GSTV

અમદાવાદમાં ઓઢવ વિસ્તારમાં ત્રણ માળની એક બિલ્ડીંગનો બ્લોક ધરાશાયી, એકનું મોત

Last Updated on August 27, 2018 by

અમદાવાદમાં ઓઢવ વિસ્તારમાં ત્રણ માળની એક બિલ્ડીંગનો બ્લોક ધરાશાયી થયો. જેમાં એક વ્યક્તિનું મોત થયું છે. જ્યારે 5 લોકો કાટમાળમાંથી બહાર કાઢીને તેમને શારદાબેન હોસ્પિટલ ખસેડાયા છે. ઓઢવમાં ગુરુદ્વારા નજીક જીવનજ્યોત સોસાયટી પાસે ગરીબ આવાસ યોજનાની આ વસાહત છે. રવિવારે મોડી સાંજે લગભગ પોણા આઠ વાગ્યે તેનો બ્લોક નંબર 23 અને 24 ધરાશાયી થયો.

અમદાવાદમાં ઓઢવ વિસ્તારમાં આવેલા ગરીબ આવાસના બ્લોક નં-23 અને 24 અચાનક ધરાશાયી થતાં અફરાતફરી મચી હતી. તંત્રએ તાબડતોબ ઘટના સ્થળે પહોંચીને યુદ્ધના ધોરણે બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી. અમદાવાદ ફાયરબ્રગેડની ટીમે બચાવ કામગીરી કાટમાળ ખસેડવાની કામગીરી માટે ભારે જહેમત ઉઠાવી. આ ઉપરાંત ગાંધીનગરથી એનડીઆરએફની ટીમ પણ સ્નીફર ડોગ સાથે પહોંચી હતી.. સંઘના કાર્યકરો. સમાજિક કાર્યકરો અને સ્થાનિકો પણ બચાવકામમાં જોડાયા હતા..

મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરા, મેયર બિજલબેન પટેલ, ઓઢવના કોર્પોરેટર ભરત પટેલ સહિત કોર્પોરેશનના અધિકારીઓ, ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત પોલીસ કર્મઓનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યા હતા. ગૃહરાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજા પણ ઘટના સ્થળે પહોંચીને ઘટનાની માહિતી મેળવી.

મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ જણાવ્યું કે બે બ્લોક સંપૂર્ણ પણે ધરાશાયી થયા છે. જેમાં 32 મકાનમાં 150 લોકો રહેતા હતા. આ મકાનો ખાલી કરાવાતા મોટી દુર્ઘટના ટળી છે. શનિવારે તમામ મકાનો ખાલી કરાવાયા હતા. પરંતુ રવિવારે એક-બે પરિવારના કેટલાક લોકો પાછા આવ્યા તે દરમિયાન ઈમારત ધરાશાયી થઈ..

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આ ઘટનાને લઈને તત્કાલીક બચાવ કામગીરી માટે આદેશ આપ્યા હતા.

Related posts

2022 વિધાનસભા ચૂંટણી / AAPના નેતાઓ ગુજરાતની મુલાકાત, રાજ્યની શિક્ષણ નીતિ-પદ્ધતિને બનાવશે મુદ્દો

Zainul Ansari

અમદાવાદ / છેતરપિંડીના ગુનાના નિકાલ માટે કરવામાં આવી આર્થિક ગુના નિવારણ શાખાની રચના, પોલીસે અત્યાર સુધી આટલા કરોડ રૂપિયા કર્યા પરત

Zainul Ansari

ગ્રામ પંચાયતની ચૂંટણી/ સરપંચની ચૂંટણી માટે 31,359 ફોર્મ ભરાયા, ઉમેદવારી પરત ખેંચવાની અંતિમ તારીખ 7 ડિસેમ્બર

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!