GSTV

400 વર્ષ પહેલા પોપકોર્નનો ઉપયોગ ખાવા માટે નહીં પરંતુ આ માટે થતો હતો

Last Updated on September 20, 2019 by Arohi

આજના સમયમાં મલ્ટીપ્લેક્ષમાં ફિલ્મ જોવા જતી દરેક વ્યક્તિ પોપકોર્ન ખાતી જ હોય છે. પોપકોર્ન વિના તો જાણે ફિલ્મની મજા પણ અધુરી રહી જાય છે. પોપકોર્ન એવું સ્નેક છે જે વિશ્વભરમાં લોકપ્રિય છે. પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે અંદાજે 4000 વર્ષ પહેલા પોપકોર્નને લોકો ખાતા નહીં પરંતુ તેને સજાવટની વસ્તુ તરીકે ઉપયોગમાં લેતા. તો ચાલો જાણીએ પોપકોર્ન વિશેના આ રોચક તથ્યો વિશે.

દુનિયામાં સૌથી પહેલા અમેરિકાના મૂળ નિવાસી પોપકોર્ન ખાતા. ત્યારબાદ ત્યાં વસતા યૂરોપીય લોકોએ પણ તેને ખાવાનું શરૂ કર્યું હતું.

દુનિયામાં પહેલીવાર પોપકોર્ન બનાવતી મશીન 134 વર્ષ પહેલા એટલે કે વર્ષ 1885માં બની હતી. આ મશીનને અમેરિકામાં રહેતા ચાર્લ્સ ક્રેટરએ બનાવી હતી. જો કે તે સમયે તે મશીનમાં મગફળી શેકવામાં આવતી જ્યારબાદ તેનો ઉપયોગ પોપકોર્ન માટે શરૂ થયો.

ઈતિહાસકાર અંડ્ર્યૂ સ્મિથની નોંધ અનુસાર ચાર્લ્સ ક્રેટર અને તેના સહાયક પોતાનું આ મશીન સૌથી પહેલા 1893ના વર્લ્ડ ફેરમાં લાવ્યા હતા. જ્યાં તે બંને લોકોને સામેથી બોલાવી પોપકોર્ન ચખાડતા હતા અને મશીન સાથે એક બેગ ફ્રીમાં આપવાની ઓફર આપતા હતા. આજે ચાર્લ્સ ક્રેટરની કંપની અમેરિકામાં પોપકોર્ન બનાવવાના મશીન બનાવતી સૌથી મોટી કંપની છે. 

પોપકોર્નની શોધ અંદાજે 4000 વર્ષ પહેલા ન્યૂ મેક્સિકોમાં થઈ હતી. તે ચામાચિડીયા રહેતા હોય તેવી ગુફામાંથી મળ્યા હતા. પરંતુ ત્યારે કોઈને ખ્યાલ ન હતો કે તેને ખાઈ પણ શકાય છે. તે સમયે લોકો તેનો ઉપયોગ સજાવટમાં કરવા લાગ્યા. તે સમયે પોપકોર્નના આભૂષણ બનાવી તેને ગળા અને માથા પર પહેરવામાં આવતા.

Read Also

Related posts

2024 લોકસભાની તૈયારી / કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીને મળ્યા CM મમતા બેનર્જી, ભાજપ સામે વિપક્ષને સંગઠિત કરવા અનુરોધ

Zainul Ansari

અમદાવાદ RTO વહેલી સવારથી મોડી રાત્રી સુધી કરશે કામ, લાયસન્સના કામો માટે 15 કલાક સુધી કાર્યરત

pratik shah

Bigg Boss / સીઝન 15માં આ અભિનેત્રીઓની એન્ટ્રી પાક્કી, ગ્લેમરનો લગાવશે ફુલ તડકો

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!