GSTV
Morabi ગુજરાત ટોપ સ્ટોરી

મોરબી જળ હોનારતની 43મી વરસી: ગુજરાતના ઈતિહાસમાં ક્યારેય ન ભૂલાય એવી દુર્ઘટના, જાણો શું થયું હતું 11 ઓગસ્ટે

મોરબી

43 વર્ષ વીતી ગયા છે ગોઝારા જળ હોનારતને. જયારે મચ્છુ-૨ ડેમ તુટયો અને જળ એ જીવન વ્યાખ્યાને બદલાવી નાખીને જળ જ મોટી હોનારત લાવ્યું હતું. એવી હોનારત કે જેને 43-43 વર્ષનો સમય વીતી ગયો હોવા છતાં મોરબીવાસીઓ આજે પણ ભૂલી શક્યા નથી. ભયાવહ હોનારતમાં સરકારે ૨,૦૦૦ જેટલા લોકોનાં મોતનો અંદાજ લગાવ્યો હતો, પણ સ્થાનિક લોકો કહેતા આવ્યા છે કે ૨૦,૦૦૦થી વધુ માનવીનો ભોગ મચ્છુનાં ધસમસતા પાણીએ ભોગ લીધો હતો.

મોરબી

તારીખ ૧૧ ઓગસ્ટ, ૧૯૭૯.. જયારે અવિરત મુશળધાર વરસાદ વરસતા મોરબીની જીવાદોરી સમાન મચ્છુ-૨ ડેમ પાણીના સખત પ્રવાહને જીલી શક્યો નહોતો અને ડેમની એક દીવાલ તૂટી પડતા મહાવિનાશ સર્જાયો હતો. એવો વિનાશ જે માનવ ઇતિહાસે અગાઉ ક્યારેય જોયો નહોતો કે આવી હોનારતની કોઈએ કલ્પના પણ કરી નહોતી. ૧૧ ઓગસ્ટ, ૧૯૭૯ નો એ દિવસ અને સમય હતો બપોરે ૩.૧૫ નો.. જયારે મોરબીમાં ઓલ ઈન્ડિયા રેડિયો દ્વારા લોકોને એવી ચેતવણી આપવામાં આવી કે, ‘ત્રણ દિવસથી લાગલગાટ વરસી રહેલા વરસાદ અને ઉપરવાસની પાણીની સતત થઈ રહેલી આવકને કારણે મચ્છુ-૨ ડેમ ભયજનક બન્યો છે તો લોકો સલામત સ્થળોએ જતાં રહે.’ પરંતુ ડેમ સાઈટ પરથી સંદેશા વ્યવહાર ઠપ થઈ જતાં મચ્છુ ડેમ તૂટયો હોવાની જાણ કરી શકાય નહોતી. જેથી લોકો જળ હોનારત વિશે કંઈ વિચારે કે સમજે તે પહેલા જ બપોરે ૩.૩૦ કલાકની આસપાસ તો પુરના પાણી મોરબીમાં ધસમસતા આવી ચડયા હતા અને આખ્ખા શહેરને વેરવિખેર કરી નાખ્યું હતું. એ દિવસને આજે પણ મોરબીવાસીઓ ભૂલી શક્યા નથી.

એ ગોઝારા દિવસે મયુરનગરી તરીકે ઓળખાતા મોરબી શહેરમાં મોતનું તાંડવ થયું હતું. માત્ર બે કલાકના સમયગાળામાં તો મોરબીને તારાજ કરીને મચ્છુનાં પાણીનો ધસમસતો પ્રવાહ ક્યાંય દુર નીકળી ગયો હતો. શહેરમાં વધી રહેલા પાણીના પ્રવાહને જોઇને ગભરાઈ ગયેલા મોરબીવાસીઓએ જીવ બચાવવા આમથી તેમ દોડ લગાવી હતી. પરંતુ એ સમયે પાક્કા અને બહુમાળી મકાનો બહુ ઓછા હતા એટલે જીવ બચાવવા ક્યાં જવું ? કારણ કે, ૧૦-૧૫ ફૂટ ઉંચે સુધી પાણી ફરી વળ્યા હતા. ઘણા લોકોએ ઈમારતો અને મકાનો પર ચડીને જીવ બચાવવાનો પ્રયાસ કર્યો હતો, તેમાં પણ અનેક ઈમારતો અને મકાનો પણ પાણીના પ્રવાહનો સામનો કરી નહીં શકતા જમીનદોસ્ત બની ગયા હતા.

