GSTV

નવા મંત્રીમંડળમાં જોવા મળશે Women Power, આ 4 મહિલા ધારાસભ્યોને અપાશે કેબિનેટમાં સ્થાન

Last Updated on September 15, 2021 by Bansari

આજ રોજ ગાંધીનગર ખાતે રાજ્યના નવા મંત્રીમંડળની રચના થવા જઇ રહી છે એટલે કે 4:20 ની આસપાસ ભૂપેન્દ્ર પટેલની સરકારના નવા મંત્રીમંડળની શપથવિધિ યોજાશે. જેમાં કહેવાઇ રહ્યું છે સરકારના આ નવા મંત્રીમંડળમાં ‘નો રિપીટ થિયરી’ ની ફોર્મ્યુલા અપનાવવામાં આવશે. એટલે કે રૂપાણી સરકારના એક પણ મંત્રી અહીંયા રિપીટ નહીં કરવામાં આવે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતાના મંત્રીમંડળમાં નવા તેમજ યુવા ચહેરાઓને પ્રાધાન્ય આપી શકે છે. આ સાથે કેબિનેટમાં મહિલાઓની પણ સંખ્યામાં વધારો થઈ શકે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રીમંડળમાં ગુજરાતના 4 મહિલા ધારાસભ્યોને સામેલ કરવામાં આવી છે.

જેમાં સુરતના ધારાસભ્ય સંગીતા પાટીલ, વડોદરાના ધારાસભ્ય મનીષા વકીલ, ભૂજના ધારાસભ્ય નિમાબેન આચાર્ય તેમજ ઊંઝાના ધારાસભ્ય ડો. આશા પટેલને કેબિનેટમાં મંત્રી બનાવવામાં આવે તેવી ચર્ચાઓ વહેતી થઇ છે. જો કે બીજી બાજુ એવું પણ કહેવાઇ રહ્યું છે કે, કદાચ આ નવા મંત્રીમંડળમાં મહિલાઓની સંખ્યા 4થી પણ વધારે વધી શકે છે.

સંભવિત મંત્રીઓની યાદી

ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રીઓની શપથવિધિમાં આત્મારામ પરમાર, રાકેશ શાહ, દુષ્યંત પટેલ, વિરેન્દ્રસિંહ જાડેજા, સી. કે રાઉલજી, નિમિષા સુથાર, જગદીશ પંચાલ, કિરીટસિંહ રાણા, રાજેન્દ્ર ત્રિવેદી, રમણ પટેલ, ઋષિકેશ પટેલ, વિરેન્દ્રસિંહ જાડેજા અને જીતુ ચૌધરી વગેરે નેતાઓ શપથ લઇ શકે તેવી શક્યતા છે.

રાજભવનમાં તૈયારીઓ અને તમામ મંત્રીઓ ગાંધીનગરમાં હાજર છતાં આ મામલે અનેક તર્ક વિતર્કો છે. સરકાર નો રીપિટ થીયરી પણ અપનાવી શકે છે. ઘણા કદાવર મંત્રીઓના પદ કપાવવાની સંભાવનાને પગલે 3 અલગ અલગ જૂથો પડી ગયા છે. આ તમામ જૂથ મોદી દરબાર સુધી પહોંચ્યા છે. 2 જૂથને હવે અમિત શાહની દરમિયાનગીરી પસંદ નથી. જેઓ સીધા પીએમને રિપોર્ટ કરી રહ્યાં છે. રૂપાણી સરકારના તમામ જૂના બિન કાર્યક્ષમ મંત્રીઓના નામ કપાવવાની શક્યતાઓ હોવાથી આ મંત્રીઓ ફરી સરકારમાં સમાવેશ માટે એડીચૌટીનું જોર લગાવી રહ્યાં છે. જુદા જુદા ત્રણ જુથો વચ્ચે ખેંચતાણ વધતાં મામલો મોદીના દરબારમાં ગયો. બે જૂથોને અમિત શાહની મધ્યસ્થી મંજુર નથી!

