GSTV
Home » News » દેશભરમાં કેરીના પાકને 40 ટકા નુકસાન, કેસર કેરીનો કિલોનો હોલસેલ ભાવ 100 રૂપિયે પહોંચ્યો

દેશભરમાં કેરીના પાકને 40 ટકા નુકસાન, કેસર કેરીનો કિલોનો હોલસેલ ભાવ 100 રૂપિયે પહોંચ્યો

mango traders raid

આ વર્ષે હિમાચલ પ્રદેશ અને કાશ્મીરમાં રેકોર્ડબ્રેક બરફ વર્ષા થતા દેશભરમાં ૧૫ માર્ચ સુધી મૌસમ ઠંડુ રહ્યું હતું. જેના કારણે કેરીના પાકને ૪૦ ટકા સુધીનું નુકશાન થયું છે. વેપારીઓના જણાવ્યા મુજબ દેશભરમાં આા વર્ષે કેરીનું ફક્ત ૫૦ થી ૬૦ ટકા જ ઉત્પાદન નોંધાયું છે. કેરીની સિઝન પંદરેક દિવસ મોડી છે. ૨૦ એપ્રિલ પછી કેસર સહિતની કેરીઓની મોટાપાયે આવક શરૂ થશે. હાલ ૧ કિલો કેસર કેરીનો ભાવ હોલસેલમાં ૧૦૦ રૂપિયા બોલાઇ રહ્યો છે. આવકો વધતા મે માસમાં ભાવ તૂટીને ૫૦ થી ૬૦ રૂપિયે કિલો થવાની સંભાવના છે.

અમદાવાદમાં કેરીના વેપાર સાથે સંકળાયેલા વેપારીઓના જણાવ્યા મુજબ ૧ એપ્રિલથી તો અમદાવાદમાં કેરીની મોટાપાયે આવકો શરૂ થતી હોય છે. પરંતુ આ વર્ષે હજુ ૨૦ એપ્રિલ પછી આવકો શરૂ થશે. હાલ રોજની ૨૦ થી ૨૨ ગાડી કેરીની આવક છે. જે ૨૦ એપ્રિલ પછી રોજની ૪૦ થી ૫૦ ગાડીની આવક થશે.

kesar mango

વાવેતર ઘટને લીધે આવક મોડી પડી છે. તેમજ હાલમાં બધી બાજુએથી તમામ પ્રકારની કેરીઓની એકસામટી આવક ચાલુ થતા ભાવનિયંત્રણ જોવા મળી રહ્યું છે. હાલ અમદાવાદમાં જુનાગઢ, તલાલા, ઉના, વેરાવળમાંથી કેસર કેરીની આવકો શરૂ થઇ છે. હાલ અમદાવાદમાં માત્ર બે ગાડીની આવક છે. હજુ કચ્છ-ભુજ અને વલસાડની કેસર કેરીઓની આવક શરૂ થઇ નથી. પંદર દિવસ પછી તેની આવક શરૂ થશે. ત્યારે કેસર કેરીના ભાવમાં ઘટાડો જોવા મળશે.

કેરીની પીક સીઝન એપ્રિલ, મે અને જુન માસ હોય છે. કેરાલામાંથી માર્ચ માસમાં કેરીની આવક શરૂ થઇ જતી હોય છે. તેમાં પણ આ વર્ષે ૧૫ માર્ચ પછી જ કેરાલાની કેરીની આવકો શરૂ થઇ છે.

kesar mango

કેરાલાની હાફૂસ કેરી હાલમાં હોલસેલમાં ૧૫૦ રૂપિયે કિલોના ભાવે વેચાઇ રહી છે. પાયરી, સુંદરી ૭૦ થી ૮૦ રૂપિયે કિલો તેમજ તોતાપુરી અને ગોલા કેરી ૪૦ થી ૫૦ રૂપિયે કિલોએ હોલસેલમાં વેચાય છે. હાલ રત્નાગીરીની હાફૂસ કેરીનો ૨૦૦ રૂપિયે કિલોનો હોલસેલ ભાવ ચાલી રહ્યો છે.

આગામી પંદરેક દિવસમાં કેરાલામાથી આવતી કેરીની સિઝન બંધ થતા આવક નહીં થાય, રત્નાગીરીની કેરીની આવક હજુ સમગ્ર મે માસ માં જોવા મળશે. ત્યારબાદ જુન માસમાં ઉત્તરપ્રદેશમાંથી લગંડો, દશેરી અને ચોસા કેરીની આવકો શરૂ થશે. જે જુલાઇ માસના અંતભાગ સુધી ચાલશે. આંધ્રપ્રદેશમાંથી પણ તોતાપુરી, બદામ અને નીલમ કેરીની આવક જુલાઇ સુધી ચાલશે.આમ આ વર્ષે કેરીના પાકમાં ઘટ જોવા મળતા આવક ઘટની સાથે ભાવ વધારાની સ્થિતિ પ્રવર્તી રહી છે. જેમાં આમ એપ્રિલ માસના અંત સુધીમાં તો ગરીબ અને મધ્યમવર્ગ માટે કેરીનો સ્વાદ માણવો મોંઘો પડશે.

અમદાવાદમાં 10 કિલો કેરીનો ભાવ હોલસેલમાં કેટલો ચાલી રહ્યો છે  ?

કેસર૬૦૦થી ૧૦૦૦
કેરાલા હાફૂસ,૫૦૦
કેરાલા પાયરી, સુંદરી૭૦૦ થી ૮૦૦
કેરાલા તોતાપુરી, ગોલા૪૦૦ થી ૫૦૦
રત્નાગીરી હાફૂસ૨૦૦૦

READ ALSO

Related posts

આતંકી અથડામણમાં શહીદ થયા મેજર, મોટી સંખ્યામાં લોકોએ ભીની આંખો સાથે આપી વિદાય

Path Shah

ફ્રેન્ચ અબજોપતિએ સોધેબી હાઉસ અધધ આટલા અબજ ડોલરમાં ખરીદયુ

Path Shah

ઈંગ્લેન્ડની પોતાના વિશ્વ કપના ઈતિહાસની સૌથી મોટી જીત, અફઘાનિસ્તાનને 150 રનોથી હરાવ્યું

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!