GSTV

વિકાસ અટકી પડ્યો / ત્રણ મુખ્યમંત્રી બદલાયા બાદ પણ સુરતના ૪૦૦ લોકોને આવાસનો કબજો મળ્યો નથી

આવાસ

Last Updated on October 26, 2021 by GSTV Web Desk

ગુજરાતના તત્કાલિકન મુખ્યમંત્રી આનંદીબેન પટેલે વેસુ આવાસના ખાત મુર્હુત કર્યા હતા પરંતુ લાભાર્થીઓને હજી પણ આવાસ મળ્યા ન હોવાથી લોકોની હાલત કફોડી થઈ રહી છે. ખાત મુર્હૂત બાદ ત્રણ મુખ્યમંત્રી બદલાયા હોવા છતાં લાભાર્તીઓને કબ્જો નહી મળતાં ઘરનું ભાડું અને બેંકનો હપ્તો બન્ને ચુકવવો પડી રહ્યો છે. આજે લાભાર્થીઓ એ મ્યુનિ. કચેરીમાં મોરચો માંડયો હતો.

અઠવા ઝોનમાં પ્રાઈમ લોકેશન પર પાલિકાનું આવાસ મેળવવા માટે અનેક લોકોએ ફોર્મ ભર્યા હતા. તત્કાલિન મુખ્યમંત્રી આનંદીબેન પટેલે ૨૦૧૭માં ખાત મુર્હૂત કર્યું હતું. આવાસનું કામ અમદાવાદની એજન્સી કતીરા એન્ટરપ્રાઇઝને સોંપાયું હતું. પણ એજન્સીએ કામગીરી યોગ્ય રીતે કરી ન હોવાનો આક્ષેપ છે તેમજ કામગીરી અધુરી હોવાથી આવાસનો કબજો સોંપાયો નથી.

કેમ્પસમાં એ અને બી વિંગના ૪૦૦ લાભાર્થીઓની બેંક લોન મંજુર થઇ ગઇ છે અને દસ્તાવેજ પણ થઇ ગયા છે. બેંક લોનના હપ્તા અને ભાડાના મકાનમાં રહેતા હોવાથી તેનું ભાડું પણ લોકોએ ચૂકવવું પડી રહ્યું છે. આનંદીબેન પટલે બાદ વિજય રૃપાણી મુખ્યમંત્રી રહ્યા અને હાલમાં ભુપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી બન્યાને મહિનો વીતી ગયો છે.

દરમિયાન આજે લાભાર્થીઓએ મ્યુનિ. કચેરીમાં મોરચો માંડયો હતો અને મેયરને ફરિયાદ કરી હતી. જેમાં સ્લમ વિભાગના મહિલા અધિકારી ખોટા વાયદા કરતા હોવાનો આક્ષેપ પણ કર્યો હતો.ઉપરાંત લાભાર્થીઓ સાથે યોગ્ય વર્તન નહી કરાતું હોવાની પણ ફરિયાદ થઇ હતી. બીજી તરફ કોન્ટ્રાકટ એજન્સીએ કામગીરી પુર્ણ થઇ ગયાનું જણાવ્યું હતું. જેથી અધિકારી, લાભાર્થી, કોન્ટ્રાકટરને એકસાથે સ્થળ મુલાકાતની સૂચના અપાઇ છે.

Read Also

Related posts

વાસ્તુ ટિપ્સ/ ભૂલથી પણ ઘરમાં આવું કેલેન્ડર ના લગાવતાં, દિશાનું પણ ધ્યાન રાખજો નહીંતર અટકી જશે પ્રગતિ

Bansari

ચેતવણી/હજુ પહેલા કરતા વધુ ખતરનાક બનશે કોરોના ! એક્સપર્ટનો દાવો- ઓમિક્રોન પછી પણ આવશે નવો વેરિએન્ટ

Damini Patel

બાપ રે! હવે ગર્ભવતી મહિલાઓને શિકાર બનાવી રહ્યો છે કોરોનાનો ઓમિક્રોન વેરિએન્ટ, લક્ષણો ન દેખાવા છતાં થઇ રહી છે સંક્રમિત

Bansari
Do NOT follow this link or you will be banned from the site!