મોરબી

ગલી હોય કે મહોલ્લા, બજાર હોય કે મકાનની છતો દરેક સ્થળ સ્મશાન બની ગયું હતું. પૂરમાં હોમાઈ ગયેલી માનવ મૃતદેહો ઠેર-ઠેર પડયા હતા તો સૌથી મોટી ખુવારી અબોલ પશુઓની થઈ હતી. હજારોની સંખ્યામાં અબોલ જીવો આ પૂરમાં તણાયા હતા, જેમના મૃતદેહો કેટલાયે દિવસો સુધી શહેરની મુખ્ય ગલીઓ અને બજારોમાં પડયા રહ્યા હતા. એ વખતે ટાંચા સરકારી સંસાધનોને કારણે રેસ્કયુ અને સર્ચ ઓપરેશનમાં પણ વિલંબ થયો એટલે ખરો મૃત્યુઆંક બહાર આવ્યો જ નહીં. યોગ્ય રેકોર્ડ અને કોઈપણ ઓળખ પૂર્ણ થાય એ પહેલા માનવ અને પશુઓનાં ઠેર-ઠેર રઝળતા મૃતદેહોથી રોગચાળો ફેલાવાનું જોખમ લાગતા સામુહિક અગ્નિદાહ કે દફનવિધીઓ કરી નાખવામાં આવી હતી. પરિણામે આજે પણ મોરબી જળ હોનારતનો સાચ્ચો મૃતાંક બહાર આવ્યો નથી. સરકારી રીપોર્ટ અને જુદા-જુદા સર્વેક્ષણ ઉપરાંત જાગૃત લોકોએ લગાવેલા અંદાજ પ્રમાણે મોટા તફાવત સાથે ૧,૮૦૦ થી ૨૫,૦૦૦ લોકોનાં મોત થયા હોવાનું જ નોંધાયું છે.

મોરબીની મચ્છુ જળ હોનારતની ઘટનાને 43 વર્ષ પુરા થયા છે જો કે, ન માત્ર ગુજરાત પરંતુ દેશ વિદેશના લોકો પણ જે ઘટનાને આજની તારીખે ભૂલ્યા નથી. તે ઘટનાને મોરબીવાસીઓ ન ભૂલી શકે તે નક્કી છે. અને 43 વર્ષ વીતી ગયા હોવા છતાં પણ હોનારતની તારીખ આવતી હોવાથી જૂની યાદો તાજી થઇ જવાથી અનેક આંખોમાં ફરી પાછું હોનારત આવી જાય છે જળ પ્રલયમાં સ્વજનોને ગુમાવનારા અનેક લોકોની આંખોના બાંધ પણ તૂટી પડે છે જો કે, જે દિવસે આ ગોજારી ઘટના મોરબીમાં સર્જાઈ હતી. ત્યારે કેટલાક અધિકારી અને કર્મચારીઓએ પોતાના જીવ જોખમમાં મુકીને લોકોના જીવ બચાવ્યા હતા.

૧૧મી ઓગસ્ટના દિવસને મોરબીના રહેવાસીઓ ક્યારે પણ ભૂલી શકે તેમ નથી કેમ કે, આ દિવસે આજથી ૪3 વર્ષ પહેલા મોરબી નજીકનો મચ્છુ-૨ ડેમ તુટ્યો હતો. અને મોરબી ભારતના નકશામાંથી હતું ન હતું થઇ ગયું હતું. જે તે સમયે શ્રાવણ મહિનાના પવિત્ર દિવસો હોવાથી મેળા સહિતની રજાઓ હોવાથી મોરબીની જુદીજુદી કચેરીઓમાં ફરજ બજાવતા અધિકારીઓ અને કર્મચારો પોતાના વતનમાં કે ગામડે જતા રહ્યા હતા. અને ૧૧મી તારીખ પહેલાના દિવસોમાં પડેલા ભારે વરસાદના કારણે મચ્છુ-૨ ડેમ છલોછલ ભરેલો હતો તેવા સમયે એક એક ડેમનો માટીનો પાળો તૂટવાથી સર્જાઈ હતી મોટી દુર્ઘટના અને હજારો લોકએ પોતાના જીવ ગુમાવ્યો હતા. આજે પણ આ દિવસે લોકો આંખમાં આજે પણ આશુ સરી પડે છે જળપ્રલયની ભયાનક ઘટના જેની યાદ માત્રથી આજની તારીખે લોકોના શરીરમાંથી કંપારી છૂટી જય છે જો કે, મોરબીના જળ હોનારતમાં માનવ મૃત્યુનો સાચો આંકડો તો આજની તારીખે બહાર આવ્યો નથી અને મચ્છુ ડેમમાંથી નીકળેલ પાણી મોરબી ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ફરી વળ્યું હોવાથી હજારોની સંખ્યામાં લોકો મચ્છુના ધસમસતા પાણીમાં તણાઈ ગયા હતા અને મોતને ભેટયા હતા.

