GSTV
Home » News » મચ્છુ જળ હોનારતને 40 વર્ષ થયા પૂર્ણ, ગોઝારી ઘટનાની તસવીર જોઈ અરેરાટી વ્યાપી જશે

મચ્છુ જળ હોનારતને 40 વર્ષ થયા પૂર્ણ, ગોઝારી ઘટનાની તસવીર જોઈ અરેરાટી વ્યાપી જશે

મોરબીની મચ્છુ જળ હોનારતની ઘટનાને 40 વર્ષ પુરા થયા છે જો કે, ન માત્ર ગુજરાત પરંતુ દેશ વિદેશના લોકો પણ જે ઘટનાને આજની તારીખે ભૂલ્યા નથી. તે ઘટનાને મોરબીવાસીઓ ન ભૂલી શકે તે નક્કી છે. અને 40 વર્ષ વીતી ગયા હોવા છતાં પણ કાલે હોનારતની તારીખ આવતી હોવાથી જૂની યાદો તાજી થઇ જવાથી અનેક આંખોમાં ફરી પાછું હોનારત આવશે.

જળ પ્રલયમાં સ્વજનોને ગુમાવનારા અનેક લોકોની આંખોના બાંધ પણ તૂટશે જો કે, જે દિવસે આ ગોજારી ઘટના મોરબીમાં સર્જાઈ હતી. ત્યારે કેટલાક અધિકારી અને કર્મચારીઓએ પોતાના જીવ જોખમમાં મુકીને લોકોના જીવ બચાવ્યા હતા.

૧૧મી ઓગસ્ટના દિવસને મોરબીના રહેવાસીઓ ક્યારે પણ ભૂલી શકે તેમ નથી કેમ કે, આ દિવસે આજથી ૪૦ વર્ષ પહેલા મોરબી નજીકનો મચ્છુ-૨ ડેમ તુટ્યો હતો. અને મોરબી ભારતના નકશામાંથી હતું ન હતું થઇ ગયું હતું. જે તે સમયે શ્રાવણ મહિનાના પવિત્ર દિવસો હોવાથી મેળા સહિતની રજાઓ હોવાથી મોરબીની જુદીજુદી કચેરીઓમાં ફરજ બજાવતા અધિકારીઓ અને કર્મચારો પોતાના વતનમાં કે ગામડે જતા રહ્યા હતા. અને ૧૧મી તારીખ પહેલાના દિવસોમાં પડેલા ભારે વરસાદના કારણે મચ્છુ-૨ ડેમ છલોછલ ભરેલો હતો તેવા સમયે એક એક ડેમનો માટીનો પાળો તૂટવાથી સર્જાઈ હતી.

જળપ્રલયની ભયાનક ઘટના જેની યાદ માત્રથી આજની તારીખે લોકોના શરીરમાંથી કંપારી છૂટી જય છે જો કે, મોરબીના જળ હોનારતમાં માનવ મૃત્યુનો સાચો આંકડો તો આજની તારીખે બહાર આવ્યો નથી અને મચ્છુ ડેમમાંથી નીકળેલ પાણી મોરબી ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ફરી વળ્યું હોવાથી હજારોની સંખ્યામાં લોકો મચ્છુના ધસમસતા પાણીમાં તણાઈ ગયા હતા અને મોતને ભેટયા હતા.

આટલું જ નહિ ગાય, ભેસ સહિતના દુધાળા પશુઓ ઉપરાંત અન્ય હજારો અબોલ જીવના પણ પાણીમાં તણાઈ જવાથી મોત નીપજતા શેરી ગલ્લીઓ તો ઠીક વીજપોલ ઉપર, મકાનની છત ઉપર, વૃક્ષની ડાળીઓ ઉપર જ્યાં નજર કરો ત્યાં લટકતી લાશો જ જોવા મળતી હતી.

