GSTV

4 વર્ષની ‘રિયલ લાઇફ મોગલી ગર્લ’: ખૂંખાર પ્રાણીઓ વચ્ચે ગુજાર્યા દિવસો, જાણો હવે ફરી કેમ આવી ચર્ચામાં?

મોગલી ગર્લ

Last Updated on December 1, 2021 by GSTV Web Desk

‘રિયલ લાઇફ મોગલી ગર્લ’ કરીના ચિકિતોવા ફરી એક વખત ચર્ચામાં છે. ચિકિતોવા હવે 11 વર્ષની થઈ ગઈ છે અને તે Yakut Ballet School માં આગળના અભ્યાસ માટે સિલેક્ટ થઈ ગઈ છે. સાયબેરિયાના જંગલમાં ભાયનક વરુ અને રીંછ વચ્ચે વિતાવનાર ચિકિતોવાને ‘મોગલી ગર્લ’ તરીકે ઓળખવામાં આવે છે.

મોગલી ગર્લ

ચિકિતોવા 2014માં વિશ્વભરમાં ચર્ચામાં આવી હતી, ત્યારે તે ખૂંખાર જંગલી પ્રાણીઓથી ભરેલા સાયબેરિયાના જંગલમાં 12 દિવસ વિતાવ્યા પછી જીવિત મળી આવી હતી. જ્યારે તે જંગલોમાં ગુમ થઈ હતી, ત્યારે તેની ઉંમર ફક્ત ચાર વર્ષની હતી.

એક અહેવાલ મુજબ જંગલમાં ગુમ થયેલી ચિકિતોવા સાથે એક પાલતુ કૂતરો પણ હતો. તે જંગલમાં કૂતરા સાથે ઘાસની પથારી પર ઉંઘતી અને જીવિત રહેવા માટે જંગલી જાંબુ ખાતી હતી. ખૂબ જ શોધખોળ પછી ચિકિતોવાને અંદાજે બે અઠવાડિયા પછી જંગલમાંથી જીવિત બહાર કાઢવામાં સફળતા મળી.

આ સ્થિતિમાં જંગલમાંથી મળી હતી

રેસ્ક્યૂ ટીમના સભ્ય અર્ટોમ બોરિસોવે જણાવ્યું કે તે ઘાસ વચ્ચે બેઠી હતી, સંપૂર્ણ રીતે શાંત હતી. શરૂઆતમાં મે તેને નોટીસ ન કરી. પરંતુ જ્યારે તેણે મને જોયો અને હાથ ફેલાવ્યા તો મારું ધ્યાન તેના પર ગયું.

બોરિસાવે જણાવ્યું કે મે તેને ઉઠાવ્યો, તે ખૂબ જ નાની અને વજનમાં હલકી હતી. તેના પગમાં બૂટ ન હતા. તેના ચહેરા, પગ અને હાથોમાં મચ્છરો કરડવાના નિશાન હતા. તે ખૂબ જ ડરી ગઈ હતી. તેણે સૌથી પહેલા પાણી અને જમવાનું માગ્યું અને ખૂબ જ રડી. હું પણ ખૂબ જ મુશ્કેલીથી આસુ રોકી શક્યો.

મોગલી ગર્લ

ત્યારથી ચિકિતોવાને ‘રિયલ લાઇફ મોગલી ગર્લ’ તરીકે ઓળખવામાં આવે છે. તેને લઈ એક પુસ્તર પણ લખાઈ છે. ફિલ્મ નિર્માણની વાત પણ ચાલી રહી હતી. તેનું સપનું છે કે તે એક દિવસ મોસ્કોના બોલ્શોઈ થિયેટરમાં પરફોર્મ કરે. Yakut Ballet School માં એડમિશન લઈ તેણે આ દિશામાં એક પગલું ભર્યું છે.

Read Also

Related posts

આળસી તંત્ર / કોરોના સહાય માટે દરદર ભટકી રહ્યા છે અરજદારો, તંત્રની સામે પ્રજા લાચાર

GSTV Web Desk

ભારે કરી / અરેરે ! ખેડૂતો, મજૂરો અને માઇન્સ સંચાલકોની છીનવાઈ રોજીરોટી, કલેકટરને આવેદનપત્ર લખી માંગી મદદ

GSTV Web Desk

કોરોનાનો કહેર / પોલીસ જવાનો પછી તબીબો પણ આવ્યા કોરોનાના સકંજામાં, સોલા સિવિલના સુપ્રીન્ડેન્ટ સહિત 12 ડોક્ટરો થયા સંક્રમિત

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!