GSTV
World

Cases
6672967
Active
10909854
Recoverd
693482
Death
INDIA

Cases
586298
Active
1230509
Recoverd
38938
Death

મોરબીના આ સેવાભાવી લોકોએ ગલવાનમાં શહીદ થયેલા જવાનોના પરિવાર માટે ભેગો કર્યો 40 લાખનો ફાળો

મોરબીમાં કેટલાક સેવાભાવી લોકોએ પુલવામાં શહીદ થયેલા લોકો માટે ફાળો એકત્રિત કર્યો હતો. અજયભાઈ લોરિયા અને તેમની ટીમ દ્વારા આશરે ૭૫ લાખ જેટલો ફાળો એકત્રિત કરવામાં આવ્યો હતો. તદુપરાંત આ ફાળો પુલવામાં હુમલામાં શહીદ થયેલા તમામ ભારતના વીર જવાનોના પરિવાર સુધી પહોચાડવામાં આવ્યો હતો. ત્યારે અજયભાઈ અને તેમની ટીમ દ્વારા ગાલવાન ઘાટીમાં શહીદ થયેલા જવાનોના પરિવાર માટે પણ આશરે ૪૦ લાખ જેટલો ફાળો એકત્રિત કરવામાં આવશે અને તમામ શહીદો ના પરિવાર સુધી રૂબરૂ પહોચાડવામાં આવશે.

ભારત અને ચીનની બોર્ડર પર તણાવની સ્થિતિ ઉભી થઇ છે અને થોડા સમય પહેલા આ તણાવની સ્થિતિ વચ્ચે ભારત અને ચીનના સૈનિકો સામસામે આવી ગયા હતા જેમાં ભારત ના 20 જેટલા જવાનો શહીદ થયા હતા. ત્યારે આ શહીદોના પરિવારને ખરાબ આર્થિક પરિસ્થિતિનો સામનો ના કરવો પડે તે માટે મોરબીના અજય લોરિયા દ્વારા ઉત્તમ કામગીરી હાથ ધરવામાં આવી છે. અજય લોરિયા અને તેમની ટીમ દ્વારા શહીદો માટે ફાળો એકત્ર કરવામાં આવી રહ્યો છે.

READ ALSO

Related posts

BIG NEWS: અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં લાગી ભીષણ આગ, આઠ દર્દીના નિપજ્યા કરૂણ મોત

pratik shah

અમદાવાદથી સુરત જતી બસ હમણા ચાલુ નહીં થાય, વધુ સાત દિવસ માટે બંધ રહેશે એસ.ટી સેવા

Pravin Makwana

ખેડૂતો આનંદો : હવે સિંચાઈ માટે 10 કલાક વીજળી મળશે, ગુજરાત સરકારનો સૌથી મોટો નિર્ણય

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!