GSTV
Home » News » ભૂલથી પણ બહાર જવાનું ન વિચારતા : રાજ્યમાં ભારે વરસાદને પગલે 412 રસ્તાઓ બંધ

ભૂલથી પણ બહાર જવાનું ન વિચારતા : રાજ્યમાં ભારે વરસાદને પગલે 412 રસ્તાઓ બંધ

રાજ્યમાં પડેલા ભારે વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાયાં છે જેના કારણે રાજ્યમાં 412 રસ્તાઓ બંધ કરવાની ફરજ પડી છે. જેમાં પંચાયત હસ્તકના 380 રસ્તા, 12 સ્ટેટ હાઈવે તેમજ 20 અન્ય રસ્તા બંધ કરવા પડ્યા છે. વરસાદી પાણીને કારણે રસ્તા બંધ કરવાની સંખ્યામાં વધારો થયો છે. વરસાદી પાણી રસ્તા પર ધસી આવતાં રસ્તા બંધ કરવામાં આવ્યા છે. આ તમામ રસ્તાઓ પર વાહન વ્યવહાર બંધ કરાયો છે.

લો ડિપ્રેશરના કારણએ મેઘરાજાએ ગુજરાતને ધમરોળ્યાં બાદ હજુ ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. હવામાન ખાતાએ 24 કલાકમાં સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. ભારે વરસાદને પગલે એનડીઆરએફની ટીમ સૌરાષ્ટ્રમાં તહેનાત કરાઈ છે.રાજ્યમાં મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે. ત્યારે દિવસ દરમ્યાન રાજ્યના 214 તાલુકાઓમાં વરસાદ થયો છે. જેમાંથી 15 તાલુકાઓમાં ચાર ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.

રાજ્યમાં અનરાધાર વરસાદ વચ્ચે રાજયના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ સ્ટેટ ઇમરજન્સી કન્ટ્રોલ રૂમની મુલાકાત લીધી હતી. તેમણે રાજ્યના ઉચ્ચ અધિકારીઓ સાથે મુલાકાત કરી સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. અને અસરગ્રસ્ત વિસ્તારમાં લોકોને વેહેલામાં વહેલી તકે મદદ પહોંચાડવાના આદેશ આપ્યા છે.

READ ALSO

Related posts

Video: જમ્મુ કાશ્મીરમાંથી મળી આવ્યા 9 લાઈવ મોર્ટારના શેલ, સેના એલર્ટ પર

Arohi

ટ્રાફિક નિયમો : ગુજરાતીઓ પાસેથી 5,100 કરોડ ખંખેરવાનો સરકારનો આ છે માસ્ટરપ્લાન

Mayur

અમેઝોન અલેક્સા હવે હિંદીમાં કરશે વાત, સંભળાવશે હિંદી ગીતો અને ફિલ્મી ડાયલૉગ પણ

NIsha Patel
Do NOT follow this link or you will be banned from the site!