પટેલ

ભાજપના તમામ ધારાસભ્યોને ગાંધીનગર પહોંચવા સૂચના

ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકારના નવા પ્રધાનમંડળના સભ્યોની જે શપથવિધિ આવતી કાલે 16 તારીખના રોજ યોજાવાની હતી તે આજે ગાંધીનગરમાં યોજાશે. તે માટે ભાજપના તમામ ધારાસભ્યોને ગાંધીનગર પહોંચવા સૂચના આપી દેવામાં આવી છે. ગાંધીનગર સ્થિત રાજભવન ખાતે નવા પ્રધાન મંડળની શપથવિધિનું આયોજન કરવામાં આવ્યું છે. ભૂપેન્દ્ર પટેલના નવા પ્રધાનમંડળમાં કોણ કોણ હશે તેને લઈને સૌ કોઈમાં કુતૂહલ છે. ત્યારે શપથવિધિની ગણતરીના કલાકો પહેલાં જ ગાંધીનગર પહોંચેલા ભાજપના ધારાસભ્યોને શપથવિધિ માટે ફોન કરીને જાણ કરવામાં આવશે. 25થી વધુ ધારાસભ્યોને પ્રધાન મંડળમાં સ્થાન મળી શકે છે.

નવી સરકારના સંભવિત મંત્રીઓ

નીમાબહેન આચાર્ય- ભૂજ
જગદીશ પટેલ- અમરાઈવાડી
શશીકાંત પંડ્યા- ડીસા
રૂષિકેશ પટેલ- વિસનગર
ગજેંદ્રસિંહ પરમાર-પ્રાંતિજ
ગોવિંદ પટેલ- રાજકોટ
આર.સી.મકવાણા- મહુવા
જીતુ વારાણી- ભાવનગર
પંકજ દેસાઇ- નડીયાદ
કુબેર ડિંડોર- સંતરામપુર
કેતન ઇનામદાર- સાવલી
મનીષા વકિલ- વડોદરા
દુષ્યંત પટેલ- ભરૂચ
સંગીતા પાટીલ- સુરત
મોહન ઢોડિયા- મહુવા
નરેશ પટેલ- ગણદેવી
કનુભાઈ દેસાઈ- પારડી


છેલ્લી ઘડીએ શપથવિધિ કરવાના નિર્ણયથી નો-રિપીટ થિયરી લાગુ થવાની પક્ષમાં આશંકા

પાટીદાર – 7થી 8, અન્ય સવર્ણ – 5, ઓબીસી- 8થી 10, દલિત – 2, આદિવાસી – 2થી 3 મંત્રીઓ હોઈ શકે.

રૂપાણી સરકારના મંત્રી મંડળનો તો સીધો સાફ સફાયો થાય તેવી પૂરી સંભાવના છે. મોટાભાગના મંત્રીઓ નવી સરકારમાં નહીં હોય. 22 મંત્રીના કદને ઘટાડી 16 મંત્રી શપથ લે એવી શક્યતાઓ છે, જેમાં રૂપાણી સરકારના 11 કેબિનેટ મંત્રીમાંથી માત્ર દિલીપ ઠાકોર, ગણપત વસાવા, જયેશ રાદડિયાને રિપીટ કરવામાં આવે એવી શક્યતા છે. રાજ્યકક્ષાના રૂપાણી સરકારના 11માંથી 7ની બાદબાકી કરીને માત્ર 4 મંત્રીને સ્થાન આપવામાં આવી શકે છે. આ તમામ માત્ર અટકળો છે. મોદી એ જાદુગર છે. જે કોઈ પણ શક્યતાઓ બદલવા માટે જાણીતા છે.

READ ALSO :

Related posts

સરકારી કર્મચારીઓ માટે ખુશીના સમાચાર : ફેમિલી પેન્શનમાં સરકારે આપ્યો વધારો, જાણો શું રહેશે નિયમો અને શરતો…?

Zainul Ansari

Corona / કોરોના વિરૃદ્ધ ગુજરાતીઓમાં કેમ બની વધુ એન્ટિબોડીઝ? વૈજ્ઞાનિકોએ રહસ્ય પરથી ઉઠાવ્યો પડદો

Vishvesh Dave

Photos / મિલાન ફેશન વીકમાં રજૂ થયા ચિત્ર-વિચિત્ર વસ્ત્રો, જૂઓ ફેશનની લેટેસ્ટ તસવીરો

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!