મોરબી

જળપ્રલયની ભયાનક ઘટના જેની યાદ માત્રથી આજની તારીખે લોકોના શરીરમાંથી કંપારી છૂટી જય છે. જો કે, મોરબીના જળ હોનારતમાં માનવ મૃત્યુનો સાચો આંકડો તો આજની તારીખે બહાર આવ્યો નથી અને મચ્છુ ડેમમાંથી નીકળેલ પાણી મોરબી ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ફરી વળ્યું હોવાથી હજારોની સંખ્યામાં લોકો અને માલ ઠોર મચ્છુના ધસમસતા પાણીમાં તણાઈ ગયા હતા અને મોતને ભેટયા હતા. આટલું જ નહિ ગાય, ભેસ સહિતના દુધાળા પશુઓ ઉપરાંત અન્ય હજારો અબોલ જીવના પણ પાણીમાં તણાઈ જવાથી મોત નીપજતા શેરી ગલ્લીઓ તો ઠીક વીજપોલ ઉપર, મકાનની છત ઉપર, વૃક્ષની ડાળીઓ ઉપર જ્યાં નજર કરો ત્યાં લટકતી લાશો જ જોવા મળતી હતી.

મચ્છુ હોનારત બાદ શહેરમાં રોગચાળો ફેલાઈ અને લોકો રોગનો ભોગ બને તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું જેથી તે સમયે સરકાર દ્વારા તાત્કાલિક કર્મચારીઓની ભરતી કરીને જુદાજુદા સર્વે સહિતની કામગીરીમાં તે કર્મચારીઓને લગાવવામાં આવ્યા હતા અને જે તે સમયે તાત્કાલિક કેલાક કર્મચારીઓની ભરતી પણ કરવામાં આવી હતી અને નવા સ્ટાફને પહેલી જવાબદારી શહેરના જુદાજુદા વિસ્તારોમાં પાણી કેટલા ભરાયેલા છે, કયા કયા મૃતદેહ પડ્યા છે વિગેરે સોપવામાં આવી હતી.આજે પણ તેઓને યાદ છે અને તે દિવસનો નજરો આજે ઘણા કર્મચારી નિવૃત થઇ ગયા છે. તો પણ ભૂલી શક્યા નથી જે દિવસે હોનારત આવ્યું હતું તે દિવસે મોરબીના નિવૃત એસટી ડ્રાઇવર હરીશચંદ્રસિંહ ચુડાસમા કે જેમણે વહીવટી તંત્રના વડા એટલે કે તે સમયના રાજકોટના કલેકટરને મોરબીમાં મચ્છુ જળ હોનારત સર્જાઈ હોવાની પહેલી જાણ કરી હતી.

મોરબી શહેરમાં 11મી ઓગસ્ટ 1979ના દિવસે બપોરના સમયે જળની સપાટી વધવા લાગી હતી. જીવ બચાવવા માટે ક્યાં જવું? એ લોકો માટે મોટો સવાલ હતો કેમ કે, ભારે વરસાદના કારણે પલળી ગયેલા મકાનો અને ઇમારતો પત્તાના મહેલની જેમ તુટવા લાગ્યા હતા. જેથી હોનારતમાં બચી ગયેલા લોકો આજે પણ કહે છે કે, તેઓને ભગવાને જ બચાવ્યા છે. નહિ તો મોત તો તેઓએ પોતાની નજર સામે જ જોયું હતું ત્યારે હોનારતના કારણે મોરબી ટાપુ સામન બની ગયું હતું. અને ચોમેર પાણી જ પાણી હતું જો કે, પાણી ઓસરવા લાગ્યા બાદ એક બાજુ મોરબીમાં લાશોના ઢગલા, ગંદકીના ગંજ હતા.જેથી આરએસએસ સહિતની જુદીજુદી સંસ્થાઓના લોકો બચાવ રાહતની કામગીરી માટે મોરબીમાં આવતા હતા જયારે હોનારત આવ્યું હતું તે દિવસે જીવ બચાવવા માટે ઘણા લોકો મકાનની અગાશી ઉપર ચડી ગયા હતા જો કે, હાલના શનાળા રોડ ઉપર ગણેશ ટાઈલ્સ નામનું કારખાનું આવેલું હતું. તેની છત ઉપર છગનભાઈનો પરિવાર અને તેની બહેનનો પરિવાર જીવ બચાવવા માટે ચડી ગયો હતો ત્યારે ધડાકાભેર અગાશી તૂટી હતી જેથી કરીને છગનભાઈના સાત દીકરા અને બે દીકરી તેમજ તેની બહેનના પરિવારના છ સભ્ય એટલે કે કુલ મળીને ૧૬ લોકોએ હોનારતમાં જીવ ગુમાવ્યા હતા.

