GSTV
Home » News » કેમિકલ પ્લાન્ટમાં બ્લાસ્ટ થતા 44નાં મોત,100 કરતા વધુ ઘાયલ

કેમિકલ પ્લાન્ટમાં બ્લાસ્ટ થતા 44નાં મોત,100 કરતા વધુ ઘાયલ

ચીનના યાંચેંગ શહેરમાં આવેલા કેમિકલ પ્લાન્ટમાં વિસ્ફોટ થવાના કારણે 44 જેટલા લોકોના મોત અને 32 લોકો ઘાયલ થયા છે. જેમાથી અનેક લોકો એવા છે જેમની હાલત અતિ ગંભીર છે. જ્યારે  વિસ્ફોટ બાદ 12થી વધુ લોકોને બચાવી લેવામાં સફળતા મળી છે. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે ગુરૂવારે થયેલા બ્લાસ્ટ  બાદ અફરા-તફરી મચી હતી. બ્લાસ્ટના કારણે પ્લાન્ટની ઈમારત ધરાશાયી થઈ હતી.

વિસ્ફોટની ઘટનાને નજરે જોનારાએ જણાવ્યુ હતુ કે, બ્લાસ્ટ બાદ અનેક કર્મચારીઓ પ્લાન્ટની બહાર ભાગતા નજરે પડ્યા હતા. મહત્વપૂર્ણ છે કે, આ પહેલા જુલાઈ, 2018માં શિહુઆન પ્રોર્વિસ કેમિકલ પ્લાન્ટમાં બ્લાસ્ટ થયો હતો. જેમા 19 જેટલા લોકોના મોત અને 12 લોકો ઘાયલ થયા હતા. 2015માં પણ ટિયાનજિન શહેરન કેમિકલ પ્લાન્ટમાં બ્લાસ્ટ  થયો હતો. જેમા 165 લોકોના મોત થયા હતા.

READ ALSO

Related posts

તમે શંકર ચૌધરીની ગુલામી ભોગવવા માંગો છો: આ ઝેરી આઇટમ છે

Mayur

TIK TOKના રસિકો માટે આવ્યા ખુશખબર : મદ્રાસ હાઇકોર્ટે બદલ્યો આદેશ, અહીંથી થઈ શકશે ડાઉનલોડ

Mayur

મોદીનો સૂટ ખરીદનાર સાથે 1 કરોડની ઠગાઇના કિસ્સાની હીરા ઉદ્યોગમાં ચર્ચા

Mayur