દેશમાં 1 ડિસેમ્બરથી ઘણા ફેરફાર થવા જઈ રહ્યા છે. જેનો સીધા અસર સામાન્ય માણસની જિંદગી પર પડશે. તમારે આ ફેરફારોની જાણકારી આપવી જરૂરી છે. અમે તમને જણાવી રહ્યા છીએ કે, ક્યાં ફેરફાર ડિસેમ્બરમાં થશે.
RTGS સુવિધાનો ફાયદો
રિઝર્વ બેન્ક ઓફ ઈંડિયાએ રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ (RTGS) ને 24x7x365 ઉપલબ્ધ કરવાની જાહેરાત કરી હતી. આ નિર્યણ ડિસેમ્બર 2020થી લાગુ થશે. જ્યારે તમે RTGS થકી ક્યારેય પણ મની ટ્રાંસફર કરી શકશો. RTGS વર્તમાનમાં બેન્કના બધા કાર્ય દિવસ પર સવારે7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી ખુલ્લું રહે છે. NEFT ડિસેમ્બર 2019 થી 24 કલાક કામ કરી રહી છે.
રસોઈ ગેસની કિંમતમાં પરિવર્તન
દર મહીનાની 1 તારીખે સરકાર રસોઈ ગેસ એટલે LPG સિલિન્ડરોના ભાવની સમીક્ષા કરે છે. એટલે 1 ડિસેમ્બરના રોજ દેશભરમાં રસોઈ ગેસના ભાવ બદલશે. છેલ્લા મહીનાઓથી આ બાવમાં કોઈ ફેરફાર આવ્યો નથી.
ચાલશે ઘણી નવી ટ્રેન
1 ડિસેમ્બરથી ઘણી નવી ટ્રેન ચાલશે. જણાવી દઈએ કે, કોરોના સંકટ બાદથી રેલવે સતત ઘણી નવી સ્પેશલ ટ્રેન ચલાવી રહ્યા છે. 1 ડિસેમ્બરથી ચાલનારી ટ્રેનમાં ઝેલમ એક્સપ્રેસ અને પંજાબ મેલ સાલમે છે. બંને ટ્રેનને સામાન્ય શ્રેણીની હેઠળ ચલવવામાં આવી રહી છે. 01077/78 પુણે-જમ્મૂતવી પુણે ઝેલમ સ્પેશલ અને 02137/38 મુંબઈ ફિરોજપુર પંજાબ મેલ સ્પેશલ દરરોજ ચાલશે.
વીમાધારક બદલી શકશે પ્રીમિયમ
ઘણી વખત લોકો પોતોના વીમા પોલિસીનો હપ્તો ભરી શકતા નથી અને તેમની પોલિસી ખત્મ થઈ જાય છે. તેનાથી તેમની જમા કરવામાં આવેલ પૈસા પણ ડૂબી જાય છે, પરંતુ નવી વ્યવસ્થા પ્રમાણે હવે 5 વર્ષ બાદ વીમાધારક પ્રીમિયમની રકમને 50 ટકા સુધી ઘટાડી શકે છે. એટલે કે, તે અડધા હપ્તાની સાથે જ પોલિસી ચાલુ રાખી શકે છે.
READ ALSO
- અમદાવાદ/ કોરોના કેસોમાં સતત ઘટાડો, નવા 81 દર્દીઓ નોંધાયા, પરિસ્થિતિમાં આવી કાબુમાં
- ઈન્શ્યોરન્સ કંપનીની દાદાગીરી, કોરોનાના ઈલાજમાં ખર્ચાની નહીં કરે ચૂકવણી
- પ્રત્યાર્પણથી બચવા વિજય માલ્યાનો વધુ એક કીમિયો, Human Rights હવાલો આપી માંગી બ્રિટન પાસે મદદ, જાણો હજુ કેટલા વિકલ્પ બાકી
- ટ્રેક્ટર પરેડને લઈને અસમંજસ / હજુ અંતિમ નિર્ણય બાકી, દિલ્હી આવી રહ્યો છે ખેડૂતોનો કાફલો
- રસીકરણ/ અમદાવાદ શહેરમાં ત્રણ હજારથી વધુ લોકોને અપાઈ વેક્સિન, રસી કેન્દ્રોની સંખ્યામાં થયો વધારો