GSTV

એલર્ટ / રાજ્યના 4 જળાશયો હાઈઅલર્ટ પર, 12 જિલ્લાઓમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ

Last Updated on June 22, 2021 by Zainul Ansari

રાજ્યમાં 4 જળાશયો હાઇ એલર્ટ ૫ર જ્યારે 7 જળાશયો માટે વોર્નીગ જાહેર કરાઇ છે. આગામી અઠવાડિયામાં રાજ્યમાં વરસાદ ૫ડવાની સંભાવના હાલ નહિવત છે.

આજે વેધર વોચ ગ્રુપની ઓનલાઇન બેઠક યોજાઇ હતી. જેમાં એનડીઆરએફની કુલ ૧૫ ટીમ તૈનાત કરાઇ છે. જેમાં 5 ટીમ ડિપ્લોય અને ૧૦ ટીમ રિઝર્વ રખાઈ છે. આજના દિવસે રાજયના ૧૨ જિલ્લાના ૨૩ તાલુકામાં વરસાદ નોંધાયો છે.જેમાં સૌથી વધારે ડાંગના વઘઈમાં 1.5 ઈંચ વરસાદ નોંધાયો છે.

ચાલુ વર્ષે અંદાજીત ૬.૮૯૪ લાખ હેક્ટર ખરીફ પાકોનું વાવેતર 21 જૂન સુધીમાં થયું છે. છેલ્લા 3 વર્ષની સરેરાશ વાવેતર વિસ્તારની સામે ૮.૦૬% વાવેતર થયું. સરદાર સરોવર જળાશયમાં ૧,૫૦,૬૨૭ એમસીએફટી પાણીનો સંગ્રહ હાલમાં છે. કુલ સંગ્રહ શકિતના ૪૫.૦૯ % છે. કુલ ૨૦૬ જળાશયોમાં ૨,૦૬,૯૧૦ એમસીએફટી પાણીનો સંગ્રહ છે..જે કુલ સંગ્રહ શકિતના ૩૭.૧૪ % જેટલો છે.

રાજ્યના વિવિધ જીલ્લાઓમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા

ગુજરાત રાજ્યના વિવિધ જીલ્લાઓમાં મેઘરાજા વરસ્યા હતા. વાત કરીઓ તો અરવલ્લી પંથક સહિત રાજકોટ, મહુવા, ભાવનગર, અમદાવાદ, હિંમતનગર સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો હતો, જો વાત કરીએ રાજકોટની તો શહેરમાં વરસાદી ઝાપટું પડયુ હતું. રાજકોટના કાલાવડ રોડ, યાજ્ઞિક રોડ અને પેલેસ રોડ પર વરસાદી ઝાપટું પડ્યું હતું. સાથે જ રાજકોટના રેસકોર્સ રિંગરોડ પર પાણી ભરાયું હતુ..તો પોલીસ હેડ ક્વાટર્ નજીક પણ પાણી ભરાયું હતુ. રાજકોટમાં એક કલાકમાં એક ઈંચ વરસાદ ખાબક્યો..વરસાદી માહોલથી શેરીઓ અને રાજમાર્ગો પર પાણી ભરાયા હતા..વાતાવરણમાં પણ શીતલહેર પ્રસરી હતી.

ભાવનગરના મહુવા શહેર સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો

ભાવનગરના મહુવા શહેર સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો..મહુવાના ગ્રામ્ય વિસ્તારમાં પણ મેઘમહેર જોવા મળી હતી…ભારે પવન સાથે વરસાદ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી..રોડ રસ્તા પર પાણી વહેતા થયા હતા.

અમદાવાદમાં આજે સવારથી જ વાદળછાયું હવામાન રહ્યું. અને બપોરે ધોધમાર વરસાદ થયો. તોફાની વરસાદે શહેરના નીચાણાવાળા અનેક વિસ્તારોને જળબંબાકાર કરી દીધા. સાથે જ કોર્પોરેશનનો પ્રિ-મોનસુન પ્લાન ધોવાયો.. સવારે 6 વાગ્યાથી અત્યાર સુધીમાં સૌથી વધુ ઉત્તર ઝોનમાં સવા બે ઈંચ વરસાદ ખાબક્યો. જ્યારે મધ્ય ઝોનમાં પોણા બે ઈંચ વરસાદ થયો. તો પૂર્વ ઝોનમાં વિસ્તારમાં દોઢ ઈંચ, દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં એક ઈંચ, દક્ષિણ ઝોનમાં પોણો ઈંચ, જ્યારે પશ્ચિમ અને ઉત્તર-પશ્ચિમ ઝોનમાં અડધો ઈંચ વરસાદ થયો. અમદાવાદ શહેરમાં અત્યાર સુધી સિઝનનો સવા દસ ઈંચ વરસાદ નોંધાયો છે.   

હિંમતનગર અને ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદી માહોલ છવાયો હતો. વરસાદી માહોલથી સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી હતી .ગ્રામ્ય પંથકમાં વરસાદ પગલે ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. બીજી તરફ અરવલ્લી જિલ્લામાં પણ વરસાદી માહોલ છવાયો. અરવલ્લીના ધનસુરામાં વરસાદ વરસ્યો. વરસાદને કારણે રોડ પર પાણી ભરાયા.

અરવલ્લી જિલ્લામાં વરસાદી માહોલ છવાયો હતો..મોડાસાના ગ્રામ્ય વિસ્તારમાં પવન સાથે ભારે વરસાદ ખાબક્યો હતો.. વરસાદને પગલે  રસ્તા ઉપર પાણી ભરાયા હતા..તો ધનસુરામાં પણ આકાશ કાળા ડીબાંગ વાદળોથી ઘેરાયુ હતુ.

Read Also

Related posts

માઉન્ટ આબુ ખાતે NCCના 73માં સ્થાપના દિવસની ઉજવણી કરાઈ, સ્વચ્છતા કાર્યક્રમનું કરાયું આયોજન

Pritesh Mehta

ગ્રામપંચાયત ચૂંટણી / સાબરકાંઠાનું એક એવું ગામ જ્યાંના લોકો કરી રહ્યા છે યુવા સરપંચની માંગ

Pritesh Mehta

પૂર્વ ક્રિકેટર અને ભાજપના નેતા ગૌતમ ગંભીરને ફરી જાનથી મારી નાખવાની મળી ધમકી, કાશ્મીરથી આવી ગંભીર ચેતવણી

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!