GSTV

ફિલિપિન્સમાં ત્રાટક્યું ભયંકર વાવાઝોડું : 40 લોકોનાં મોત, 3.5 લાખ લોકોનું કરાયું સ્થળાંતર

ફિલિપાઇન્સમાં શકિતશાળી વાવાઝોડું ત્રાટકતા 40 લોકોનાં મોત થયા છે. મનીલાના આજુબાજુના અનેક ગામો કાદવ અને કાટમાળમાં ગરકાવ થઇ જતા અનેક લોકો ઘરની છત પર જવાની ફરજ પડી હતી. અત્યાર સુધીમાં 3.5 લાખ લોકોને સલામત સૃથળે ખસેડી લેવામાં આવ્યા છે.

વાવાઝોડું

લાખો મકાનોને ભારે નુકશાન

હજારો લોકોને બચાવી લેવામાં આવ્યા છે અને પાણીનું સ્તર પણ ઘટી ગયું છે. જે વિસ્તારોમાં વધુ પાણી ભરાઇ ગયું હતું ત્યાં ફસાઇ ગયેલા લોકોને સેનાએ બહાર કાઢ્યા હતાં. મનીલા અને તેની આજુબાજુના વિસ્તારોમાં 38 લાખ મકાનોમાં અંધારપટ છવાઇ ગયો છે. 2,70,000 મકાનોને નુકસાન થયું છે. વામકો વાવાઝોડું ચાલુ વર્ષનું વિશ્વનું સૌથી શક્તિશાળી વાવાઝોડું છે.

લાપતા થયેલ 32 લોકોની શોધખોળ ચાલુ

સેનાના ચીફ ઓફ સ્ટાફ જનરલ ગિલબર્ટ ગેપે જણાવ્યું હતું કે વિશેષ પ્રકારના વાહનોની મદદથી ફસાયેલા લોકોને બચાવવામાં આવ્યા હતાં. જો કે તેમણે વધુમાં જણાવ્યું હતું કે લાપતા લોકોની શોધખોળ ચાલુ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર હજુ પણ 32 લોકો લાપતા છે.

11 દિવસમાં ત્રીજું વાવાઝોડું

વાવાઝોડુ વામકોને કારણે મરીકિના શહેર અને રિઝાલ પ્રાંતમાં સૌથી વધારે નુકસાન થયું છે. 11 દિવસની અંદર ફિલિપાઇન્સમાં ત્રીજું વાવાઝોડું ત્રાટક્યું છે. વામકોેને પગલે ગઇકાલ રાતે ઝડપી પવન સાથે અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડયો હતો. ફિલિપાઇન્સના પ્રમુખ રોડિગ્રો દુતેર્તેએ અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઇ નિરીક્ષણ કર્યુ હતું.

કૃષિને પણ ભારે નુકશાન

તેમણે તમામ સ્થાનિક વહીવટી તંત્રને એલર્ટ રહેવા જણાવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે પીડિત વિસ્તારોની સુરક્ષા અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે.  ફિલિપાઇન્સના પ્રમુખે લોેકોને આશ્વાસન આપ્યું હતું કે સરકાર રાહત શિબિરોમાં માલસામગ્રી અને નાણાકીય મદદ પહોંચાડવા માટે સંકલ્પબદ્ધ છે. આ મુશ્કેલ સમયમાં સરકાર મદદ કરવામાં પાછળ નહીં રહે. સૂત્રોના જણાવ્યા અનુસાર ખેતીના પાકને ભારે નુકસાન થયું છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

મોતનો ખેલ/ અહીં કબડ્ડીની રિંગમાં શ્વાસ રોકાતા ખેલાડીનું થયું મોત, મેદાન પર જ ઢળી પડ્યો

Pravin Makwana

ઘાસચારા કૌભાંડમાં સજા કાપી રહેલા લાલુ યાદવની તબિયત લથડી, રાંચીના રિમ્સમાં છે દાખલ

Pravin Makwana

આકરા સવાલો જવાબ/ ગૃહમંત્રી અમિત શાહનું અકાઉન્ટ બ્લોક કરતા જવાબ આપવામાં પરસેવો છૂટી ગયો, કોણે આપ્યો આવો અધિકાર !

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!