GSTV

ફફડાટ/ કોરોના વેક્સિન નહીં શોધાય તો વકરશે: 400 કરોડ લોકોને લાગશે ચેપ, 30 કરોડનાં થશે મોત

કોરોના વાયરસના ફેલાવા માટે વિશ્વ ચીનને જવાબદાર ઠેરવી રહ્યું છે ત્યારે ચીનના જાણીતા વૈજ્ઞાનિક ઝોંગ નાનશાને ચેતવણી આપી છે કે જો કોરોના વાયરસના સંક્રમણને રોકવામાં નહી આવે તો વિશ્વના ૬૦ થી ૭૦ ટકા લોકોને એટલે કે ૪ અબજ લોકોને સંક્રમણ થવાની શકયતા છે એટલું જ નહી સંક્રમિત લોકોમાંથી ૭ ટકા જેટલા લોકોના એટલે કે ૩૦ કરોડ લોકોના મોત થશે. આ કોરોના વાયરસથી બચવાનો એક માત્ર રસ્તો વિશ્વમાં સામૂહિક રસીકરણનો છે.

બે વર્ષ કરતા પણ વધુ સમય લાગશે

હર્ડ ઇમ્યૂનિટી મેળવવાનો એક માત્ર રસ્તો રસીકરણ જ છે. એટલું જ નહી કોરોના મહામારી આગામી શિયાળો જ નહી ઉનાળાની સિઝન સુધી પણ ચાલું જ રહેવાની છે. દુનિયામાં સામૂહિક રસીકરણ માટે રસી શોધાયા પછી બે વર્ષ કરતા પણ વધુ સમય લાગવાનો છે. ચીનની અન્ય એક કોરોના વેકસીનની સંશોધક ચેન વેઇએ કહયું કે કોરોના વાયરસમાં આવી રહેલા પરીવર્તનની વેકસીન સંશોધન પર કોઇ જ અસર થઇ નથી. ચીન ટુંક સમયમાં જ ૫૫ વર્ષથી વધુ ઉંમરના લોકોના કિલનિકલ ટ્રાયલ શરુ કરશે.

વિશ્વમાં 200થી વધુ સ્થળે પ્રયાસ

ચીની વૈજ્ઞાાનિકે કોરોના સંક્રમણનો આંકડો વિશ્વમાં ૩ કરોડને પાર કરી ગયો છે એવા સમયે આપ્યો છે. અત્યાર સુધી વિશ્વમાં ૯.૫૦ લાખથી વધુ લોકોના મોત થયા છે. કોરોનાની રસીના સંશોધન માટે વિશ્વમાં 200થી વધુ સ્થળે પ્રયાસ થઇ રહ્યા છે. રશિયાએ કલિનિકલ ટ્રાયલ પુરા કરીને રસી શોધવાનો દાવો કર્યો છે એટલું જ નહી તેનું ઉત્પાદન પણ શરુ થવાનું છે પરંતુ રસી શોધાય અને તેનું ઉત્પાદન થાય તેના કરતા પણ તે કેટલી કારગત નિવડે છે તે વધારે મહત્વનું છે.

READ ALSO

Related posts

બાળકોને કુસ્તી માટે નહોતી કોઈ જગ્યા, આ શખ્સે ખેતર ગીરવે રાખીને બનાવ્યો અખાડો

Karan

કેન્દ્રની આ યોજના હેઠળ લાઈફટાઈમ ફ્રી મળશે હોસ્પીટલ ખર્ચ, આ કર્મચારીઓને મળશે સુવિધા

Ankita Trada

બિહાર ઈલેક્શનઃ તેજસ્વીનો નીતિશ પર પલટવાર, અનુભવહીન છું તો કેમ પૂરી પાર્ટી મારી પાછળ લગાવવી પડી?

Karan
Do NOT follow this link or you will be banned from the site!