મચ્છુ હોનારત બાદ શહેરમાં રોગચાળો ફેલાઈ અને લોકો રોગનો ભોગ બને તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું જેથી તે સમયે સરકાર દ્વારા તાત્કાલિક કર્મચારીઓની ભરતી કરીને જુદાજુદા સર્વે સહિતની કામગીરીમાં તે કર્મચારીઓને લગાવવામાં આવ્યા હતા અને જે તે સમયે તાત્કાલિક કેલાક કર્મચારીઓની ભરતી પણ કરવામાં આવી હતી અને નવા સ્ટાફને પહેલી જવાબદારી શહેરના જુદાજુદા વિસ્તારોમાં પાણી કેટલા ભરાયેલા છે, કયા કયા મૃતદેહ પડ્યા છે વિગેરે સોપવામાં આવી હતી.

આજે પણ તેઓને યાદ છે અને તે દિવસનો નજરો આજે ઘણા કર્મચારી નિવૃત થઇ ગયા છે. તો પણ ભૂલી શક્યા નથી જે દિવસે હોનારત આવ્યું હતું તે દિવસે મોરબીના નિવૃત એસટી ડ્રાઇવર હરીશચંદ્રસિંહ ચુડાસમા કે જેમણે વહીવટી તંત્રના વડા એટલે કે તે સમયના રાજકોટના કલેકટરને મોરબીમાં મચ્છુ જળ હોનારત સર્જાઈ હોવાની પહેલી જાણ કરી હતી.

મોરબી શહેરમાં 11મી ઓગસ્ટ 1979ના દિવસે બપોરના સમયે જળની સપાટી વધવા લાગી હતી. જીવ બચાવવા માટે ક્યાં જવું? એ લોકો માટે મોટો સવાલ હતો કેમ કે, ભારે વરસાદના કારણે પલળી ગયેલા મકાનો અને ઇમારતો પત્તાના મહેલની જેમ તુટવા લાગ્યા હતા.

જેથી હોનારતમાં બચી ગયેલા લોકો આજે પણ કહે છે કે, તેઓને ભગવાને જ બચાવ્યા છે. નહિ તો મોત તો તેઓએ પોતાની નજર સામે જ જોયું હતું ત્યારે હોનારતના કારણે મોરબી ટાપુ સામન બની ગયું હતું. અને ચોમેર પાણી જ પાણી હતું જો કે, પાણી ઓસરવા લાગ્યા બાદ એક બાજુ મોરબીમાં લાશોના ઢગલા, ગંદકીના ગંજ હતા.

જેથી આરએસએસ સહિતની જુદીજુદી સંસ્થાઓના લોકો બચાવ રાહતની કામગીરી માટે મોરબીમાં આવતા હતા જયારે હોનારત આવ્યું હતું તે દિવસે જીવ બચાવવા માટે ઘણા લોકો મકાનની અગાશી ઉપર ચડી ગયા હતા જો કે, હાલના શનાળા રોડ ઉપર ગણેશ ટાઈલ્સ નામનું કારખાનું આવેલું હતું.

તેની છત ઉપર છગનભાઈનો પરિવાર અને તેની બહેનનો પરિવાર જીવ બચાવવા માટે ચડી ગયો હતો ત્યારે ધડાકાભેર અગાશી તૂટી હતી જેથી કરીને છગનભાઈના સાત દીકરા અને બે દીકરી તેમજ તેની બહેનના પરિવારના છ સભ્ય એટલે કે કુલ મળીને ૧૬ લોકોએ હોનારતમાં જીવ ગુમાવ્યા હતા.

READ ALSO

Related posts

દેશના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ધર્માંતરણને લઈને આપ્યું મહત્વનું નિવેદન

Nilesh Jethva

અમદાવાદના બિલ્ડરે પોતાની સ્કીમમાં રહેતા લોકોની સુખાકારી માટે કર્યું અનોખુ કામ

Nilesh Jethva

સરળતાથી મળશે હવે રેલવેની તત્કાલ ટિકિટ, નકલી એજન્ટોના રાફડાનો થયો પર્દાફાશ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!