GSTV
Home » News » 4G સિમ હોવા છતાં ઈંટરનેટમાં નથી મળતી હાઈ સ્પીડ ? તો અત્યારે જ ચેક કરો આ સેટિંગ

4G સિમ હોવા છતાં ઈંટરનેટમાં નથી મળતી હાઈ સ્પીડ ? તો અત્યારે જ ચેક કરો આ સેટિંગ

internet

સ્માર્ટફોનના સમયમાં દરેક વ્યક્તિને પોતાના ફોનમાં હાઈસ્પીડ ઈંટરનેટ કનેકશન જ જોઈતું હોય છે. જો કે આજકાલ માર્કેટમાં યૂઝર્સ માટે ટેલીકોમ ઓપરેટરો નવા નવા અને સસ્તા પ્લાન પણ સમયાંતરે લાવે છે. હાઈસ્પીડ માટે યૂઝર્સ 4જી સીમ પર પહેલી પસંદગી ઉતારે છે. પરંતુ ઘણા યૂઝર્સની ફરીયાદ હોય છે કે તેમનું કાર્ડ તો 4જી છે પરંતુ સ્પીડની વાતમાં ઈંટરનેટ 2જી જેવું ચાલે છે. એટલે કે હાઈસ્પીડ ઈંટરનેટનો અનુભવ તેમને થતો નથી.

new smartphone

આ સમસ્યા નેટવર્ક ડાઉન હોવાના કારણે પણ થઈ શકે છે પરંતુ કેટલીક વખત નેટવર્ક બરાબર હોય તેમ છતાં ઈંટરનેટની સ્પીડ સારી રહેતી નથી. આ તકલીફને યૂઝર્સ સરળતાથી દૂર કરી શકે છે. જી હાં, ઈંટરનેટની 4જી સ્પીડનો અનુભવ કરવા માટે ફોનના સેટિંગમાં થોડા ફેરફાર કરવાના હોય છે. કયા છે આ ફેરફાર ચાલો જાણી લો તમે પણ.

1. સ્માર્ટફોનના નેટવર્ક સેટિંગ્સમાં જવું અને પ્રેફર્ડ નેટવર્ક તરીકે 2G/3G/4Gને પસંદ કરો અથવા તો પ્રેફર્ડ ટાઈપ ઓફ નેટવર્કને 4G અથવા LTE સિલેક્ટ કરો.

2. ત્યારપછી નેટવર્ક સેટિંગ્સમાં જ APN સેટિંગ્સ ચેક કરો. તેમાં ક્લિક કરી અને ડિફોલ્ટ સેટ કરો. 

3. આ ઉપરાંત ફોનમાં ઉપયોગમાં લેતા બ્રાઉઝરમાં ડેટા સેવિંગ મોડ ઓન રાખવો. તેનાથી પણ ઈંટરનેટની સ્પીડ વધી જશે.

Read Also

Related posts

કોંગ્રેસના કંગાળ પ્રદર્શનને લઈ અધ્યક્ષ પર અનેક સવાલ, એપ્રિલ સુધીમાં રાહુલ ગાંધીની વાપસી થવાની શક્યતા

Pravin Makwana

અમદાવાદમાં ઝુંપડાવાસીઓ હાથમાં બેનરો સાથે રેલી યોજી દેખાવો કર્યા

Nilesh Jethva

નમસ્તે ટ્રમ્પ અભિવાદન કાર્યક્રમમાં વિરમગામનું શરણાઈ ગ્રુપ સંગીત રેલાવશે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!