GSTV

4 હજાર કરોડના પાવર માટે ભાજપના નેતાઓમાં તનાતાની, યાર્ડમાં હવે ભાજપ સામે સંઘનો મોટો જંગ

Last Updated on September 28, 2021 by pratik shah

ગુજરાત રાજ્યમાં ઘણા વર્ષોથી ભાજપની સરકાર છે. બીજી તરફ રાજ્યના રાજકોટ,પડધરી અને લોધિકા એ ત્રણ તાલુકાઓના ખેડૂતોની વર્ષે રૂ।.૩૫૦૦થી ૪૦૦૦ કરોડની કૃષિ પેદાશો વેચવાનું પ્લેટફોર્મ રાજકોટ માર્કેટયાર્ડમાં ભાજપના નેતાઓની મનમાની ખેડૂતોએ ચાલવા દીધી નથી.

કાંટાની ટક્કર

આ વચ્ચે કિસાન સંઘે ફોર્મ પાછા નહીં ખેંચતા યાર્ડમાં હવે ભાજપ સામે સંઘનો જંગ પ્રદેશ ભાજપે નક્કી કરેલી પેનલ સામે RSSની ભગિની સંસ્થા કિસાન સંઘે ઉમેદવારી આજે આખરી મુદતે પાછી નહીં ખેંચતા હવે ખેડૂત વિભાગની ૧૦ બેઠક પર ભાજપ વિ.સંઘનો જંગ જામશે.ભાજપને સેટીંગ કરીને બિનહરીફ સત્તા મેળવવા નહીં દેવા ખેડૂતો મક્કમ થઈ ગયા છે. ભાજપન અસંતોષ બહાર આવશે.

ઉમેદવારો બીનહરીફ ન થાય તે માટે અમે ચૂંટણી જંગમાં ઉતર્યા

કિસાન સંઘના સૂત્રોએ જણાવ્યું કે ભાજપના કાર્યાલયમાં નામ નક્કી થઈ જાય અને ખેડૂતોની સંસ્થા પર રાજકારણીઓ આવી જાય તે અમારા ખેડૂતોને પસંદ નથી. ભાજપે પસંદ કરેલા ઉમેદવારો બીનહરીફ ન થાય તે માટે અમે ચૂંટણી જંગમાં ઉતર્યા છીએ.

એપીએમસીના પ્રમુખ સહિત ચાર વેપારીઓએ ફોર્મ ભર્યા

તો બીજી તરફ વેપારી વિભાગની ૪ બેઠકો માટે એપીએમસીના પ્રમુખ સહિત ચાર વેપારીઓએ ફોર્મ ભર્યા હતા તેની સામે ૫ વેપારીઓએ તો ફોર્મ પાછા ખેંચી લીધા પરંતુ, અન્ય ૬ વેપારી આગેવાનો ચૂંટણી જંગમાં જારી રહેતા વેપારી વિભાગ માટે પણ ચૂંટણી યોજાશે. જ્યારે સહકાર ક્ષેત્ર માટેની ૨ બેઠકમાં ભાજપે જાહેર કરેલ બે નામો બીનહરીફ થયા છે. આમ, સૌરાષ્ટ્રના અગ્રીમ હરોળના માર્કેટયાર્ડમાં પ્રથમવાર ભાજપ-કિસાન સંઘ વચ્ચે ચૂંટણી જંગ થશે જેમાં સંઘને ભાજપના અસંતુષ્ટો અંદરખાને મદદ કરે તેવી સંભાવના છે.

READ ALSO

Related posts

BIG BREAKING: ઉત્તરાખંડના કુમાઉં મંડલમાં ફસાયા 700થી વધુ પર્યટકો, ઘણા ગામોનો સંપર્ક નૈનીતાલથી કપાયો! તંત્રની ટીમો તૈયાર

pratik shah

BIG BREAKING: રશિયામાં હથિયાર અને વિસ્ફોટક બનાવતા પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, 16ના મોત સંખ્યાબંધ ઘાયલ

pratik shah

રાહુલ ગાંધીના નિશાના પર સરકાર, જનતા સાથે ક્રૂર મશ્કરી કરી રહી છે કેન્દ્ર સરકાર, પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત ભડાકો થતા કોંગ્રેસ લાલઘૂમ!

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!