GSTV
World

Cases
6747115
Active
11354419
Recoverd
707655
Death
INDIA

Cases
595501
Active
1328336
Recoverd
40669
Death

‘વાયુ’ ઇફેક્ટ: સૌરાષ્ટ્રને સાંકળતી 40 ટ્રેનો રદ્દ, એરપોર્ટ બંધ રહેવાથી હવાઈ સેવા પણ ખોરવાશે

સૌરાષ્ટ્રનાં દરિયા કિનારે વાયુ વાવાઝોડું ત્રાટકવાની શક્યતા જણાતા પશ્ચિમ રેલ્વે દ્વારા આજે 40 ટ્રેનો રદ કરી છે. તેમજ 28 અન્ય ટ્રેનોને આંશિક રીતે રદ કરવામાં આવી હતી. વધુમાં અસરગ્રસ્ત ઓખા અને વેરાવળ વિસ્તારમાંથી લોકોને અમદાવાદ અને રાજકોટ સ્થળાંતરિત કરવા માટે વધારાની ત્રણ સ્પેશ્યલ ટ્રેન દોડાવીને લોકોને સ્થળાંતરિત કરાયા હતાં. રેલ્વેની માફક દરિયાકાંઠા વિસ્તારની વિમાની સેવા પણ આજે રદ્દ કરવામાં આવી છે.

પશ્ચિમ રેલવેની 40 ટ્રેન રદ્દ કરવામાં આવી

સમગ્ર સૌરાષ્ટ્રમાં ગઇકાલ સવારથી બદલાયેલા વાદળછાયા વાતાવરણને લીધે અમુક વિસ્તારોમાં તીવ્ર પવન ફૂંકાતો રહ્યો હતો. આ સ્થિતિમાં આજે વાવાઝોડાની સંભાવના જોતા પશ્ચિમ રેલ્વે દ્વારા વેરાવળ-દેલવાડા, અમરેલી – વેરાવળ, દેલવાડા – જૂનાગઢ, સોમનાથ – ઓખા, હાપા-ઓખા, ગાંધીનગર- ભાવનગરની ટ્રેનોની આવન-જાવન સહિત કુલ 40 ટ્રેનો કેન્સલ કરવામાં આવી હતી. તેમજ 28 ટ્રેનો આંશિક રીતે કેન્સલ કરવામાં આવી હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું.

જેમાં ગૌહાટી-ઓખા, ભાવનગર- ઓખા, ઓખા – ભાવનગર, જબલપુર – સોમનાથ, વેરાવળ – ઈન્દોર, સિકન્દરાબાદ – પોરબંદર જેવી ટ્રેનો રાજકોટ સુધી જ દોડશે. જયારે હાવરા-પોરબંદર અમદાવાદ સુધી, બાન્દ્રા – ભાવનગર ટ્રેન સાબરમતી સુધી, મુંબઈ- પોરબંદર ટ્રેઈન સુરેન્દ્રનગર સુધી. જયારે  બાન્દ્રા-ભુજ, નાગરકોઈલ – ગાંધીધામ ટ્રેઈન અમદાવાદ સુધી દોડશે. વધુમાં આજે ઓખા – અમદાવાદ, વેરાવળ – અમદાવાદ અને ઓખાથી રાજકોટ ટ્રેન અસરગ્રસ્તો માટે દોડાવવામાં આવી હતી.

રેલ્વે તંત્રની માફક વિમાની સેવાને પણ વાવાઝોડાની અસર થઈ હોય તે રીતે આજે જામનગર, પોરબંદર અને ભાવનગર એરપોર્ટ બંધ રહેશે. અમદાવાદથી પોરબંદર, મુંદ્રા અને ભાવનગર જતી ફલાઈટો કેન્સલ કરવામાં આવી છે. અલબત રાજકોટની વિમાની સેવા યથાવત રાખવામાં આવી છે. આજે એર ઈન્ડિયાની દિલ્હીની ફલાઈટ અઢી કલાક જયારે મુંબઈની ફલાઈટ દોઢ કલાક મોડી થઈ  હતી.

READ ALSO

Related posts

જમ્મું કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ જીસી મુર્મુ હશે નવા CAG, રાજીવ મહર્ષીની જગ્યા લેશે

Nilesh Jethva

ભોજપુરી અભિનેત્રીએ મુંબઈમાં ફાંસીનો ફંદો લગાવી કરી આત્મહત્યા, સુસાઈડ નોટમાં જણાવ્યા આ બે કારણો

Pravin Makwana

જેતપુરમાં મોડી સાંજે મેઘરાજાની તોફાની બેટિંગ, એક કલાકમાં ત્રણ ઈંચ વરસાદ વરસતા નિચાણવાળા વિસ્તારમાં ભરાયા પાણી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!