GSTV

43 વિદ્યાર્થીનીઓનો આરોપ: શિક્ષક અમને ગંદી નજરથી જુએ છે અને અશ્લીલ સવાલ પૂછે છે

ME TOO લગ્નની મોસમની જેમ ઉપડ્યો છે. રોજ કોઈને કોઈ કેસ તો બહાર આવે જ છે. ક્યારેક બોલિવૂડ તો ક્યારેક આમ જનતા. એવો જ એક કેસ આવ્યો છે દિલ્લીમાંથી. બાહ્ય દિલ્હીની સરકારી શાળામાંથી 43 છોકરીઓએ શિક્ષક પર અશ્લીલતાનો આરોપ મૂક્યો છે. વિદ્યાર્થીઓ કહે છે કે શિક્ષક તેમને ગંદી રીતે જુએ છે અને અશ્લીલ પ્રશ્નો પૂછે છે. છોકરીઓએ આ બાબત વિશે આચાર્યને પત્ર લખ્યો. પ્રિન્સિપલને લખેલ પત્ર 11 અને 12માં ધોરણની વિદ્યાર્થીઓની છે.

હિન્દીમાં લખેલા પત્રમાં લખ્યું છે કે ‘ શિક્ષક છોકરીઓને ગંદી રીતે જુએ છે અને ઘણીવાર અશ્લીલ પ્રશ્નો પૂછે છે કે જેનો જવાબ અમારી કોઈપણ પાસે નથી હોતો. જ્યારે અમે પ્રશ્નોનો સામનો કરીએ છીએ, ત્યારે તે કહે છે કે હું તમારી બુદ્ધિ તપાસતો હતો. આવા પ્રશ્નો પૂછીને અમારુ જ્ઞાન અને ડહાપણ ચેક કરે એવા શિક્ષકો અમારે નથી જોતા. આ મુદ્દો મોખરે મૂકવો ખૂબ જ મહત્વપૂર્ણ છે જેથી અમારા જુનિયર સાથીદારોને ભવિષ્યમાં કોઈ સમસ્યા ન થાય.’

છોકરીઓ પાસેથી મળેલ પત્રની પુષ્ટિ કરી છે, પત્ર 31 ઓક્ટોબરે મળ્યો હતો. મુખ્ય અધિકારીએ જણાવ્યું હતું કે, “આ કેસમાં, તપાસ પૂર્ણ કર્યા પછી અહેવાલને શિક્ષણ કચેરીમાં મોકલવામાં આવ્યો છે.” જો કે, પ્રિન્સિપાલે આરોપી શિક્ષકને દોષી ઠેરાવવાનો ઇનકાર કર્યો અને કહ્યું કે આ જાતીય દુર્વ્યવહારનો વિષય નથી. ભોગ બનેલા વિદ્યાર્થીઓએ કહ્યું છે કે જો આ બાબત દબાવવામાં આવશે અને કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે, તો પછી અમે વર્ગમાં નહીં જઈએ.

READ ALSO

Related posts

સોમનાથ-ભાવનગર હાઈવે મંજૂર તો થયો, પણ કામ ક્યારે પુરૂ થશે તેની કોઈ ગેરેન્ટી નથી !

Pravin Makwana

અમદાવાદ/ ચાંદખેડાની TLGH હોસ્પિટલની બેદરકારીએ વધુ એક વ્યક્તિનો જીવ લીધો, હોસ્પિટલમાં થઈ રહી છે પાર્ટીઓ

Pravin Makwana

દિલ્હી ખેડૂત આંદોલનના સમર્થનમાં આવ્યું ગુજરાત કોંગ્રેસ, 4 ડિસેમ્બરે જિલ્લા સ્તરે કરશે પ્રદર્શનો

Karan
Do NOT follow this link or you will be banned from the site!