દમણના બીચ પર એક ગોઝારો બનાવ બન્યો છે. ઉત્તરપ્રદેશના લખનઉથી ફરવા આવેલા પરિવારની 4 સગીરાના ડૂબી જવાથી મોત નિપજ્યાં છે. દમણના બારીયા વાડ પાસે જમપોર બીચ પર 5 સગીરા દરિયામાં ન્હાવા પડી હતી. જેમાંથી 4 દરિયામાં તણાઈ હતી.1 સગીરાનો બચાવ થયો હતો.

ઉત્તરપ્રદેશના લખનઉથી દમણ ફરવા આવેલા પરિવારની 4 સગીરાઓ દરિયામાં ડૂબતાં મોતને ભેટી છે. 5માંથી 1 સગીરાને બચાવી લેવામાં આવી છે. જ્યારે અન્ય 4ના મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે. હાલ તો મૃતદેહને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
સગીરાઓએ જોર જોરથી ચીસો પાડતા દરિયા કિનારે બેઠેલો પરિવાર હેબતાઈ ગયો હતો અને તુરંત છોકરીઓને બચાવવા મદદની ગુહાર કરતો રહ્યો. દરિયા કિનારે કોઈપણ મદદે ન આવતા આખરે પરિવારનાં એક મોભીએ પોતાના જીવને જોખમમાં મુકી છોકરીઓને બચાવવાનો પ્રયત્ન કર્યો હતો. જ્યાં એક છોકરીને બચાવવામાં સફળતા મળી હતી. જ્યારે લાંબા સમય સુધી કોઈ મદદને ન આવતા આખરે 4 છોકરીઓનાં ડૂબી જવાથી મોત નિપજ્યાં હતા.
આખરે પરિવારનાં સદસ્યોએ એ જ ચારેય છોકરીઓની લાશને બહાર કાઢી હતી. આ તરફ એક સાથે પરિવારની ચાર છોકરીઓનાં મોત નિપજતાં દરિયા કિનારે પરિવારમાં આક્રંદ છવાઈ જવા પામ્યો હતો. આખરે અમુક લોકોની મદદથી ચારેય છોકરીઓને એમ્બ્યુલન્સ મારફતે મરવડની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. જ્યાં ફરજ પરનાં ડોક્ટરોએ તેમને મૃત ઘોષિત કરી હતી.
હવામાન વિભાગની આગાહીને પગલે સ્થાનિક તંત્ર વારંવાર ગુજરાતના દરિયાકાંઠે લોકો ન્હાવા ન પડે તેની ચેતવણી આપતા હોય છે. જ્યાં પરિવારની 5 જેટલી છોકરીઓ દરિયામાં ન્હાવાની મઝા માણવા અર્થે દરિયામાં ગઈ હતી. જ્યાં અચનાક મજાક મસ્તી કરતાં કરતાં યુવતીઓ ઊંડા પાણી તરફ જતાં તરતા ન આવડતા ડૂબવા લાગી હતી. હાલ તો આ ઘટનાને કારણે પરિવાર માતમમાં ગરકાવ છે.
MUST READ:
- પાકિસ્તાન પર ચીનનું લગભગ 1.5 બિલિયન ડૉલરનું દેવું, ચીન આપી ખુલ્લી ધમકી
- માગશર અમાસે કરો આ કામ, માતા લક્ષ્મી વરસાવશે કૃપા
- મૂળાંક 5ની ખાસિયતો જાણીને તમને આશ્ચર્ય થશે, 5, 14 કે 23 તારીખે જન્મેલા લોકો હોય છે ખૂબ જ બુદ્ધિશાળી
- અમદાવાદમાં NCDCની રાષ્ટ્રીય કક્ષાની મિટિંગ યોજાઈ, દલિત ખ્રિસ્તીઓને SC સ્ટેટસ અપાવવા લડે છે લડત
- ભારત – સાઉથ આફ્રિકાની પ્રથમ ટી-20 મેચ વરસાદમાં ધોવાઈ