GSTV

ભરચોમાસે છતે ઘરે 42 ફલેટના પરિવારો બન્યા બેઘર ફલેટને સીલ લાગી જતા માસુમ બાળકો જોડે પાર્કિંગ અને પાડોશીના ઘરમાં રહેવા મજબૂર!

Last Updated on August 1, 2021 by pratik shah

ભરચોમાસે છતે ઘરે 42 ફ્લેટના પરિવારો બેઘર બની ગયા છે.આ વાત છે સુરતની.જ્યાં એક બિલ્ડરની ભૂલના કારણે 42 જેટલા પરિવારો હાલ તો બેઘર બની ગયા છે. સુરતના મોટા વરાછા ખાતે હેતવી હાઇટ્સના 42 ફલેટને ફાયનાન્સ કંપની દ્વારા સીલ મારી દેવામાં આવ્યા છે. બિલ્ડર દ્વારા પ્રોજેક્ટ પર લેવામાં આવેલી લોનની ભરપાઈ નહીં કરાતા સીલિંગની કાર્યવાહી કરવામાં આવી. છેલ્લા ત્રણ દિવસથી ફલેટને સીલ લાગી જતા માસુમ બાળકો જોડે પરિવારો હાઇટ્સના પાર્કિંગ અને પાડોશીના ઘરમાં રહેવા માટે મજબુર બન્યા છે.જ્યાં બિલ્ડરના ભોગે ઉદ્દભવેલી સ્થિતિના પગલે લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે.

હેતવી હાઇટસમાં કુલ 98 જેટલા ફલેટ

મોટા વરાછા ખાતે આવેલી હેતવી હાઇટસમાં કુલ 98 જેટલા ફલેટ છે..જે પૈકી 42 ફ્લેટને રેલીગર ફાયનાન્સ કંપની દ્વારા કોર્ટના ઓર્ડર અને પોલીસ બંદોબસ્ત સાથે સીલ કરી દેવાયા છે. ફાયનાન્સ કંપનીમાં લીગલ એડવાઇઝરનું કહેવું છે કે સિદ્ધિ ડેવલોપરના ભાગીદારો દ્વારા કંપની પાસેથી કરોડોની લોન લેવામાં આવી હતી. જે લોનની ભરપાઈ કરવામાં આવી નથી.વારંવાર આ મામલે નોટીસ પણ આપવામાં આવી હતી છતાં લોનની ભરપાઈ કરાઈ નહોતી. જેથી ફ્લેટને સીલ મારવામાં આવ્યા છે.

બીજી તરફ ત્રણ દિવસથી ફ્લેટને સીલ લાગી જતા પરિવારો બેઘર બન્યા છે.

કેટલાક લોકોને પાડોશીઓ દ્વારા મદદ કરી બાળકો સાથે રાતોવાસ કરવા માટેની હાલ પૂરતી વ્યવસ્થા કરી આપવામાં આવી છે.પરંતુ બાળકો જોડે અન્ય પાડોશીના મકાનમાં રહેવું તો ક્યાં સુધી રહેવું તેવો પ્રશ્ન બેઘર બનેલા લોકોને સતાવી રહ્યો છે.

READ ALSO

Related posts

ત્રિપાંખિયો જંગ/ દાદરા નગર હવેલી લોકસભા બેઠકની પેટાચૂંટણીનો પૂરજોશમાં પ્રચાર, શિવસેનાએ જાહેર કર્યો ઢંઢેરો

Bansari

હવે બસ કરો સરકાર/ સતત ત્રીજા દિવસે પેટ્રોલ-ડીઝલમાં 35 પૈસાનો વધારો, ગુજરાતમાં સૌથી વધું આ જિલ્લાના લોકોને આપવા પડશે વધારે રૂપિયા

Pravin Makwana

રાષ્ટ્રીયકૃત બેન્કોનો ઢંગધડા વિનાનો વહીવટ/ NPA ઘટાડવા 4 વર્ષમાં નફામાંથી રૂા.6.19 લાખ કરોડની જોગવાઈ કરી

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!