંગ છે.
અત્યાર સુધીમાં 7718 લોકોના ટેસ્ટ કરાયા છે જેમાં 378 કેસ પોઝીટીવ આવ્યા છે.

33 વિદેશ પ્રવાસના

રાજ્યમાં કુલ નોંધાયેલા કેસમાં 33 વિદેશી પ્રવાસના છે તો આંતરરાજ્ય પ્રવાસીઓ 32 છે. નવા જે કેસ નોંધાયા છે તે લોકલ ટ્રાન્સમિશનના કેસ છે. લોકલ કેસ કુલ 313 થયા છે. ગુજરાતમા અમદાવાદમાં 197 એ આંક પહોંચ્યો છે. જેમાં 155 લોકલ સંક્રમણના કેસો છે. અમદાવાદમાં છેલ્લા ત્રણેક દિવસમાં આંક વધી જતાં હાલ આજે સવારથી અત્યાર સુધી નવા 44 કેસ નોંધાતા કુલ આંક 197 થયો છે. સુરતમાં પણ આંક 27 પર પહોંચ્યો છે. અમદાવાદ પછી વડોદરામાં 59 પર કોરોનાનો આંક પહોંચતા ચિંતા વધી છે. ભાવનગરમાં પણ 22 કેસ એક્ટિવ છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

આનંદો/ 50 ટકા કેપેસિટી સાથે શરૂ થશે થિયેટર અને મલ્ટીપ્લેક્ષ, 27 તારીખથી ગાઈડલાઈન સાથે શરૂ થશે થિયેટર

pratik shah

નાપાક ડ્રેગનની ચાલ/ કપટી ચીને ભારતની સીમા તટે શરૂ કરી બુલેટ ટ્રેન, અરૂણાચલ પ્રદેશની બોર્ડર પર ભારતીય સૈનિકોની બાજ નજર

pratik shah

અમદાવાદ/ GIDCમાં મુખ્યમંત્રીએ નવનર્મિત વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું કર્યું લોકાર્પણ, વટવાના 700 જેટલા ઉદ્યોગોને મળશે લાભ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!