11 ઓગસ્ટ 1979ના એ દિવસે મોરબીમાં જનજીવન સામાન્ય હતું. પરંતુ ઉપરવાસના ભારે વરસાદને કારણે મહાકાય મરછુ-2 ડેમ તૂટવાની સાથે મોરબીમાં મોતનું તાંડવ સર્જાયું. મરછુ પૂર્ણ રાક્ષસી કાળના મોજા આખા શહેરમાં મોટ બનીને ત્રાટક્યા હતા. એ સાથે મોરબી તબાહ થઇ ગયું હતું. ઘણા લોકોને તો બચવાની તક મળી ન હતી. મકાનો, મોટી મોટી ઈમારતોને મરછુના પુરે એક જાટકે તહસ નહસ કરી દીધા હતા. જીવ બચાવવા ભાગતા હજારો લોકોને પણ મરછુના પુરે સદાય માટે મોતની આગોશમાં સમાવી લીધા હતા. શહેરના નીચાણવાળા વિસ્તારોમાં જે બચી ગયેલા લોકોને ઉંચાઈ વળી જગ્યાએ પહોંચ્યા ત્યાં પણ, મરછુએ મોતનો વિકરાળ પંજો ફેલાવતા સ્થળાંતરિત અનેક લોકો પરિવાર સમેત મોતને ભેટ્યા હતા.

મોરબી

મોરબીના ઇતિહાસમાં સૌથી વધુ કરૂણ કહી શકાય તેવી આ ઘટનાની ભયાનકતા અને તબાહીની કલ્પના કરતા પણ ધ્રુજી ઉઠાય છે. પરંતુ એ દિવસે મરછુએ જે વિનાશ વર્ષો તેના લાચારી અને ભયાનકતાના દ્રશ્યો ભલભલાને કમકમાટી ઉપજાવી હતી. સેંકડો માનવ મૃતદેહો, વીજળીના તાર ઉપર લટકતી માનવ લાશો, હજારો જાનવરોના કોહવાય ગયેલા મૃતદેહો, ધ્વસ્ત થયેલા હજારો મકાનો, સ્વજનો તથા પોતાનું સર્વસ્વ ગુમાવી ચૂકેલા હજારો મોરબી વાસીઓની આંખમાં ડોકાતો ભય, નજર સામેથી ન હટતા પ્રલયના બિહામણા દ્રશ્યો, ડૂબી ગયેલા અને દબાઈને દટાઈ ગયેલા પરિવારજનોને બચાવવા માટેની આખરી ક્ષણની ચીચીયારીઓના દર્દનાક અવાજોથી મોરબી એક ખોફનાક સન્નાટાનું શહેર બનીને રહી ગયું

મરછુ જળ હોનારતમાં હજારો લોકો તથા પશુના મોત થયા હતા, તેમજ સેંકડો ઝુંપડા મકાનો અને મોટી ઇમારતો નાશ પામી હતી. આ જળપ્રલય દુર્ઘટનાની 43મી વરસી છે ત્યારે હોનારતમાં નજર સામે ગુમાવેલા સ્વજનોની ભયાનક ક્ષણ યાદ આવતા અસરગ્રસ્તોની આંખ માંથી ભય સાથે લાચારીના પૂર વહે છે. “જળ એજ જીવન “અને આ જ જળ જયારે વિનાશ નોતરે ત્યારે ગુજરાતી સાહિત્યના મહાન કવિની પંક્તિ યાદ આવ્યા વિના રહેતી નથી કે “ જે પોષતું તે મારતું. મોરબી શહેરમાં પણ આ મહાન કવિએ કરેલું કથન આજથી 43 વર્ષ પહેલા પુરવાર થયું હતું. મોરબીની જીવાદોરી સમાન મચ્છુ-2 ડેમમાં વરસાદની સતત થઈ રહેલી આવકને ડેમ સંગ્રહી ના શકતા ડેમ ફાટ્યો હતો અને માત્ર બે કલાકમાં તો મોરબીને સ્મશાન બનાવી નાખ્યું હતું.

