મેજર ચિત્રેશ બિષ્ટના પાર્થિવ દેહને દહેરાદુન લવાયો, અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં ભીડ ઉમટી

જમ્મુ કાશ્મીરના રાજોરીમાં આઈઈડી વિસ્ફોટમાં શહીદ થયેલા મેજર ચિત્રેશ  બિષ્ટના પાર્થિવ દેહને દહેરાદુન લાવવામાં આવ્યો. જ્યાં તેમને અંતિમ સલામી આપવામાં આવી. મેજર ચિત્રેશને શ્રદ્ધાજલિ અર્પણ કરવા માટે મોટી સંખ્યામાં ભીડ એકત્ર થઈ હતી. જે દરમ્યાન પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવવામાં આવ્યા હતા.

મેજર ચિત્રેશને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે રાજ્યના મુખ્ય પ્રધાન ત્રિવેંદ્રસિંહ રાવત, પૂર્વ મુખ્યપ્રધાન હરીશ રાવત અને દહેરાદુનના મેયર સુનીલ ઉનિયા ગામા પણ પહોંચ્યા હતા. જે  બાદ શહીદ મેજરની નિકળેલી અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં ભીડ ઉમટી પડી હતી. આઈઈડી વિસ્ફોટમાં શહીદ થયેલા મેજર ચિત્રેશના લગ્ન સાતમી માર્ચે હતા. તેમણે પોતાના પિતાને 28મી ફેબ્રુઆરીએ પોતાના ઘરે પરત ફરવાનો વાયદો કર્યો હતા. મેજર ચિત્રેશના લગ્ન માટે ખરીદી પણ શરૂ કરવામાં આવી હતી. જોકે, લગ્ન પહેલા તેમણે દેશની રક્ષા માટે શહીદી વહોરી.

ચિત્રેશ બિષ્ટ 2010માં ભારતીય  સેન્ય  અકાદમીમાંથી પાસ આઉટ થઈને મેજર બન્યા હતા. જે બાદ તેઓ ભારતીય સેનામાં મેજર પદે સેવા આપી રહ્યા હતા. મહત્વપૂર્ણ છે કે, શનિવારે આઈઈડી બ્લાસ્ટમાં તેઓ શહીદ થયા હતા. મેજર ચિત્રેશ એન્જિનિયર કોરમાં તૈનાત હતા. તેમના પિતા નિવૃત પોલીસ અધિકારી છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter