GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

આરટીઆઇમાં થયો ચોંકાવનારો ખુલાસો, છેલ્લા 6 વર્ષમાં એફસીઆઈના સરકારી ગોડાઉનોમાં સડી ગયું હજારો મેટ્રિક ટન અનાજ

ભારતમાં છેલ્લા છ વર્ષમાં દેખ-રેખના અભાવ અને બેદરકારીના કારણે એફસીઆઈના ગોદામોમાં 40 હજાર મેટ્રિક ટન અનાજ સડી ગયું છે. આરટીઆઈ હેઠળ મેળવાયેલી માહિતીમાં જણાવાયું છે કે ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના ગોદામોમાં ઘઉં અને ચોખાની યોગ્ય જાળવણી ન થઈ શકવાના કારણે 6 વર્ષમાં 40,546 ટન મેટ્રિક ટન અનાજ બગડી ગયું છે.

આરટીઆઈમાં થયો મોટો ખુલાસો

દિલ્હીના આરટીઆઈ એક્ટિવિસ્ટ ગોવિંદન નંમપૂર્થીએ એફસીઆઈના ગોદામોમાં સડી ગયેલા અનાજની માહિતી માગી હતી. તેમના આરટીઆઈના જવાબમાં એફસીઆઈએ કહ્યું કે વર્ષ 2014થી અત્યાર સુધીમાં સમગ્ર દેશમાં સિૃથત ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના ગોદામોમાં 40,546 મેટ્રિક ટન અનાજ સડી ગયું છે.

એફસીઆઈ ગોડાઉનોમાં છત-શેડની અછત

આરટીઆઈ એક્ટિવિસ્ટ નંમપૂર્થીએ કહ્યું કે એફસીઆઈના ગોદામોની સ્થિતિ કોઈનાથી છુપાયેલી નથી. ચોમાસા દરમિયાન એફસીઆઈના ગોદામોમાં શેડની અછતના સમાચારો કદાચ જ બહાર આવે છે.

28 રાજ્યોના ગોડાઉનોની સ્થિતિ ખરાબ

મારા આરટીઆઈના જવાબમાં સરકારે 23 રાજ્યોનો ડેટા આપ્યો, તેમાં સ્પષ્ટ જણાય છે કે ગોદામોની સ્થિતિ સારી નથી. નંમપૂર્થીને મળેલી માહિતી મુજબ મહારાષ્ટ્રમાં એફસીઆઈના ગોદામોમાં સૌથી વધુ અનાજનો બગાડ થયો છે. અહીં 8,191 મેટ્રિક ટન અનાજ છેલ્લા છ વર્ષમાં સડી ગયું છે. તેનાથી વિપરિત મણિપુર અને અરૂણાચલ પ્રદેશમાં અનાજને કોઈ નુકસાન થયું નથી.

વર્ષ 2014-15માં સૌથી વધુ અનાજનો બગાડ

2014-15માં 18,847 મેટ્રિક ટન અનાજનો બગાડ થયો હતો. સરકારના જવાબથી જાણવા મળ્યું છે કે વર્ષ 2014-15 સૌથી ખરાબ હતું. આ વર્ષમાં સૌથી વધુ 18,847 મેટ્રિક ટન અનાજનો બગાડ થયો હતો.

કુદરતી આફતોમાં પણ બગડે છે અનાજનો જથ્થો

આ વર્ષે અનેક પ્રકારની કુદરતી આપત્તીઓ આવી હતી અને અનાજનો વ્યાપકપણે બગાડ થયો હતો. આ વર્ષે જમ્મુ-કાશ્મીરમાં જ 6,120 મેટ્રિક ટન અનાજ સડી ગયું હતું. ઓડિશામાં 7,109 મેટ્રિક ટન અનાજ બગડયું હતું જ્યારે આંધ્ર પ્રદેશમાં 2,262 મેટ્રિક ટન અનાજ દેખરેખના અભાવમાં સડી ગયું હતું તેમ આરટીઆઈ એક્ટિવિસ્ટે જણાવ્યું હતું.

Related posts

રિયાના ભાઈ શોવિક અને પિતાની આ દિવસે થઇ શકે છે પૂછતાછ

Mansi Patel

દેશમાં પ્રથમ વખત ખુલવા જઈ કરી છે ગધેડીના દૂધની ડેરી, 7000 રૂપિયે લીટર દૂધ વેચાશે

Pravin Makwana

ભારત અને ચીનની સેના વચ્ચે મેજર લેવલે યોજાઈ મંત્રણા, એલએસી પર આ વિસ્તારમાંથી સૈનિકોને હટાવવા થઈ ચર્ચા

Karan
Do NOT follow this link or you will be banned from the site!