11 ઓગસ્ટ 1979 એ દિવસે 25 ઇંચ વરસાદ વરસ્યો. મચ્છુ નદીમાં વિદ્યુતવેગી પૂર આવ્યા અને તેના પરિણામે 11 ઓગસ્ટ 1979ના રોજ મચ્છુમ-2 ડેમ તૂટી ગયો. જળ હોનારત સર્જાઇ. મોરબી શહેર ઉપરાંત મોરબી-માળીયા તાલુકાનાં 68 ગામડાઓની 1,53000ની વસતિને ભારે અસર પહોંચી. મોરબી શહેરમાં આંધી ઉભી થઇ ગઇ હતી. આ ભયાનક હોનારતમાં મોટી સંખ્યામાં માણસોએ જાન ગુમાવ્યા ,પશુધનનો વિનાશ થયો, પાકને પારાવાર નુકશાન થયુ, પાણી પુરવઠાની અને વીજળી તથા ટેલીફોન વ્યાવસ્થા તૂટી પડી.આ કરૂણ ઘટનાને 43 વર્ષ પૂરા થયા છે. 43 વર્ષનો સમય વીતી ગયો હોવા છતાં મોરબીવાસીઓ આજે પણ ભૂલી શક્યા નથી.

11 ઓગસ્ટ 1979નો એ દિવસ અને સમય હતો બપોરે 3.15એ જયારે મોરબીમાં એ સમાચાર વહેતા થયા હતા કે ત્રણ-ત્રણ દિવસથી લાગલગાટ વરસી રહેલા વરસાદ અને ઉપરવાસની પાણીની સતત થઈ રહેલી આવકને કારણે મચ્છુ-2 ડેમ તુટ્યો છે તો લોકો જીવ બચાવવા નાસી છૂટે તે પહેલા જ બપોરે ૦૩.૩૦ કલાકની આસપાસ તો પુરના પાણી મોરબીમાં ધસમસતા આવી ચડ્યા હતા અને મોરબીને વેરવિખેર કરી નાખ્યું હતું. હજારો માનવ જિંદગીઓ કાઈ પણ સમજે તે પહેલા તો પાણી તેના સ્વજનોને, મિલકતોને ક્યાંય તાણી ગયું હતું અને કુદરત સામે લાચાર કાળા માથાનો માનવી નિસહાય બનીને કુદરતના ખેલને જોઈ રહ્યો હતો.

10 ઓગસ્ટ 1979ના રોજ એક દિવસમાં 25 ઇંચ વરસાદ પડ્યો હતો અને ડેમમાં પાણી છોડવાની ક્ષમતા પૂર્ણ થઈ ગઈ હતી તો વરસાદની પાણીની આવક તેમજ ઉપરવાસની આવક વધી જતા ડેમ પાણીના પ્રવાહને સમાવી ના સકતા ડેમની દીવાલ ધરાશાયી બની હતી અને પાણીના ધસમસતા પ્રવાહે શહેરમાં તારાજી સર્જી હતી.ત્યારે આ કરૂણ ઘટનાને યાદ કરીને આજ પણ આંસુ આવી જાય છે.મચ્છુ જળ હોનારતની વરસી જ્યારે આવે છે. ત્યારે મોરબી વાસીઓ તે ઘટનાને યાદ કરીને દિવંગતોને શ્રધ્ધા સુમન અર્પણ કરે છે. આજે મચ્છુ જળ હોનારતને 43 વર્ષ પૂર્ણ થાય છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ પાલિકા તંત્ર મૌન રેલી કાઢી મણીમંદિર ખાતે આવેલા દિવંગતોના સ્મૃતિસ્તંભને પુષ્પાંજલિ અર્પણ કરીને દિવંગતો યાદ કરે છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય સમાચાર.

READ ALSO

Related posts

NCPમાં મોટો ફેરફાર, શરદ પવારે સુપ્રિયા સુલે અને પ્રફુલ પટેલને કાર્યકારી અધ્યક્ષ બનાવ્યા, ભત્રીજા અજીતને મોટો ફટકો

Padma Patel

ગુજરાત ATSએ પાર પાડેલા ઓપરેશનનો આખો ઘટનાક્રમ, પકડાયેલા આતંકીઓને હેન્ડલરે પોરબંદર પહોંચવાની આપી હતી સુચના અને પછી…

Kaushal Pancholi

રાજ્યમાં વીજળીના કડાકા ભડકા સાથે વરસાદની આગાહી, 13મી જૂને 70 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા

Kaushal Pancholi
GSTV