GSTV
Home » News » ગુજરાતમાં કોંગ્રેસને જીતાવવા પ્રિયંકાનો માસ્ટર પ્લાન, જાણો શું છે સ્ટાર ‘40’

ગુજરાતમાં કોંગ્રેસને જીતાવવા પ્રિયંકાનો માસ્ટર પ્લાન, જાણો શું છે સ્ટાર ‘40’

લોકસભાની ચૂંટણીનો પ્રચાર પ્રસાર કરવા કોંગ્રેસ પણ રણનીતિ ઘડી છે. કોંગ્રેસે પણ આક્રમક રીતે પ્રચાર કરવા નક્કી કર્યુ છે. કોંગ્રેસે હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોરને સ્ટાર પ્રચારકોની યાદીમાં સ્થાન આપ્યુ છે.

ગુજરાતમાં કોંગ્રેસની ૧૦૦થી વધુ જાહેરસભા યોજવા આયોજન કરાયુ છે. પ્રિયંકા ગાંધી, રાહુલ ગાંધી, નગમા, કમલનાથ, જયોતિરાદિત્ય સિંધિયા, ગુલામનબી આઝાદ સહિતના ૪૦ સ્ટાર પ્રચારકો જાહેરસભા સંબોધી ગુજરાત ઘમરોળશે.નવજોત સિધ્ધુ અને રાજબબ્બર પણ ગુજરાત આવી રહ્યાં છે.

લોકસભાની ચૂંટણીની સાથે ગુજરાતમા ઉંઝા,માણાવદર,તલાલા અને ધ્રાગધ્રાની ય પેટાચૂંટણી યોજાનાર છે. કોંગ્રેસે આ પેટાચૂંટણીમાં કોને ટિકીટ આપવી તે અંગે મંથન શરુ કરી દીધુ છે.

કોંગ્રેસનો હાથ છોડી કસરિયો ધારણ કરી કેબિનેટ પ્રધાન બનનારાં જવાહર ચાવડા સામે કોંગ્રેસ પાટીદાર ચહેરો ઉતારી શકે છે.ઉંઝામાં ભાજપ સામે કદાવર નેતા ઉતારવા કોંગ્રેસે સ્થાનિક આગેવાનોનો અભિપ્રાય લેવાનુ શરુ કર્યુ છે.કોંગ્રેસે પ્રત્યેક બેઠક માટે ચાર નિરિક્ષકોની નિમણૂંક કરી છે.

READ ALSO

Related posts

નીરવ મોદીની વેસ્ટમિંસ્ટર કોર્ટમાં આજે સુનાવણી, જેલમાંથી વીડિયો કોન્ફરન્સ દ્વારા રજૂ કરાશે

Arohi

આજે ફરી મોદીમય રહેશે કાશી, ઉમેદવારી નોંધાવતા પહેલા કાલભૈરવના કરશે દર્શન… આવો છે આખો કાર્યક્રમ

Arohi

10માંથી 7 મહિલાઓ લગ્ન બાદ પતિને આપે છે દગો, થયો આ મોટો સરવે

Path Shah